________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
દૃષ્ટિ સીમાથી મોટી વસ્તુને ચારે તરફ ગોળ જોઈને સમાપ્ત કરી લે છે. આ ભ્રમને વશીભૂત થઈને આજના માનવને પૃથ્વીનો અંત દેખાય છે અને તે દડા(બોલ) જેવી ગોળ પૃથ્વી માનવા પર આવી જાય છે. એ જ ચર્મ ચક્ષુઓનો ભ્રમ કહેવાય છે.
૧૮૮
માટે વૈજ્ઞાનિકોની શોધનો મૂળ સિદ્ધાંત ભ્રમ પૂર્ણ હોવાથી આગળ અધિક સફળ થઈને ભૂભાગનો પતો લગાવી શકતા નથી. કેમ કે પહેલાં લક્ષ્ય બિન્દુનો સિદ્ધાંત સાચો હોય તોજ એનું આગળ ગમન સાચી ગતિને પ્રાપ્ત કરી શકે છે. લક્ષ્ય બિન્દુનો સાચો સિદ્ધાંત સ્વીકાર કરી લેવા પર પણ જો સામર્થ્યનો અભાવ છે તો પણ સફળ ગમન નથી થઈ શકતું. જેમ કોઈની ચાલવાની શક્તિનું સામર્થ્ય દિવસ ભર જો બે માઈલ ચાલવાનું છે તો તે એક લાખ માઈલ ક્ષેત્ર પગે જવાનો સાચો માર્ગ જાણવા છતાં હિમ્મત કરી શકતો નથી અને કોઈ વ્યક્તિ જ્વર રોગથી વ્યાપ્ત છે અને તે જે જ્વરથી એનું સામર્થ્ય અવરુદ્ધ છે તો તે જાણેલા જોયેલા ક્ષેત્રમાં પણ ૫-૧૫ પગલાની મંજીલ પણ પાર કરી શકતો નથી.
એજ કારણે વૈજ્ઞાનિક લોકો મૂળ માન્યતાના ભ્રમથી અને પૂર્ણ સામર્થ્યના અભાવથી જૈન સિદ્ધાંત કથિત આ ક્ષેત્રો સ્થળોને પ્રાપ્ત કરી શકતા નથી અને જૈન સિદ્ધાંત અનુસાર સાચુ જાણવા માનવાવાળા પણ સામર્થ્યના અભાવમાં જઈ શકતા નથી.
પરંતુ જો કોઈને તપ અથવા સંયમથી જપ, મંત્ર, આદિથી કોઈ અલૌકિક શક્તિ ઉત્પન્ન થઇ હોય તો તે જઈ શકે છે અથવા દેવ સ્મરણ કરીને એને બોલાવીને એના સહયોગથી એ દૂર અતિ દૂર સ્થળો પર પણ માનવ ક્ષણ ભરમાં જઈ શકે છે.
-
સવાલ :– શું વૈજ્ઞાનિક લોકો એટલા મૂર્ખ માનવામાં આવે છે કે એવા ભ્રમને પણ નથી સમજી શકતા ?
જવાબ ઃ– મોટા વિદ્વાનોના મંતવ્ય પણ અલગ અલગ અને વિપરીત હોય છે. એનાથી એ વિદ્વાનો બધા મૂર્ખ નથી કહેવાતા. એ પોતપોતાની ચિંતન દૃષ્ટિ હોય છે. આજે અનેક ધર્મ, શાસ્ત્ર, પૃથ્વીને પ્લેટ સમાન ગોળ અને અતિ વિસ્તારવાળી માને છે અને વૈજ્ઞાનિક પૃથ્વીને સીમિત અને દડા જેવી ગોળ બતાવે છે તો શું એ બધા ધર્મશાસ્ત્ર પ્રણેતાઓને મૂર્ખ કહેવાય? નહીં. એવું કથન કરવું વિવેકપૂર્ણ નથી. માટે આ દષ્ટિ ભ્રમ, ચિંતન ભ્રમને, ભ્રમ શબ્દથી જ જાણવું યોગ્ય છે.
સાર ઃ- આ આપણી પૃથ્વી અત્યંત વિશાળ અરબો-ખરબો માઈલની અર્થાત્ અસંખ્ય માઈલની લાંબી પહોળી ગોળ પ્લેટ(રકાબી)ના આકાર જેવી છે. માનવ અને વૈજ્ઞાનિકોની પાસે સાધન શક્તિ ધન શક્તિ અત્યંલ્પ છે. અતઃ એમને પ્રાપ્ત અને
Jain Education International
Personal Use
www.athelibrary.org