________________
| ૧૬૪
ગમીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા
આવેલ વર્ણનો અનુસાર આ બંને વન તથા ર૪ મી અને રપમી વિજય નીચા લોકમાં છે. અર્થાત્ ૧000 યોજન ઊંડે છે. (૧૩) વિજય ર૫ થી ૩ર સુધી – ઉત્તરી સીતોદા મુખવનની પાસે પૂર્વમાં ૨૫મી વિજય છે. એ વિજયની ઉત્તરમાં નીલવંત પર્વત છે. પછી ક્રમશઃ ર૬મીથી ૩ર મી વિજય પણ પૂર્વ-પૂર્વમાં છે. એની વચમાં ચાર પર્વત અને ૩ નદિઓ પૂર્વવત્ છે. એના નામ આ પ્રકારે છે.વિજય - ૨૫. વપ્રા ૨૬. સુવપ્રા ૨૭. મહાવપ્રા ૨૮. વપ્રાવતી ર૯. વલ્ગ ૩૦. સુવલ્ગ ૩૧. ગંધિલ ૩૨. ગન્ધિલાવતી. રાજધાની - ૧. વિજય ર, વેજયંતી ૩. જયંતિ ૪. અપરાજિતા પ. ચક્રપુરી ૬. ખગપુરી ૭. અવધ્યા ૮. અયોધ્યા. પર્વત – ૧. ચન્દ્ર પર્વત ૨. સૂર્ય પર્વત ૩. નાગ પર્વત ૪. દેવ પર્વત. નદિઓ – ૧. ઉર્મિમાલિની ૨. ફેણમાલિની ૩. ગંભીરમાલિની. (૧૪) મંદર મેરુ પર્વતઃ– આ પર્વતનું નામ "મંદર" છે. એનો અર્થ છે કેન્દ્રસ્થાન, મધ્યસ્થાન. આ પર્વત પણ જબૂદીપની બધી દિશાઓથી મધ્યમાં છે, અઢી દ્વીપની મધ્યમાં છે, તિચ્છા લોકની મધ્યમાં છે અને આ મહાવિદેહ ક્ષેત્રની પણ લંબાઈ અને પહોળાઈ બંને અપેક્ષાથી મધ્યમાં છે. અર્થાત્ આ પર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્ર ૪૫૦૦0 યોજન છે. ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૧૮૪૨ ટ યોજન છે. વચમાં આ પર્વત ૧0000 યોજનનો ભૂમિ પર લાંબો પહોળો ગોળાકાર છે. ત્રણ ગણી સાધિક પરિધિ છે. ૯૯ હજાર યોજન ભૂમિથી ઊંચો છે. ૧000 યોજન ભૂમિમાં ઊંડો છે. શિખર તલ પર ૧000 યોજન લાંબો પહોળો ગોળાકાર સમતલ છે. વચમાં ક્રમશઃ વિખંભ ઓછા થતા ગયા છે જે ૧0000 થી ઘટતાં-ઘટતાં શિખર સુધી 1000 યોજન થાય છે. સમભૂમિ પર આ પર્વત વન ખંડ અને પદ્મવર વેદિકાથી ઘેરાએલો છે.
આ પર્વત પર ચાર શ્રેષ્ઠવન છે. ૧. ભદ્રશાલ વન ર. નંદનવન ૩. સોમનસ વન ૪. પંડક વન. (૧) ભદ્રશાલવન:- આ વન ઉપવન સમભૂમિ પર મેરુની ચારે તરફ પથરાયેલું છે. ઉત્તર દક્ષિણમાં મેથી ૫૦૦-૫૦૦યોજન પ્રમાણ છે. મેરુથી પૂર્વમાં ૨૦૦૦ યોજન પ્રમાણ છે. એટલો જ પશ્ચિમમાં છે. આ ભદ્રશાલ વનમાં ચારે ય વક્ષસ્કાર(ગજદંતા) પર્વત પણ મેરુને સ્પર્શ કરી રહ્યા છે. સીતા સીતોદા બંને નદિઓ પણ મેરુના બે યોજન પાસેથી નીકળી રહી છે. આ પ્રકારે ચાર પર્વતોથી ચાર વિભાગ થાય છે અને આ ચારેય વિભાગોમાં એક એક નદી બે બે વિભાગોમાં જવાથી ચારે વિભાગોના બે બે ખંડ કરે છે. માટે ચાર પર્વત અને બે નદીથી આ
Jain Education International " -- - - -• •• .. ..
For Private & Personal Use Only
www.jainelibrary.org