________________
તવ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૦૯
કરવામાં આવશે.
પછી બધા દેવો નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ મનાવે છે અને પોતપોતાના દેવલોકમાં પહોંચે છે. પદિશાકુમારીઓ – ૮ અધો લોકમાં, ૮ મેરુના નંદનવનમાં, ૮૪૪ = ૩ર રુચક પર્વતની ચાર દિશાઓમાં, ૪ વિદિશાઓમાં અને ચાર મધ્ય ભાગમાં આ પ્રકારે ૮+૮+૩+૪+૪ = ૫દિશાકુમારીઓ ભવનપતિના દિશાકુમાર જાતિની ઋદ્ધિવાન દેવીઓ છે.
આઠ અધો લોકની કહેલ દેવીઓના ચાર નામ ગજદંતાકાર વક્ષસ્કારની કુટની દેવીઓના નામ સમાન છે. અને ચાર નામ જુદા છે. આ અપેક્ષાએ આ આઠ દેવીઓ ને કવચિત ગજદતા પર નિવાસ કરવાવાળી પણ કહેવામાં આવે છે. વાસ્તવિક તથ્ય એ છે કે મૂલ પાઠમાં અધોલોકવાસીની કહેલ છે અને ગજદંતાકાર વક્ષસ્કારના વર્ણનમાં મૂલપાઠમાં દિશાકુમારીઓ હોવાનો કોઈ સંકેત નથી, કેવલ ચાર નામ સદશ હોવા માત્રથી કિંચિત્ કલ્પના કરાય છે. જ ઈન્દ્રઃ-૧૦ ભવનપતિના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૨૦ ઇન્દ્ર છે. ભૂત પિશાચ આદિ આઠ અને આણપની આદિ આઠ એમ ૧૬ જાતિના વ્યંતરોને ઉત્તરદક્ષિણની અપેક્ષા ૩ર ઈન્દ્ર છે. જયોતિષીના બે ઇન્દ્ર છે અને વૈમાનિકના આઠ દેવલોકોના આઠ ઈન્દ્ર છે. નવમા દસમાના એક અને અગિયારમા બારમાના એક એમ કુલ ૧૦ વૈમાનિકના ઇન્દ્ર છે. આ પ્રકારે ૨૦+૩+૨+૧૦=૪૪. ઈન્દ્રોના ઘંટાઃ– વૈમાનિકના પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા ઇન્દ્રના સુઘોષા ઘંટા, હરિસેગમેષી સેનાધિપતિ, ઉત્તરમાં નિર્માણ માર્ગ અને દક્ષિણ પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. - બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઇન્દ્રની મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ નામક સેનાધિપતિ, નિર્માણ માર્ગ(દેવલોકથી નીકળવાનો રસ્તો), દક્ષિણમાં એવં ઉત્તર પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. વિમાન નામ :– યાન વિમાન અને એના અધિપતિ દેવના નામ ક્રમશઃ દસ ઇન્દ્રોના આ પ્રકારે છે. (૧) પાલક (ર) પુષ્પક (૩) સૌમનસ (૪) શ્રીવત્સ (૫) નંદાવર્ત (૬) કામગમ (૭) પ્રીતિગમ (૮) મનોરમ (૯) વિમલ (૧૦) સર્વતોભદ્ર મંગલ – અષ્ટ મંગલ આ છે. (૧) દર્પણ (૨) ભદ્રાસન (૩) વર્ધમાનક (૪) કળશ (૫) મત્સ્ય (૬) શ્રીવત્સ (૭) સ્વસ્તિક (૮) નંદાવર્ત
છઠ્ઠો વક્ષસ્કાર પૂર્વ વક્ષસ્કારોમાં જે જંબૂદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન કર્યું છે. એજ વિષયોને અહીં સંકલન પદ્ધતિથી કહેલ છે. તે સંકલનના વિષય ૧૦ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org