________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞાતિ સૂત્ર
૧પ૦
આ પર્વતમાંથી સદાય ઈષ્ટ સુગંધ ફેલાતી રહે છે, ગંધમાદન નામક પરમ ઋદ્ધિ સંપન્ન દેવ આના પર નિવાસ કરે છે, એના લીધે આ પર્વતનું અનાદિ શાશ્વત નામ ગંધમાદન વક્ષસ્કાર” સીમા કરવાવાળો પર્વત છે.
ઉત્તર કુરુક્ષેત્રમાં ૩ પલ્યોપમની સ્થિતિવાળા, ૩ કોશની અવગાહનાવાળા યુગલિક મુનષ્ય રહે છે. આ ક્ષેત્રનું અને મનુષ્યોનું સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના પ્રથમ આરાના પ્રારંભકાળની સમાન છે. યમક પર્વતઃ– નીલવંત વર્ષઘર પર્વતની ૮૩૪-યોજન દક્ષિણમાં સીતા નદીની બંને બાજુ હજાર યોજન ઊંચા, હજાર યોજન મૂળમાં પહોળા, ૭૫૦યોજન વચમાં અને ૫૦૦ યોજન ઉપર પહોળા બે પર્વત છે. બન્નેના નામ યમક પર્વત છે. એ ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સુવર્ણમય છે. બન્ને ઉપર દર યોજન ઊંચા ૩૧ યોજન લાંબા-પહોળા એક-એક પ્રાસાદાવતંસક છે. એમાં યમક નામનો દેવા પોતાના પરિવાર સહિત રહે છે. ઉત્તર દિશામાં એની યમિકા રાજધાની અન્ય જંબૂદ્વીપમાં છે. પાંચદ્રહ અને ૧૦૦ કંચનક પર્વતઃ– આ બંને પર્વતોથી ૮૩૪ યોજન દૂર દક્ષિણમાં સીતા નદીના મધ્યમાં નીલવંત દ્રહ છે. પૂર્વ પશ્ચિમ ૫૦૦ યોજન પહોળો અને ઉત્તર દક્ષિણ ૧૦૦૦ યોજન લાંબો છે. લંબાઈને ૧૦૦૦ યોજનની પાસે ૧૦-૧૦યોજનના અંતરે ૧૦-૧૦ કંચનક પર્વત છે. અર્થાતુદ્રહના પૂર્વ કિનારે ૧૦ અને પશ્ચિમ કિનારે ૧૦ એમ કુલ ૨૦ કંચનક પર્વત એક દ્રહના બંને તટો પર છે. આ પર્વતો ૧૦0 યોજન ઊંચા અને મૂળમાં સો યોજન અને શિખર પર ૫૦ યોજન વિષ્કલવાળા છે; ગોપુચ્છ સંસ્થાનમાં છે. આ દસ-દસ પર્વતોના ૧૦ યોજનનું અંતર અને 100 યોજન અવગાહન મળીને કુલ ૧૦૯૦ યોજના ક્ષેત્ર અવગાહન કરેલ છે. જેમાં પહેલો અને અંતિમ કંચનક પર્વત નીલવંત પદ્મદ્રહની લંબાઈની સીમા થી ૪૫-૪૫ યોજન બહાર નીકળેલા હોવાથી ૧૦૯૦ યોજન ક્ષેત્ર હોય છે.
(૧) નીલવંત દ્રહની સમાન જ (૨) ઉત્તર કુરુ દ્રહ (૩) ચન્દ્ર દ્રહ (૪) ઐરાવત દ્રહ (૫) માલ્યવંત દ્રહનું વર્ણન સમજવું અને બંને તરફ મળીને ૨૦-૨૦ કંચનક પર્વતનું વર્ણન પણ જાણવું. આ રીતે કુલ ૫ દ્રહ અને ૧૦૦ કંચનક પર્વત છે. આ બધાના સ્વામી દેવ પલ્યોપમની સ્થિતિવાળા છે. જંબૂ સુદર્શન વૃક્ષ નામ શાશ્વતઃ– ઉત્તર કુરુક્ષેત્રમાં સીતા મહાનદીના પૂર્વ કિનારે જંબુપીઠ છે, જે વચમાં 10 યોજન જાડો છે. કિનારા પર બે કોશ જાડો છે. ૫00 યોજન લાંબો પહોળો ગોળાકાર છે. પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. સર્વ જંબૂનદ જાતીય સુવર્ણમય છે. ચારે દિશામાં સોપાન-સીડીઓ છે.
આ બૂપીઠની વચમાં ૮ યોજન લાંબો, પહોળો, જાડો ચબૂતરો છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org