________________
તવ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રા
૧૬૩
ચિત્રવિચિત્રકૂટ પર્વત – નિષધ પર્વતથી ૮૩૪ યોજન દૂર, ઉત્તરમાં સીતોદા નદીની પાસે, બંને તરફ બંને યમક પર્વતોની સમાન ચિત્ર વિચિત્ર કૂટ નામક પર્વત છે. એનાથી ૮૩૪ યોજન દૂર ઉત્તરમાં સીતાદા નદીની વચમાં પહેલો નિષેધ દ્રહ, એના પછી એટલા જ અંતર પર ક્રમશઃ (૧) નિબંધ, (૨) દેવકુરુ, (૩) સુર (૪) સુલસ, (૫) વિધુતપ્રભ આ પાંચ દ્રહ છે અને ૧૦૦ કંચનક પર્વત છે. તેનું વર્ણન ઉત્તર કુરુની સમાન છે. કૂટશાલ્મલી પીઠ :– સીતાદા મહાનદીના દ્વારા દેવકુરુક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. (૧) પૂર્વી દેવ કુરુ (૨) પશ્ચિમી દેવ કુરુ, પશ્ચિમી દેવ કુરુક્ષેત્રની વચ્ચોવચ કુટ શાલ્મલી પીઠ છે, એના પર ચબુતરો છે અને એ ચબુતરા પર કટ શાલ્મલી વૃક્ષ છે. સંપૂર્ણ વર્ણન જંબૂ સુદર્શન વૃક્ષની સમાન છે. એનો અધિપતિ ગરુડ દેવ છે. યુગલિકક્ષેત્ર સંબંધી અને અન્ય અવશેષ વર્ણન ઉત્તર કુરુની સમાન છે. વિધુ—ભ વક્ષસ્કાર પર્વત - આ ગજાંતાકાર પર્વત ૧૭મી વિજયના પૂર્વમાં અને દેવકુરુક્ષેત્રના પશ્ચિમી કિનારા પર છે. એનું સંપૂર્ણ વર્ણન માલ્યવંત વક્ષસ્કાર પર્વતની સમાન છે. એના પર ૯ ફૂટ છે. યથા (૧) સિદ્ધાયતન (ર) વિધુત્વભ (૩) દેવકુરુ (૪) પદ્ય (૫) કનક (૬) સ્વસ્તિક (૭) સીતોદા (૮) શતંજ્વલ (૯) હરિકૂટ. નવમાં હરિકૂટનું વર્ણન હરિસ્સહ કૂટની સમાન છે, જે ૧૦૦૦ યોજન ઊંચો છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. આઠ ફૂટોનું વર્ણન અન્ય કૂટોની સદશ છે.
આ દેવકુરુ યુગલિક ક્ષેત્રનું વર્ણન અધિકાંશતઃ ઉત્તર કુરુક્ષેત્રના સમાન પૂર્ણ થયું. (૧૧) વિજય વર્ણન ૧૭ થી ૨૪ સુધી – વિધુ—ભવક્ષસ્કારની પાસે પશ્ચિમમાં, નિષધ પર્વતથી ઉત્તરમાં, સીસોદા નદીની દક્ષિણમાં ૧૭ મી પક્ષ્મ વિજય છે. એના પછી ક્રમશઃ ૧૮ થી ૨૪ સુધી વિજય છે. એની વચમાં ૩ નદીઓ અને ચાર પર્વત પૂર્વવર્ણન સમાન છે. એના નામ આ પ્રકારે છે– વિજય – ૧૭. પક્ષ્મ ૧૮. સુપર્મ ૧૯. મહાપર્મ, ૨૦. પશ્મકાવતી ર૧. શંખ રર. કુમુદ ૨૩. નલિન ૨૪. નલિનાવતી (સલિલાવતી) એની રાજધાનીઓ – ૧. અશ્વપુરી ર. સિંહપુરી ૩. મહાપુરી ૪. વિજયપુરી ૫. અપરાજીતા ૬. અરજા ૭. અશોકા ૮. વીતશોકા. વક્ષસ્કાર પર્વત – ૧. અંકાવતી ૨. પદ્માવતી ૩. આર્શીવિષ ૪. સુખાવહ. નદિઓ – ૧. શીરોદા, ૨. શીતસોતા નદી ૩. અંતરવાહિની. (૧૨) સીતોદા મુખવન – સીતોદા નદીનું જ્યાં લવણ સમુદ્રમાં પ્રવેશ સ્થાન છે એના બંને તરફ ૨૪ મી અને રપ મી વિજયની લંબાઈની સમાંતરે ઉત્તરી અને
દક્ષિણી સીતોદા મુખ વન છે. એનું વર્ણન સીતા મુખવનની સમાન છે. અન્યત્ર Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org