________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પાર કરે છે અને અંતિમ ૧૮૩માં દિવસે ૧૮૪માં મંડલનો દક્ષિણી અર્ધો વિભાગ પાર કરે છે.
૨૦૩
અંદર પ્રવેશ કરતા બીજા છ મહિનાના પ્રથમ દિવસે તે પશ્ચિમી (ઐરાવતીય) સૂર્ય ૧૮૩માં મંડલના દક્ષિણ વિભાગને પાર કરે છે અને વર્ષનાં અંતિમ દિવસે પહેલા મંડલના દક્ષિણી વિભાગને પાર કરી પોતાના પશ્ચિમી સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ જ પ્રકારે પૂર્વી(ભારતીય) સૂર્ય પણ બીજા છ મહીનાની શરૂઆતમાં ૧૮૩માં મંડલના ઉત્તર વિભાગને પાર કરે છે અને વર્ષના અંતિમ દિવસે પહેલા મંડલના ઉત્તર વિભાગને પાર કરી પોતાના સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ પ્રકારે બન્ને સૂર્ય મળીને અર્ધ-અર્ધા મંડલ પાર કરી એક વર્ષમાં એક પ્રદક્ષિણા પૂર્ણ કરી પુનઃ પોતાના સ્થાને પહોંચી જાય છે.
ત્રીજો પ્રતિ પ્રામૃત
બે સૂર્ય :- જંબુદ્રીપમાં બે સૂર્ય છે– (૧) ભારતીય સૂર્ય (૨) ઐરાવતીય સૂર્ય. જે વર્ષના શરૂઆતના દિવસે પશ્ચિમ કેન્દ્ર સ્થળથી રવાના થઈને ઉત્તરી ઐરાવત ક્ષેત્રની તરફ જાય છે તેને ઐરાવતીય સૂર્ય કહે છે અને જે સૂર્ય વર્ષની શરૂઆતના દિવસે પૂર્વીય કેન્દ્ર સ્થળથી રવાના થઈને દક્ષિણ ભરતક્ષેત્ર તરફ જાય છે તેને ભારતીય સૂર્ય કહે છે.
ચલિત અચલિત માર્ગ :- અંદરથી બહાર જતા બન્ને સૂર્ય પોત પોતાના માર્ગથી અર્ધા અર્ધા મંડલ પાર કરે છે. કોઈ પણ ચલિત માર્ગને બન્ને સૂર્ય સ્પર્શ નથી કરતા અર્થાત્ સ્વતંત્ર માર્ગથી તેઓ આગળને આગળ વધતા જાય છે. એ જ પ્રકારે બહારથી અંદર આવતા સમયે પણ સ્વતંત્ર માર્ગથી આગળના મંડલમાં પહોંચતા રહે છે. કોઈના પણ અંદર આવતા સમયે ચાલેલા માર્ગમાં નથી ચાલતા. પરંતુ અંદર આવતા સમય પહેલાના બહાર જતા સમયે ચાલેલા માર્ગને પુનઃ કાપતા જતા એ માર્ગોમાં અવશ્ય ચાલે છે. એ અપેક્ષાથી એ બન્ને સૂર્ય અંદર આવતા સમયે પહેલાના સ્વયંના ચાલેલા માર્ગોને અને અન્યના ચાલેલા માર્ગો કાપતા જતા તેના પર થોડું ચાલે છે.
એક જગ્યા જૂના માર્ગને કાપતા જતા એ સૂર્ય પોતાના મંડલના ૧૪માં ભાગમાંથી ૧૮ ભાગ જેટલા ચાલેલા ક્ષેત્ર પર ચાલે છે. પછી એને છોડીને અલગ(અંદરની બાજુમાં) સરકી જાય છે.
પુનઃ ચાલેલા સ્થાનનો નિર્દેશ :- કઈ જગ્યાએ સ્વયંના ચાલેલા સ્થાન પર ચાલે છે અને કઈ જગ્યાએ અન્યના ચાલેલા સ્થાન પર ચાલે છે, એ આ ચાર્ટથી
સમજાશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org