________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧પ૯
રાજધાની, વેદિકા, વનખંડ, ભવન આદિ વર્ણન જ્યારે જ્યાં પહેલીવાર આવેલ છે ત્યાં તેમનો આવશ્યક પરિચય દેવામાં આવેલ છે. પછી વારંવાર એમનો પ્રસંગ આવવા પર વર્ણન પૂર્વવત્ સમજી લેવું જોઈએ.
જંબુસુદર્શનનું આ નામ શાશ્વત છે. અનાદત દેવ જંબૂદ્વીપના અધિપતિ દેવા આના પર રહે છે. એમની એક પલ્યોપમની સ્થિતિ છે. એના ૧ર પર્યાય નામ છે.
ઉત્તર કુરુક્ષેત્રમાં ઉત્તર કુનામક આ ક્ષેત્રના અધિપતિ દેવ અહીંયા રહે છે. આ ઉત્તરકુરુક્ષેત્ર નામ પણ શાશ્વત છે. આ અકર્મભૂમિ રૂ૫ યુગલિક ક્ષેત્ર છે. અવસર્પિણીના પહેલા આરાના પ્રારંભ જેવું અહીંયાનું ક્ષેત્ર અને માનવ સ્વભાવ તથા અન્ય વ્યવહાર છે. માલ્યવાન વક્ષસ્કાર – ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વતની સમાન જ આ પર્વતનું વર્ણન છે. ગંધમાદન ઉત્તરકુરુક્ષેત્રના પશ્ચિમી કિનારે છે અને આ માલ્યવાન વક્ષસ્કાર પૂર્વ કિનારે છે. આ બંને વક્ષસ્કાર પહેલી અને બત્રીસમી વિજયની સીમા કરનારા પણ છે. તે લંબાઈમાં અડધી વિજય સુધી અર્થાત્ વૈતાઢય સુધી આ સીમા કરે છે. એની આગળ એ મેરુની તરફ વળેલ હોવાથી વિજયની સીમાથી દૂર થઈ જાય છે.
માલ્યવાન પર્વત પર ૯ કટ છે. (ગંધમાદન પર ૭ ફૂટ છે) એમના નામ આ પ્રકારે છે. (૧) સિદ્ધાયતન (૨) માલ્યવાન (૩) ઉત્તરકુરુ (૪) કચ્છ(૫) સાગર (૬) રજત (૭) સીતા (૮) પૂર્ણભદ્ર (૯) હરિસ્સહ આ ક્રમશઃ મેરુની તરફથી નીલવંત સુધી છે. સિદ્ધાયતન કૂટ મેરુની પાસે છે. આ કૂટોનું માપ પૂર્વવત્ છે. પરંતુ નવમો હરિસ્સહ કુટ જે નીલવંત પર્વતની નજીક છે, તે ૧000 યોજન ઊંચો છે. યમક પર્વતના જેવું એનું સંપૂર્ણ પરિમાણ છે. પાંચ ફૂટ નીલવંત પર્વતથી દક્ષિણ દિશામાં છે અને બાકીના ચાર વળાંકવાળા સ્થાનમાં અર્થાતુ વિદિશામાં છે. આ પર્વત પર ઘણા જ ગુલ્મ ઘણી જગ્યાએ છે, જે ફૂલ વેરતા રહે છે. ઋદ્ધિવાન માલ્યવંત દેવ અહીંયા રહે છે, અતઃ માલ્યવંત વક્ષસ્કાર એ એનું શાશ્વત નામ છે.
આ પ્રકારે આ ઉત્તર કુરુક્ષેત્રના વર્ણનમાં બે વક્ષસ્કાર, બે યમક પર્વત, ૫ દ્રહ, ૨૦૦ કંચનક પર્વત, જંબૂ સુદર્શન વૃક્ષ, એના ૧00 યોજનવાળા પ્રથમ વનખંડમાં ભવન પુષ્કરણિઓ, ૮ કૂટ, માલ્યવાન વક્ષસ્કાર અને એના પર ૧૦૦૦ યોજનવાળા હરિસ્સહ કૂટ ઇત્યાદિ વર્ણન કરવામાં આવ્યા છે. આ ઉત્તર કુરુક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું. (૭) ૧ થી ૮ વિજય :- માલ્યવાન પર્વતથી અર્થાત્ ઉત્તર કુરુક્ષેત્રથી પૂર્વમાં પહેલી કચ્છ વિજય છે. એની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં સીતા નદી, પશ્ચિમમાં અડધી દૂર સુધી માલ્યવંત પર્વત અને અડધે દૂર સુધી ભદ્રશાલ વનની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org