________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રા
૧૮૯
જ્ઞાત ક્ષેત્ર જે છે તે પૃથ્વીનું અતિ અલ્પતમ ક્ષેત્ર છે અને ચક્ષુ સીમા ભ્રમથી આ પૃથ્વીનો આકાર દડા જેવો ગોળ દેખાઈ અને મનાઈ રહ્યો છે. પહાડોથી અને સમુદ્રી જળોથી બાધિત અને દૂરસ્થ હોવાથી તે જૈનાગમોક્ત સ્થળોને જોઈ શકવામાં અને ત્યાં પહોંચવામાં અસમર્થ છે.
પરિશિષ્ટ–૨:
( સિદ્ધાયતનોની પ્રક્ષેપ પ્રવૃત્તિનું જ્વલંત પ્રમાણ
કોઈપણ શાશ્વત સ્થાનોના માલિક દેવનો એ ક્ષેત્રના યોગ્ય સ્થાનમાં નિવાસ હોય છે. બધા દ્રહોના અધિપતિ દેવ દેવીના એના મધ્યસ્થાનીય પદ્મ પર ભવન હોય છે. ત્યાં તેમના મુખ્ય નિવાસ સ્થાન હોય છે. કૂટોના અને ગોળ પર્વતોના માલિક દેવ એના શિખરસ્થ સ્થાન પર રહે છે. ત્યાં જ એમના ભવન હોય છે. દ્રહોના અનુસાર શાશ્વત વૃક્ષોના માલિક દેવના ભવન એના મધ્ય સ્થાનમાં અર્થાત્ ચાર શાખાઓની વચમાં હોવા જોઈએ અર્થાત્ જમ્બુ સુદર્શન અને પૂરા જંબૂદ્વીપના માલિક દેવનો નિવાસ પણ જમ્મુ સુદર્શન વૃક્ષની ચાર શાખાઓના મધ્ય સ્થાનમાં હોવો જોઈએ. એજ પ્રકારે કૂટે શાલ્મલી વૃક્ષના માલિક દેવનું નિવાસ સ્થાન ચાર શાખાઓના મધ્યસ્થાનમાં હોવું જોઈએ. ગોળ પર્વતોના અનુસાર મેરુ પર્વતના અધિપતિ દેવનું સ્થાન મેરુની ચૂલિકા પર શીર્ષસ્થ સ્થાન પર હોવું જોઈએ. પરંતુ સિદ્ધાયતનના પાઠ પ્રક્ષેપની ધૂનવાળાએ પોતાના પ્રક્ષેપ પરિવર્તનની સર્વ સત્તાના નશામાં મદર મેરુ પર્વતના માલિકદેવનું સ્થાન-નિવાસસ્થાન જ ગાયબ કરી દીધું છે. ઉપલબ્ધ મેરુ પર્વતના વિસ્તૃત વર્ણનમાં કયાંય પણ મેરુ પર્વતના સ્વામી અધિપતિ દેવનું ભવન અવશેષ નથી રહ્યું. કોઈ પણ વિદ્વાન શોધીને ગોતવા માગે તો જોઈ શકે છે.
મેરુના ચારેવનોની પૂર્વ આદિ ચારે દિશાઓમાં ૧૬ સિદ્ધાયતન કહેવાયા છે. વિદિશાઓમાં ઈન્દ્રોના પ્રાસાદાવતસક કહ્યા છે. ભદ્રશાલ વનના આઠ દિશા હસ્તિ કૂટો પર આઠ અન્ય દેવ કહ્યા છે. નંદનવનના આઠ કૂટો પર દેવીઓ છે. બલકૂટ પર બલ દેવ છે. મેરુ ચૂલિકા પર સિદ્ધાયતન કહેવાયા છે. હવે આપ જોશે કે મંદર મેરુના સ્વામી દેવ મંદિર માટે એક પણ સ્થાન નથી બચાવ્યું
વાસ્તવમાં એની ચૂલિકા જ એના માલિક દેવનું નિવાસ સ્થાન આગમમાં હતું. ત્યાં આપણાં પ્રક્ષેપના નશામાં મહારથીઓએ સિદ્ધાયતન લાવીને ગોઠવી દીધું છે. આ રીતે પ્રક્ષેપકારોનો ભાંડો સ્પષ્ટપણે ફૂટી જાય છે.
Jain Educgion International
ivate & Personal use
www.jainelibrary.org