________________
૨૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ [સૂર્ય - ચંદ્ર પૂજ્ઞપ્તિ સૂત્રો પહેલો પ્રાભૂતઃ પહેલો પ્રતિ પ્રાભૂત
એક નક્ષત્ર મહિનામાં ૮૧૯ ૐ મુહૂર્ત હોય છે. જ્યારે એક દિવસ રાત્રિમાં ૩૦ મુહૂર્ત હોય છે. નક્ષત્ર મહિનાના દિવસ જાણવા માટે આ મુહૂર્તોની સંખ્યાનો ૩૦ વડે ભાગાકાર કરવાથી ૮૧૯ છુ - ૩૦ = ૨૭ - દિવસ આવે છે. અર્થાત્ સાધિક સત્યાવીસ દિવસનો નક્ષત્ર મહિનો થાય છે.(આ સૂત્ર લિપિ કાળમાં સૂત્રની વચમાંથી ક્યાંકથી નીકળીને ભૂલથી અહીં શરૂઆતમાં લખાઈ ગયું છે. વિષય સૂચક ગાથાઓ અને પ્રકરણથી એ સ્પષ્ટ થાય છે.)
પરિક્રમા પરિમાણ :– સૂર્યના ચાલવાના મંડલ(ગોળાકાર માર્ગ) ૧૮૪ છે. જ્યારે સૂર્ય સર્વ આવ્યંતર અર્થાત્ પહેલા મંડલમાં છે અને ત્યાંથી ફરીને બીજા મંડલમાં પરિક્રમા કરીને એ સ્થાનની સીધમાં પહોંચે છે તો એનું તે પરિક્રમારૂપ પ્રથમ ચક્કર હોય છે. ત્રીજા મંડલમાં પહોંચવા પર બે ચક્કર પૂરા થાય છે. એમ ૧૮૪મા મંડલમાં પહોંચવા પર ૧૮૩ ચક્કર પૂરા થાય છે.
સર્વ બહારના ૧૮૪મા મંડલના સ્થાનથી સૂર્ય પાછો ફરે છે. અર્થાત્ અંદરની તરફ ચાલીને ૧૮૩મા મંડલમાં તે સ્થાનની સીધમાં પહોંચે છે, ત્યારે એક ચક્કર થાય છે. જ્યારે ૧૮૨મા મંડલમાં પહોંચે છે તો બે ચક્કર પૂર્ણ થાય છે. એમ ૧૮૩ ચક્કર પૂરા થવાથી તે પ્રથમ મંડલમાં તે સીધવાળા ધ્રુવ સ્થાન પર પહોંચી જાય છે. એમ પ્રથમ મંડલથી ચાલીને ૧૮૪માં મંડલમાં જઈને પુનઃ પ્રથમ મંડલમાં આવવાથી સૂર્યની એક(પરિક્રમા) પ્રદક્ષિણા ૧૮૩ + ૧૮૩ = ૩૬૬ દિવસ રાત પૂર્ણ થાય છે.
પહેલા અને છેલ્લા એમ બે મંડલોમાં સૂર્ય એક એક ચક્કર લગાવે છે. અર્થાત્ એનો સ્પર્શ યા આ બન્ને રસ્તા પર ભ્રમણ એક વાર કરે છે. બાકીના વચ્ચેના ૧૮૨ મંડલો(માર્ગ) પર બે બે વાર ભ્રમણ કરે છે. તેથી ૧૮૨૪૨ = ૩૬૪+ ૩૬૬ ચક્કરમાં ૩૬૬ દિવસ રાત થાય છે. એવી એક પ્રદક્ષિણાથી એક સૂર્ય સંવત્સર અર્થાત્ એક વર્ષ પૂર્ણ થાય છે.
=
[ટિપ્પણ :- આ સૂર્ય મંડલની પ્રદક્ષિણાનો રસ્તો જલેબી જેવા આકારનો હોય છે. અર્થાત્ કોઈ અંદરના ઘેરાવથી પ્રારંભ કરી બહાર લઈ જઈને જલેબી પૂરી કરે છે એવી ગતિથી સૂર્ય અંદરથી બહાર જાય છે અને કોઈ કુશળ વ્યક્તિ બહારના સ્થાનથી જલેબીની શરૂઆત કરીને અંદરના સ્થાન પર લાવીને પૂરી કરે. એવી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org