________________
૧૮૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
જંબૂદ્વીપ વર્ણનનો ઉપસંહાર :- આ પ્રકારે આ જંબૂદીપ એક લાખ યોજન લાંબો, પહોળો, ગોળ છે. ૩,૧૬રર૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩ અંગુલ સાધિક પરિધિ છે. એક હજાર યોજન ઊંડો છે; (ર૪મી અને રપમી વિજયની અપેક્ષા) ૯૯૦00 યોજન સાધિક(મેરુની અપેક્ષા) ઊંચો છે; એક લાખ યોજન સાધિક સર્વાગ્ર છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેની પર્યાયોની અપેક્ષા અશાશ્વત છે અને અસ્તિત્વની અપેક્ષા સદા હતો અને સદા રહેશે, તેથી શાશ્વત છે.
આ જંબૂઢીપ પૃથ્વી પાણી જીવ અને પુલ પરિણામ રૂપ છે. બધા જીવ અહીંયા પાંચ સ્થાવર રૂપમાં અનંતવાર અથવા અનેકવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે.
આ દ્વીપમાં અનેક જંબૂવૃક્ષ છે, જંબૂવન છે, વનખંડ છે.જંબૂ સુદર્શન નામક શાશ્વત વૃક્ષ છે. જેના પર જંબૂઢીપનો સ્વામી અનાદત મહર્તિક દેવ રહે છે, આ કારણે આ દ્વીપનું જંબૂદ્વીપ એ શાશ્વત નામ છે. નોંધ:- વિશેષ જાણકારી માટે આ સૂત્રના અનુવાદ યુક્ત અને વિવેચન યુક્ત સંસ્કરણોનું તથા જંબૂદ્વીપના નકશાનું અધ્યયન કરવું જોઈએ.
'જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ સંપૂર્ણ પરિશિષ્ટ – ૧
- જૈન સિદ્ધાંત અને વર્તમાન જ્ઞાત દુનિયા >
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અને જીવાભિગમ સૂત્રમાં ભૂમિભાગ સંબંધી વિસ્તૃત વર્ણન છે. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં એક જ દ્વીપનું સ્પષ્ટ અને પરિપૂર્ણ વર્ણન છે. એનું ઉપયોગપૂર્વક અને ચિંતનયુક્ત અધ્યયન કરી લેવાથી મસ્તિષ્કમાં પરિપૂર્ણ આ ક્ષેત્રનો નકશો સાક્ષાત્ ચિત્રિત થઈ જાય છે.
દક્ષિણથી ઉત્તર અર્થાતુ ભરતથી ઐરાવત સુધી, પૂર્વથી પશ્ચિમ સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્ર અને મધ્ય મેરુ સુદર્શન મંદર પર્વત વગેરે, નદી, પર્વત, ક્ષેત્ર, દ્રહ, કૂટ, ભવન, પુષ્કરણિઓ, પ્રાસાદાવતંસક વગેરે આંખોની સામે શ્રત જ્ઞાનના રૂપમાં પ્રત્યક્ષ થઈ જાય છે.
સવાલ – આ શ્રુત જ્ઞાનના અનંતર આ સવાલ સ્વાભાવિક થાય છે કે વર્તમાન પ્રત્યક્ષીભૂત પૃથ્વી અને સૈદ્ધાંતિક જ્ઞાનનો સુમેળ કેવી રીતે થાય છે?
સમાધાન - આના માટે સમાધાન આ પ્રકારે સમજવું જોઈએ. આજના વૈજ્ઞાનિક સાધન તેમજ વૈજ્ઞાનિક મંતવ્ય સીમિત જ છે. માટે એના અનુસાર જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org