________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
તત્ત્વ છે. બીજા સૂત્રોમાં પણ એવા તત્ત્વો કોઈક અંશે જોઈ શકાય છે. જેનશાસ્ત્રોના નિર્માણ કર્તા એવા ભ્રમકારક શબ્દોનો પ્રયોગ, પ્રેરણાત્મક વાક્યોના રૂપમાં, કોઈપણ અન્ય અર્થના લક્ષ્યથી પણ કરી શકતા નથી. કેમ કે એવું કરવું તેઓને માટે યોગ્ય પણ નથી અને સંયમોચિત પણ નથી. સૂત્ર સંસ્કરણ:- આ સૂત્ર પર આચાર્ય મલયગિરિની ટીકા ઉપલબ્ધ છે, જે મુદ્રિત છે. નિયુક્તિકાર શ્રી દ્વિતીય ભદ્રબાહુ સ્વામીએ પણ આ સૂત્ર પર નિયુક્તિ વ્યાખ્યા કરેલ હતી, એવો સંકેત પ્રાપ્ત થાય છે. આચાર્ય ઘાસીલાલજી મ.સા. એ પોતાની સમસ્ત આગમોની ટીકા કરવાની પ્રતિજ્ઞા અનુસાર આ સૂત્રની પણ ટીકા લખી છે. જે મુદ્રિત હિન્દી, સંસ્કૃત, ગુજરાતી ત્રણેય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આના પૂર્વે આચાર્યશ્રી અમોલક ઋષિજી મ.સાહેબે ઉર આગમોનું હિન્દી અનુવાદ સાથે મુદ્રણ કરાવ્યું હતું. એમાં પણ અનુવાદ સહિત અને આવશ્યક ગણિત વિસ્તાર સાથે આ સૂત્ર મુદ્રિત છે.
વર્તમાન યુગની આધુનિક આકર્ષક પદ્ધતિના સંસ્કરણ આગમ પ્રકાશન સમિતિ વ્યાવરથી મુદ્રિત થયા છે. જે સૂત્રોના અર્થ, વિવેચન, ટિપ્પણો વગેરેથી સુસજીત છે. ૩ર સૂત્રોનું એવું સર્વાગીણ મુદ્રણ પૂર્ણ થઈ ગયું છે. જે જૈન સમાજ માટે સંપ્રદાયનિરપેક્ષ રૂપની અનુપમ ઉપલબ્ધિ છે. એ શૃંખલામાં આ સૂત્રનું સંપાદન પૂજ્ય પં. રત્ન શ્રી કહૈયાલાલજી મ.સા. “કમલ” એ અર્થ પરમાર્થ ટિપ્પણોની સાથે અનેક પ્રયત્નથી કર્યો, પરંતુ પોતાના કારણોસર બાવરની તે પ્રકાશન સમિતિએ આ સૂત્રને કેવળ મૂળ પાઠ રૂપમાંજ મુદ્રિત કરાવ્યું છે. તો પણ એમાં ટિપ્પણ અને પરિશિષ્ટો દ્વારા સૂત્રનો અલ્પાંશ સ્પષ્ટ કરેલ છે. ત્યાર પછી પૂજ્ય શ્રી કન્ટયાલાલજી મ.સા. “કમલ” દ્વારા સ્વતંત્રરૂપે આ સૂત્રના અનુવાદનું પ્રકાશન અનુયોગ ટ્રસ્ટ અમદાવાદથી કરવામાં આવ્યું છે. તે સંસ્કરણની ખાસ વિશેષતા એ છે કે તેમાં પ્રક્ષિપ્તતાના સંદેહવાળા અને જૈન સિદ્ધાંતના બાધક, સત્તરમાં પ્રતિપાહડને યોગ્ય સુચન સાથે રિક્ત કરી દીધેલ છે. તે તેઓના શાસન પ્રત્યેના પ્રેમ યુક્ત નિડર વ્યક્તિત્વને પ્રગટ કરે છે. પ્રસ્તુત સંસ્કરણ – આ બધા સંસ્કરણો, વિચારો અને કલ્પનાઓને સમક્ષ રાખતા યથા પ્રસંગ આવશ્યક સમાધાનોથી સંયુક્ત કરીને આ પ્રસ્તુત સારાંશ તૈયાર કરવામાં આવ્યો છે. જે વાચકોની સેવામાં સરળ ભાષામાં જેનાગમ નવનીતના રૂપમાં અને મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાના નામે પ્રસ્તુત છે. જેનું મૂલ્યાંકન વાચક ગણ, સામાન્ય સ્વાધ્યાયી અને વિદ્વાન મનીષી સ્વયં જ કરી શકશે.
આગમ મનીષી ત્રિલોકમુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org