________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
[સૂર્ય-ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર]
૧૯૧
પ્રસ્તાવના :
પ્રત્યેક પ્રાણી આ સંસારચક્રથી મુક્ત થવા ઇચ્છે છે. તો પણ ભાગ્યથી જ કોઇ કોઈ જીવોને સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે.
જૈન શાસ્ત્રોમાં નિર્વાણ સાધનાના સાધકો માટે વિવિધ વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. જેનાથી એમને આત્મ સ્વરૂપનું અને આજુબાજુ રહેલ પુદ્ગલ–અજીવ સ્વરૂપનું તથા સાથે જ જે ક્ષેત્રમાં, લોકમાં તે સુસ્થિત છે ત્યાંની લોક સંસ્થિતિનું, કાલચક્રનું પણ એને પરિજ્ઞાન થાય અને એનાથી તે પોતાના આત્માની લોકગત વિવિધ અવસ્થાઓનું જ્ઞાન કરી શકે અને અધ્યાત્મ ચિંતન પ્રાપ્ત કરી શકે.
આ જ ક્રમમાં કાલમાન પરિજ્ઞાનના હેતુભૂત જયોતિષીમંડલ સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર અને ગ્રહ તારાઓ સંબંધી પરિજ્ઞાનની સંકલના પણ જૈન આગમોમાં કરાઈ છે. પ્રાચીનકાલમાં ગણધર કૃત અંગ શાસ્ત્રોમાં પ્રમુખ રૂપમાં દષ્ટિવાદમાં આ વિષયની વ્યવસ્થા ઉપલબ્ધ રહી છે અને સામાન્ય રૂપમાં ભગવતી આદિ સૂત્રોમાં પણ જ્યોતિષી મંડલનો વિષયાવબોધ રહ્યો છે.
સૂત્ર નામ ઃ- કાલાંતરથી અંગબાહ્ય સૂત્રોની રચના ક્રમમાં પૂર્વ શાસ્ત્રોના આધારથી આ “જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ” સૂત્રની સંકલના બહુશ્રુત આચાર્યો દ્વારા કરાઈ છે. આ સૂત્રની પ્રારંભિક ગાથાઓમાં નામ નિર્દેશપૂર્વક કથન પૃચ્છા કહેવાઈ છે એનાથીએ સ્પષ્ટ છે કે આ આગમ જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર અથવા જ્યોતિષ રાજ પ્રજ્ઞપ્તિના નામથી જ બનાવવામાં આવ્યું છે.
જ્યોતિષીમંડલ ના રાજા અર્થાત્ ઇન્દ્ર રૂપમાં ચન્દ્ર અને સૂર્ય બન્નેનો સ્વીકાર આ સૂત્રમાં કરાયો છે. માટે જ વ્યવહાર અને પરિચયમાં ક્યારેક એના માટે સૂર્ય પ્રજ્ઞપ્તિ યા ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સંજ્ઞારૂપ નામ પણ પ્રયુક્ત થવા લાગ્યા છે. કારણ કે આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિમાં ચંદ્ર અને સૂર્ય બન્ને સંબંધી પ્રાયઃ બધા વિષયોનું સંકલન છે.
કોઈ વ્યક્તિનું એક અથવા અનેક નામ હોય છે. એ જ કાલાંતરથી ભ્રમના કારણે બે ભિન્ન વ્યક્તિ માની લેવાય છે અને કયારેક કોઈ બે સમાન નામવાળા જુદા જુદા વ્યક્તિઓને પણ કાલાંતરે ભ્રમથી એક માની લેવાય છે, એવો ભ્રમ થવો સ્વાભાવિક છે અને કેટલાય ઐતિહાસિક તત્ત્વોમાં પણ એવું થયું છે.
આ જ પ્રકારે આ આગમ સમ્મત સુસ્પષ્ટ નામવાળા જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રના પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એમ નામ પ્રચલિત થયા છે અને આ
Jain Education International *
- For Private & Personal Use Only
www.jainelibrary.org