________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
પ્રચલનના પ્રવાહમાં આ સૂત્રમાં સ્પષ્ટ ઉપલબ્ધ નામ ભુલાઈ ગયું છે અને પર્યાય રૂપથી પ્રચલિત નામે જ પૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કાલાંતરથી સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બે જુદા સૂત્ર પણ માનવામાં આવે છે. આ બધી પરંપરા, પ્રવાહ, લિપિ કાલના દોષોનો પ્રભાવ છે. વાસ્તવમાં આ સૂત્ર પોતાની પ્રારંભિક ગાથાઓમાં પોતેજ બતાવે છે કે મારુ નામ જયોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ છે. ન તો આમાં સૂર્ય પ્રજ્ઞપ્તિ લખેલ છે અને ન ચન્દ્ર પ્રજ્ઞપ્તિ.
૧૯૨
જ્યારે એક જ આ આગમમાં પૂર્ણ સમન્વયની સાથે સૂર્ય ચન્દ્ર સંબંધી બંને પ્રકારના વિષયોનું સાંગોપાંગ પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું છે તો પછી એને કેવળ સૂર્ય પ્રજ્ઞપ્તિ માનીને, ચન્દ્ર પ્રજ્ઞપ્તિનું અલગ અસ્તિત્વ કરવું પણ ભ્રમ મૂલક છે. જે પણ આજે અલગ અસ્તિત્વ ૧-૨ પાનામાં ઉપલબ્ધ છે એમાં કેવળ વિષય પરિચાયક ગાથાઓ અને એવો જ પાઠ માત્ર છે અને લગભગ બધો એ સૂચિત વિષય આ સૂત્રમાં વર્ણિત જ છે. માટે બે સૂત્રોની કલ્પના અને અસ્તિત્વ, પર્યાય નામ અને એના પ્રચલનની પરંપરાથી તથા કાલ વ્યવધાનથી ઉત્પન્ન ભ્રમ માત્ર છે. માટે આ જ્યોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ એક જ સૂત્ર પૂર્વાચાર્ય રચિત છે. એને જ ચાહે સૂર્ય પ્રજ્ઞપ્તિ કહેવું અથવા ચન્દ્ર પ્રજ્ઞપ્તિ. આ પ્રકારે આ ત્રણે ય નામો એક જ સૂત્રના પરિચાયક છે.
રચનાકાલ અને રચનાકાર :- ગણધર પ્રભુ દ્વારા રચિત બારમા દૃષ્ટિવાદ અંગમાં વર્ણિત(આવેલ) જ્યોતિષ સંબંધી જ્ઞાનના આધારથી પૂર્વજ્ઞાનધારી કોઈ બહુશ્રુત આચાર્ય દ્વારા આ સૂત્રની રચના કરાઈ છે. ઇતિહાસમાં એ મહાન સૂત્રકારનું નામ પ્રાપ્ત થતું નથી. સાથે જ આની રચના વીર નિર્વાણ પછી કયારે થઈ એ પણ અજ્ઞાત છે.
સંભવતઃ પૂર્વોનું જ્ઞાન જ્યાં સુધી નિરાબાધ ચાલે છે ત્યાં સુધી અંગ બાહ્ય તત્ત્વજ્ઞાન વિષયક શાસ્ત્રોની રચનાની આવશ્યકતા ઉત્પન્ન થતી નથી, એ જ્ઞાનની પૂર્તિ ત્યાંથી જ થઈ જાય છે. અતઃ સંપૂર્ણ પૂર્વ વિચ્છેદ જવાની આસપાસના કે નજીકના પૂર્વના કાલમાં આવા તત્ત્વજ્ઞાનવાળા ઉપાંગ શાસ્ત્રોની પૃથક રૂપમાં સંકલના-રચના કરાય છે. તદ્નુસાર દેવદ્ધિગણી(દેવવાચક) કૃત નંદીસૂત્રની પૂર્વે કે સમકાલમાં આવા આગમોની રચના થઇ ગઈ હતી અને એને દેવર્દ્રિગણિ દ્વારા શ્રુતજ્ઞાનની સૂચિમાં સ્વીકાર કરવામાં આવેલ છે. માટે આ જૈનશાસનની શ્રુત નિધિનું એક પ્રામાણિક શાસ્ત્ર છે. કાલાંતરમાં આનું મુખ્ય સૂત્રોક્ત નામ જ્યોતિષ- ગણરાજ પ્રજ્ઞપ્તિ ગૌણ થઈને સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એ નામ પ્રમુખ બની ગયા છે અને ભ્રમવશ બે સૂત્ર માનવાને કારણે નંદીમાં પણ બે નામ લિપિ કાલથી સંપાદિત કરવામાં આવે છે. આ પ્રકારે આ શાસ્ત્ર અજ્ઞાત આચાર્યના દ્વારા અજ્ઞાતકાલમાં રચવામાં આવ્યું છે અને જૈનાગમમાં પ્રામાણિક રૂપથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે આજે પરિવર્તિત નામથી પ્રચલિત છે.
આકાર સ્વરૂપ :- આ સૂત્ર એક શ્રુત સ્કંધ રૂપ છે. આના અધ્યયન વિભાગોને ‘“પાહડ-પ્રાભૂત’” સંજ્ઞાથી કહેવાયા છે. આના અધ્યયનોના અવાંતર વિભાગ પણ છે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International