________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૦૦
9606
પછી તીર્થકરની માતાની પાસે આવીને તીર્થકરને હથેળીઓમાં ગ્રહણ કરે છે અને તીર્થકર માતાને હાથથી પકડીને એ દક્ષિણી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. બંનેને સિંહાસન પર બેસાડીને તેલાદિથી અત્યંગ કરીને એના પછી ઉબટન કરીને પૂર્વી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. ત્યાં સ્નાન વિધિ કરાવીને પછી ઉત્તરી ગૃહના ચોખંડામાં લાવે છે અને ચુલ્લહિમવંત પર્વતથી મંગાવેલા ચંદનથી હવન કરે છે. પછી એ રાખની રક્ષા પોટલી બનાવીને તીર્થકર અને એની માતાને ડાકણ, શાકન, નજર આદિ દોષોથી બચાવવા માટે બાંધી દે છે. પછી બે મણિરત્નમય પત્થરોને ઘસીને અવાજ ભગવાનના કાનની પાસે કરીને એને પોતાની તરફ આકર્ષિત કરીને દીર્ધાયુ થવાના આર્શીવચન આપે છે.
પછી યથા સ્થાન લાવીને માતાને સુવડાવી દે છે અને તેની બાજુમાં તીર્થકર ભગવાનને સુવડાવી દે છે. આ બધા કાર્યક્રમમાં એ બધા દેવદેવીઓ ભાગ લે છે, ગાવાનું વગાડવાનું વગેરે કરે છે. સુવડાવ્યા પછી એ ૫૬ દિશાકુમારીઓ મળીને ત્યાંજ રહીને મંગળ ગીત ગાય છે. ચોસઠ ઇન્દ્રો દ્વારા જન્માભિષેક:- શક્રેન્દ્રનું આસન ચલાયમાન થતાં અને જ્ઞાનમાં ઉપયોગ લગાવવાથી તીર્થકર ભગવાનનો જન્મ થવાની જાણ થાય છે. સિંહાસનથી ઉતરીને મુખ સામે ઉત્તરાસંગ લગાવીને ડાબો પગ ઊંચો કરીને ત્રણ વાર મસ્તક નમાવીને વંદન કરે છે. પછી સિદ્ધોને નમોણ દઈને તીર્થકર ભગવાનને નમોત્થણના પાઠથી સ્તુતિ કરીને નમસ્કાર કરે છે. પુનઃ સિંહાસનાઢ થઈને પાયદળ સેનાના અધિપતિ હરિગમેષી દેવના દ્વારા સુઘોષા ઘંટા વગડાવીને બધા દેવ દેવીઓને સાવધાન કરીને તીર્થકર જન્મ મહોત્સવ પર જવાની સૂચના દેવડાવે છે. અવિલંબ બધા દેવો ઉપસ્થિત થાય છે. પાલક વિમાનનો અધિપતિ આભિયોગિક દેવ શક્રેન્દ્રનો આદેશ પામીને વિમાનને સુસજ્જિત અને તૈયાર કરે છે. આ પ્રકારે અવિલંબ પ્રસ્થાન કરે છે. નંદીશ્વર દ્વીપમાં દક્ષિણ-પૂર્વમાં રતિકર પર્વત(ઉત્પાત પર્વત) પર આવીને વિમાનને સંકુચિત કરીને તીર્થકરની જન્મનગરીમાં આવે છે. અધોલોકની દિશાકુમારીની સમાન યાવતુ માતાને ભયભીત નહીં થવાને માટે નિવેદન કરે છે. શહેન્દ્રના પાંચ રૂ૫ :- તત્પશ્ચાતુ માતાને નિદ્રાધીન કરી દે છે અને તીર્થકર ભગવાનના જેવા શિશુરૂપની વિદુર્વણા કરીને માતાની પાસે રાખી દે છે. શકેન્દ્ર સ્વયંના પાંચ રૂપવિકર્વિત કરે છે. એક રૂપથી તીર્થકરને પોતાની હથેળીમાં લે છે, એક રૂપથી છત્ર, બે રૂપોથી બંને બાજુમાં ચામર અને એક રૂપમાં વજ હાથમાં લઈને આગળ ચાલે છે. આ પ્રકારે બધા દેવ દેવીઓની સાથે તે શક્રેન્દ્ર મેરુ પર્વત પર પંડકવનમાં પહોંચીને દક્ષિણી અભિષેક શિલા પર સ્થિત સિંહાસન પર તીર્થકરને લઈને બેસી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org