________________
૧૦૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આવે છે. એમની સાથે ૪ મહત્તરિકા, ચાર હજાર સામાનિક દેવ આદિ અનેક દેવ દેવીઓનો પરિવાર સેંકડો સ્તંભોવાળા વિપુર્વણાથી તૈયાર કરેલા વિશાલ વિમાનમાં આવે છે. આકાશમાં રહેલા વિમાન દ્વારા તીર્થંકર જન્મ ભવનની ત્રણ વાર પ્રદક્ષિણા લગાવીને ઉત્તર પૂર્વ વિભાગમાં યથાસ્થાનવિમાનને ભૂમિ પર ઉતારે છે. તે વિમાન ભૂમિથી ચાર અંગલ ઉપર રહે છે.
વિમાનથી ઉતરીને બધા દેવ-દેવી શોભાયાત્રારૂપે તીર્થંકરના જન્મ ભવનની પાસે આવે છે. દિશાકુમારીઓ અંદર જઈને તીર્થંકરની માતાને મસ્તક પર અંજલિ કરતાં આવર્તન કરીને પ્રણામ કરે છે. ‘રત્ન કુક્ષ ધારિણી' આદિ સારા સંબોધન(વિશેષણો)થી એમને સંમાનિત કરી ધન્યવાદ, પુણ્યવાદ અને કૃતાર્થવાદ દેતાં, પોતાનો પરિચય અને આવવાનું કારણ કહે છે તથા ‘ભયભીત થશો નહીં’ એવું નિવેદન કરે છે. પછી તે એ નગરીની તથા એની આસપાસ એક યોજન પ્રમાણના ક્ષેત્રની સફાઈ કરે છે. જે પણ નાનો મોટો કચરો ગંદકી આદિ હોય એને પૂર્ણતયા સાફ કરી, પુનઃ આવીને તીર્થંકરની માતાથી યોગ્ય દૂર રહીને ગીત ગાતા સમય વ્યતીત કરે છે.
(૨) ઉર્ધ્વ લોકમાં મેરુના નંદનવનમાં ૮ ફૂટો પર રહેવાવાળી ઉર્ધ્વ લોકવાસિની આઠ દિશાકુમારીઓ પણ આવે છે. આના સંબંધી વર્ણન પૂર્વવત્ સમજવું. આ દિશાકુમારીઓ મંદ મંદ વૃષ્ટિ કરી એવં પુષ્પ વૃષ્ટિ કરી તે નગરીને દેવોને આવવાને યોગ્ય સુગંધિત બનાવીને, તીર્થંકરની માતાની પાસે આવીને ગીત ગાતા ઊભી રહે છે.
(૩) રુચક દ્વીપના મધ્યવર્તી રુચક પર્વત પર પૂર્વદિશામાં રહેવાવાળી ૮ દિશા કુમારીઓ પૂર્વવત્ આવે છે, તીર્થંકરની માતાને નમસ્કાર આદિ કરીને હાથમાં દર્પણ લઈને પૂર્વદિશામાં ઉભી રહે છે.
આ પ્રકારે રુચક પર્વતની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેવાવાળી ૮-૮ દિશાકુમારીઓ આવે છે અને વંદના નમસ્કાર કરીને ક્રમશઃ ઝારી, પંખા અને ચામર હાથમાં લઈને પોત પોતાની દિશામાં ઉભી રહે છે.
ચાર વિદિશાની એક એક એમ કુલ ચાર દેવીઓ રુચક પર્વતથી આવે છે. ઉક્ત વિધિ પૂર્વક ચારે વિદિશામાં દીપક લઈને ઉભી રહે છે.
(૪) મધ્ય રુચક પર્વત વાસિની ચાર દિશાકુમારીઓ આવે છે અને ઉક્ત વિધિથી શિષ્ટાચાર કરીને પછી તીર્થંકરના નાભિનાલને ચાર અંગુલ છોડીને કાપે છે અને યથાસ્થાન પર ખાડો ખોદીને એમાં દાટી દે છે(અવશેષ ખાડાને રત્નોથી પૂરીને હરતાલના દ્વારા એના પર ચબૂતરો બનાવે છે). એની ત્રણ દિશાઓમાં કદલી ગ્રહની રચના કરીને એ ત્રણેમાં એક-એક ચોખડું બનાવે છે. પ્રત્યેક ચોખંડામાં સિંહાસન બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org