________________
તવ શાસ્ત્ર : જંબૂલીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૫
ભદ્રશાલ વનના ૮ વિભાગ થઈ ગયા છે. આ આઠે વિભાગોની એક દિશામાં નદી અને એક દિશામાં વક્ષસ્કાર પર્વત છે અને એક દિશામાં મેરુપર્વત છે. ચોથી દિશા વિસ્તૃત છે જેમાં આગળ જઈને વિજયો છે. અથવા નિષધનીલ પર્વત છે.
આ વનમાં મેરુથી આઠ દિશાઓમાં (૪ દિશા ૪ વિદિશામાં) સિદ્ધાયતન અને પુષ્કરણિઓ છે. તે આ પ્રકારે છે– પૂર્વ આદિ ચાર દિશાઓમાં મેરુથી ૫૦ યોજન દૂર એક એક સિદ્ધાયતન છે અને વિદિશાઓમાં ૫૦-૫0 યોજન દૂર ચાર ચાર પુષ્કરણિઓ છે. એ ચારેની વચમાં એક-એક પ્રાસાદાવતેસક(મહેલ) છે. ચાર પ્રાસાદોમાંથી બેશકેન્દ્રના અને બે ઈશાનેન્દ્રના છે. મહાવિદેહની મધ્યરેખાથી ઉત્તરવાળા બંને ઈશાનેન્દ્રના છે અને દક્ષિણવાળા બંને શક્રેન્દ્રના છે.
આ વનમાં રહેલા આઠેય વિભાગોમાં વિદિશામાં એક એક હસ્તિટ છે. જે પોત પોતાના ખંડની મધ્યમાં હોવા સંભવ છે. એના નામ આ પ્રકારે છે. ૧.પદ્મોતર ૨. નીલવંત ૩. સુહસ્તી ૪. અંજનાગિરિ ૫. કુમુદ ૬. પલાસ ૭. અવતંસ ૮. રોચનાગિરિ. ચુલ્લહિમવંત પર્વતના કૂટો જેવી એની ઊંચાઈ આદિ છે. આ વન ચારે દિશામાં કિનારા પર પધવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. ઉત્તર દક્ષિણનું ભદ્રશાલવન દેવકુ ઉત્તરકુરુક્ષેત્રમાં અવસ્થિત છે અને તે પૂર્વમાં પહેલી, ૧૬ મી વિજય સુધી અને પશ્ચિમમાં ૧૭ મી, ૩ર મી વિજય સુધી વિસ્તૃત છે. (ર) નંદનવન - સમભૂમિથી ૫00 યોજન ઉપર નંદનવન છે. જે ૫00 યોજન પહોળું વલયાકાર મેરુની ચારેતરફ છે. અહીંયા પર આમંતર પર્વતનો ૮૯૫૪૬ યોજન વિષ્કમ છે અને નંદનવનની બહારની અપેક્ષા પર્વતનો વિખંભ ૯૯૫૪ યોજન છે. આ વનની ચારે તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે. ભદ્રશાલ વનની સમાન આમાં પણ ચાર દિશાઓમાં સિદ્ધાયતન વિદિશાઓમાં વાવડીઓ પ્રાસાદ તથા ૮ ફૂટ છે. કૂટોના નામ- (૧) નન્દનવન ફૂટ (૨) મંદર કૂટ (૩) નિષધ ફૂટ (૪) હિમવંતકૂટ (૫) રજતકૂટ (૬) ચકકૂટ. (૭) સાગરકૂટ (૮) વજકૂટ. આ ઉપરાંત એક બેલ નામક નવમો કૂટ ઉત્તરપૂર્વમાં વિશેષ છે. જે હજાર યોજન ઊંચો છે. અર્થાત્ હરિસ્સહકુટના સદશ પરિમાણવાળો છે. આઠ કૂટોના સ્વામી દેવીઓ છે. નવમાં ''બલ" કૂટનો સ્વામી બેલ નામક દેવ છે. સ્વામી દેવ દેવીના નામ પણ કૂટના સદેશ નથી, પ્રાયઃ ભિન્ન નામ છે. જ્યારે ભદ્રશાલ વનના હસ્તિ કૂટોના નામ અને સ્વામી દેવોના નામ પૂર્ણ સદશ છે અને બધા દેવ છે, દેવી નથી. (૩) સોમનસવન :- નંદનવનની સમભૂમિથી ૬૨૫00 યોજન ઉપર ૫00 યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. પદ્મવર વેદિકા અને વન ખંડથી ઘેરાએલ છે. અહીં કૂટ નથી, શેષ પ્રાસાદ આદિ નંદનવનની સમાન છે. આ વનમાં મેરુ પર્વતનો આત્યંતર વિખંભ ૩ર૭૨ યોજન અને બાહા નિષ્ઠમ ૪૨૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org