________________
૧૮૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત
(૧) ખંડ - એક લાખ યોજન લાંબા પહોળા જંબૂદ્વીપના ભરતક્ષેત્ર પ્રમાણ પહોળાઈ વાળા ૧૯0 ખંડ થઈ શકે છે. અર્થાત પર ૧૯0 = એક લાખ થાય છે. (૨) યોજન:- જો જંબુદ્વીપ ક્ષેત્રના એક યોજનાના લાંબા, પહોળા ખંડ કલ્પિત કરીએ તો ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ સાત અરબ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એક સો પચાસ ખંડ થાય છે. (૩) વર્ષ ક્ષેત્ર – સાત છે– ભરત, ઐરાવત, હેમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યફવર્ષ, અને મહાવિદેહ. (૪) પર્વત - ૨૯ છે. ચાર્ટ જુઓ– ચોથા વક્ષસ્કારમાં. (૫) કૂટ:- ૪૬૭+૫૮ = પરપ છે. ચાર્ટ જુઓ– ચોથા વક્ષસ્કારમાં. (૬) તીર્થ - માગધ, વરદામ, પ્રભાસ, આ ત્રણે તીર્થ ૩ર વિજયમાં અને ભારત ઐરાવતમાં છે. અતઃ ૩૪ x ૩ = ૧૦ર છે. (૭) શ્રેણિઓ :- ૩૪ વિજયોમાં બે વિદ્યાધરોની અને બે આભિયોગીકોની શ્રેણિઓ છે. અતઃ ૩૪ x ૨ x ૨ = ૧૩૬ શ્રેણિઓ છે. (૮) વિજય, ગુફા, રાજધાની આદિ – ૩૪ વિજય છે, ૩૪ રાજધાનીઓ છે, ૩૪ 8ષભ કુટ છે, ૩૪ x ૨ = ૬૮ ગુફાઓ છે અને એમના ૬૮ કતમાલક અને નૃતમાલક નામક કુલ દેવ છે. (૯) દ્રહ:- ૧૬મહાદ્રહ છે. પ દેવ કુરુમાં પ ઉત્તર કુરુમાં દર વર્ષધર પર્વતો પર છે. એમ કુલ ૫૫+ = ૧૬ છે. (૧૦) નદી – ૬વર્ષધર પર્વતોમાંથી ૧૪ મહાનદીઓ નીકળી છે. ૩ર વિજયોમાં ૬૪ નદીઓ કુંડોમાંથી નીકળી છે અને ૧ર અંતર નદીઓ પણ કુંડોમાંથી નીકળી છે. તે કુલ ૧૪+૪+૧ર = ૯૦ મહાનદીઓ છે. ચૌદ મહાનદીઓના નામ આ પ્રકારે છે :
(૧) ગંગા (૨) સિંધુ (૩) રકતા, (૪) રકતવતી (૫) રોહિતા (૬) રોહિતાશા () સુવર્ણ કૂલા (૮) રુખ્યમૂલા (૯) હરિસલિલા (૧૦) હરિકાંતા (૧૧) નરકાંતા (૨) નારીતા (૧૩) સીતા (૧૪) સીતોદા એમ ક્રમશઃ ભરત એરવત, હેમવંત, હે યેવંત, હરિવાસ, રમ્યવાસ અને મહાવિદેહની નદીઓ છે. ૪ નદીઓ ગંગા, રિ, રક્તા, રક્તવતી એમ ચારે ૧૬-૧૬ની સંખ્યામાં મહાવિદેહમાં છે. ૧ર અંતર નક ઓના નામ પહેલી વિજયથી ૩ર વિજય સુધી ક્રમશઃ આ પ્રકારે છે. (૧) ગ્રાહાવતી (૨) દ્રહાવતી (૩) પકાવતી (૪) તપ્તકલા (૫) મજલા (૬) ઉન્મત્તલા (૭) ક્ષીરોદા (૮) શીતશ્રોતા (૯) અંતરવાહિની (૧૦) ઉર્મિમાલિની (૧૧) ફેણમાલિની (૧૨) ગંભીરમાલિની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org