________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૯૩
એને પ્રાકૃત-પ્રાભૃત અર્થાત્ પ્રતિપ્રાભૃત કહેવાયું છે. આ શાસ્ત્ર પૂર્ણરૂપથી પ્રશ્નોત્તર શૈલીમાં છે. પ્રશ્રની અને ઉત્તરની ભાષા શૈલી પણ એક વિલક્ષણ પ્રકારની “તકાર” પ્રયોગપૂર્વક છે. ભાષા અને શૈલી સદા રચનાકારના એ સમયના માનસ પર નિર્ભર રહે છે. અનેક પ્રકારની ભાષા શૈલી અને પદ્ધતિઓના જ્ઞાતા વિદ્વાન પણ પોતાના તાત્કાલિક માનસના અનુસાર જ રચના તૈયાર કરે છે. માટે આગમ ભાષા શૈલીથી કોઈ પ્રકારની એકાંતિક કલ્પના ન કરવી જોઈએ.
આ સૂત્રમાં ર૦ પ્રાભૃત છે. કોઈક પ્રાભૃતમાં પ્રતિપ્રાભૃત પણ છે. દસમા પ્રાભૂતમાં રર પ્રતિપ્રાભૂત છે. એના પછી ૧૧ થી ૨૦ સુધીમાં પ્રતિપ્રાભૃત નથી.
ગણિત વિષયમાં સ્વાભાવિક જ થોડી વ્યક્તિઓને રસ પડે છે. માટે આ આગમનું અધ્યયન પ્રચલન ઓછું જ રહ્યું છે. જેનાથી આ સૂત્રના અર્થ પરમાર્થના જ્ઞાનમાં વધારે કઠિનતાનો અનુભવ થાય છે. સાથે જ આ વિષયનો પરિચય અલ્પ હોવાને કારણે તથા ભાષા પણ વિચિત્ર હોવાને કારણે લિપિકાલમાં પણ થોડી અલનાઓ થવી સ્વાભાવિક છે. આ કારણે વર્તમાન યુગના વિદ્વાન સંપાદન અને વ્યવસ્થિત પ્રકાશિત કરવાનાં પ્રયત્ન કરવા છતાં આના પાઠોના સંબંધમાં પણ અનેક શંકાઓ ઉપસ્થિત કરવાની પ્રવૃત્તિ કરે છે. આટલું થવા છતાં પણ એ સમસ્ત અલનાઓ સુસાધ્ય છે અને એ સંદેહ પણ સમાધાન સંભાવિત છે. જેનો અનુભવ આ સારાંશ પુસ્તિકાથી પણ ઘણું બધું પ્રાપ્ત કરી શકાય છે. વર્તમાને જે રૂપમાં આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપલબ્ધ છે એનું પરિમાણ રર૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે. સૂત્રવિષય:- આ સૂત્રનો વિષય સીમિત છે, તે છે જ્યોતિષ મંડલનો ગણિત વિષય અને એનો પરિચય. આચાર અને ધર્મકથા આમાં નથી. આ પ્રસંગથી આ સૂત્રમાં સૂર્ય, ચન્દ્ર ગ્રહ, નક્ષત્ર, તારા આ પાંચ પ્રકારના જ્યોતિષ ગણનું વર્ણન છે. સૂર્યચન્દ્રની ગતિ, ભ્રમણ મંડલ, દિવસ રાત્રિ માન તથા એની વૃદ્ધિ, હાનિ, પ્રકાશક્ષેત્ર, નક્ષત્રોના યોગ, યોગકાલ, પાંચ પ્રકારના સંવત્સર સંબંધી વિચારણાઓ, ચન્દ્રની કલાવૃદ્ધિહાનિ, રાહુવિમાન, એ પાંચે ય જ્યોતિષ ગણની સંખ્યા અને સમભૂમિથી અંતર વગેરે વિષયોનું સાંગોપાંગ વર્ણન કરાયું છે. વધારે જાણકારી પ્રારંભિક વિષય સૂચિ અને સૂત્ર સારાંશના અધ્યયનથી જ થઈ શકશે.
આ સૂત્રમાં દસમા પ્રાભૃતનો સત્તરમો પ્રતિપ્રાભૃત જૈન સમાજમાં ચર્ચાનો અને સંદિગ્ધતાનો વિષય બનેલ છે. જે આજથી નહીં સેંકડો વર્ષોથી એક પ્રશ્નચિહ્ન બનેલ છે. જ્યાં આવીને પ્રત્યેક સંપાદક વિવેચક કાંતો થોભી જાય છે, અથવા તો કલ્પનાઓમાં ઉતરી જાય છે. આ બાબતમાં પ્રસ્તુત સંસ્કરણમાં પણ નવો ચિંતન અનુભવ પ્રસ્તુત કરેલ છે જેને પાઠક સ્વયં સત્તરમાં પ્રતિ પ્રાભૃતમાં જોઈ શકે છે. એનું તાત્પર્ય એ છે કે માંસ વગેરે અખાદ્ય પદાર્થોના પ્રેરક વાકયવાળા પાઠોને સૂત્રકાર યા ગણધર કે બહુશ્રુત રચનાકાર રચે નહીં પરંતુ એ લિપિકાલમાં દૂષિતમતિ લોકોના દ્વારા પ્રક્ષિપ્ત અને વિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org