________________
તત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિભાગોને કાંડ કહેવામાં આવે છે. મંદર મેરુ પર્વતના ત્રણ વિભાગ છે. (૧) નીચેનો (૨) મધ્યનો (૩) ઉપરનો.
નીચેનો વિભાગ ચાર પ્રકારનો છે. (૧) પૃથ્વીમય-માટીમય (૨) પાષાણ– મય (૩) વજ્રમય–હીરકમય. (૪) શર્કરા–કંકરમય.
૧૬૦
મધ્યમ વિભાગ ચાર પ્રકારનો છે– (૧) અંકરત્નમય (૨) સ્ફટિક રત્નમય (૩) સુવર્ણમય (૪) રજત(ચાંદી) મય.
ઉપરનો વિભાગ એક પ્રકારનો સર્વજમ્મૂનદ સુવર્ણમય છે.
નીચેનો કાંડ ૧૦૦૦ યોજનનો છે. મધ્યમકાંડ ૩૦૦૦ યોજનનો છે અને ઉપરીકાંડ ૩૬૦૦૦ યોજનનો છે. એમ કુલ એક લાખ યોજનનો મંદર મેરુ પર્વતનો સર્વાગ્ર છે.
મંદર મેરુ પર્વતના નામ ઃ– મેરુ પર્વતના ૧૬ નામ છે (૧) મંદર (૨) મેરુ (૩) મનોરમ (૪) સુદર્શન (૫) સ્વયંપ્રભ (૬) ગિરિરાજ (૭) રત્નોચ્ચય (૮) શિલોચ્ચય (૯) લોકમધ્ય (૧૦) લોકનાભિ (૧૧) અચ્છ (૧૨) સૂર્યાવર્ત (૧૩) સૂર્યાવરણ (૧૪) ઉત્તમ (૧૫) દિશાદિ(દિશાઓના આદિ સ્થલ) (૧૬) અવતંસક,
મંદર નામક સ્વામી દેવ આ પર્વત પર નિવાસ કરે છે. માટે મંદર મેરુ પર્વત એ એનું અનાદિ શાશ્વત નામ છે.(સ્વામી દેવનું રહેવાનું સ્થાન બતાવવામાં આવ્યું નથી, તેના માટે જુઓ આ સૂત્રના અંતમાં પરિશિષ્ટ).
આ પ્રકારે આ સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું.
નીલવાન વર્ષધર પર્વત ઃ- આ પર્વત દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્રની અને ઉત્તરમાં રમ્યાસ યુગલિક ક્ષેત્રની સીમા કરવાવાળો છે. મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે. શેષ સંપૂર્ણ વર્ણન નિષધ પર્વતના જેવું છે. નામોમાં અંતર છે. યથા- કેશરીદ્રહ, સીતાનદી, નારીકતા નદી, કૂટોના નામ– (૧) સિદ્ધ (૨) નીલ (૩) પૂર્વ વિદેહ (૪) સીતા (૫) કીર્તિ (૬) નારી (૭) અપરવિદેહ (૮) રમ્યકકૂટ (૯) ઉપદર્શન
ફૂટ.
સીતાનદીનું સંપૂર્ણ વર્ણન સીતોદા નદીના જેવું છે. પરંતુ એ કેશરી દ્રહમાંથી નીકળી દક્ષિણમાં જાય છે. સીતા કુંડથી નીકળી દક્ષિણાભિમુખ જઈને મેરુની પાસે પૂર્વાભિમુખ થઈને પૂર્વી મહાવિદેહની વચમાંથી જઈને બંને બાજુ સ્થિત ૧ થી ૮ એવં ૯ થી ૧૬ વિજયોની હજારો નદિઓને પોતાનામાં ભેળવતી જંબૂદ્દીપની જગતીના પૂર્વી વિજયદ્વાર નીચેથી થઈને લવણ સમુદ્રમાં મળે છે.
૯
નારીકતા નદીનું વર્ણન હરિકતા નદી જેવું છે. વિશેષ એ કે નારીકતા ઉત્તરાભિમુખ થઈને રમ્યાસ ક્ષેત્રમાં જાય છે. ગંધાપાતી વૃત વૈતાઢયથી પશ્ચિમમાં વળી જાય છે. રમ્યાસ ક્ષેત્રની વચ્ચોવચ થઈને આગળ જગતીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org