________________
૧૦૪,
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત,
અનાદિ પ્રતિમાઓ અને સિદ્ધાયતનોના હોવાની કાંઈપણ સાર્થક્તા એવં સંગતિ થઈ શકતી નથી. જો કોઈ વ્યક્તિની કે મનુષ્યના આત્માની પ્રતિમા ત્યાં નથી તો તે વગર વ્યક્તિત્વની પ્રતિમા કેવી છે? અને કોની છે? અર્થાત્ તે વગર અસ્તિત્વની આકાશ કુસુમવત્ હોય છે. આ પ્રકારે વગર વ્યક્તિત્વની પ્રતિમા અને જિનાલયનું હોવુંનિરર્થક છે. તેથી એવું પ્રતીત થાય છે કે આ શાશ્વત સ્થાનોના ઉક્ત જિનાલયો સિદ્ધાયતનો અને પ્રતિમાઓથી કોઈ પણ પ્રયોજન નથી. જેથી આ સ્પષ્ટ થાય છે કે મધ્ય કાલમાં કોઈના દ્વારા એવા પાઠ કલ્પિત કરી યત્ર તત્ર આગમમાં જોડી દીધા છે.
આ પ્રસંગમાં નમોત્થણના પાઠની પ્રાચીન પ્રતિઓમાં ભેદ મળવા, ઉપાશક દશા એવં વ્યવહાર સૂત્રના ચૈત્ય પાઠમાં પ્રતિભેદ મળવા, રાજપ્રશ્રીય સૂત્રમાં દેવલોક ગત સિદ્ધાયતનમાં, વર્તમાન ચોવીસીના પ્રથમ અને અંતિમ તીર્થકરના નામ મળવા, પ્રત્યેક સામાનિક આદિ દેવોના સુધર્મા સભાઓની નજીકમાં સિદ્ધાયતનમાં ૧૦૮ પ્રતિમાઓનું હોવું (એ ૧૦૮ વ્યક્તિ કોણ છે જેમને જિન કહેવાય છે અને દેવ એમની પૂજા કરે, એમાં એકનું પણ નામ નથી કહ્યું. વગર નામના આ જિન કેવા) જંબુ વૃક્ષ અને કૂટ શાલ્મલી વૃક્ષની શાખાઓની વચમાં સિદ્ધાયતન અને એના ચારે બાજુ માલિક દેવના ચાર ભવન, મેરુ ચૂલિકાની ઉપર સિદ્ધાયતન કહેવું અને એજ પાઠમાં કયાંક ભવન શબ્દનું પણ ઉપલબ્ધ હોવું ઇત્યાદિ અનેક પ્રમાણ ઉક્ત અનુમાનના સહ્યોગી છે. વિશેષ જાણકારી માટે ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટનું(સારાંશ ખંડ-૪માં) અધ્યયન કરવું જોઈએ તથા આ સૂત્રમાં પણ આગળ પરિશિષ્ટ જુઓ.
બન્ને વૃક્ષોના વનોમાં દિશાઓમાં ભવન અને વિદિશાઓમાં પુષ્કરણિઓ છે. જ્યારે મેરુના ચારે વનોનું વર્ણન પણ એવા જ ભવન પુષ્કરણિઓ કૂટોવાળા છે. તો ત્યાં સિદ્વાયતન કેમ હોઈ શકે? જે પંડકવનના ભલામણયુક્ત (સંક્ષિપ્ત) પાઠમાં ભવન રૂપમાં ઉપલબ્ધ છે.
ભવન સર્વત્ર લંબાઈથી અર્ધા પહોળા કહેલ છે. અર્થાત્ લાંબા અને ચોખૂણ કહેલ છે. જ્યારે સિદ્ધાયતન અન્ય સૂત્રોમાં અને આ સૂત્રમાં વર્ષધર પર્વત આદિ બધા પર્વતો પર ગોળ કહેલ છે. તો પણ ભદ્રશાલ આદિ ચારે વનોમાં ચોખુણ છે. જંબૂવૃક્ષના પ્રકરણમાં પણ ચોખૂણ છે. આનાથી પણ સ્પષ્ટ છે કે વાસ્તવમાં આ ભવન છે એને જ પાઠ પરિવર્તન કરી સિદ્ધાયતન કહી દીધા છે. જ્યારે એની લંબાઈ, પહોળાઈનું વર્ણન ભવન હોવાના પાઠને સિદ્ધ કરે છે. જે પંડકવનના સંક્ષિપ્ત પાઠથી પણ પુષ્ટ થાય છે.
આ પ્રકારે આ પ્રમાણિત થાય છે કે કયાંક ગોળાકાર કૂટોને સિદ્ધાયતન બનાવી દેવામાં આવેલ છે અને કયાંક લાંબા ચોખ્ખણ ભવનોને પણ સિદ્ધાયતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org