________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
|
૧પપ
દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે અર્થાત્ બધા પર્વત જગતને ભેદી સમુદ્ર સુધી પહોંચે છે. એ પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હરિવર્ષક્ષેત્રથી બે ગણો (૧૬૮૪રયોજન) પહોળો અને ૪00 યોજન ઊંચો, રુચક સંસ્થાન સંસ્થિત છે. શેષ વર્ણન મહાહિમવંત પર્વત જેવું જ છે. એના શિખર તલ પર તિગિચ્છ નામક દ્રહ છે. જે મહાપા દ્રહ થી બે ગણો છે અને એના અંદર પા અને ભવન પણ બે ગણી લંબાઈપહોળાઈવાળા છે. પદ્મોનું શેષ વર્ણન મહાપદ્મ દ્રહના જેવું જ છે. અહીં ધૃતિ નામક દેવી સપરિવાર નિવાસ કરે છે.
આ દ્રહની ઉત્તર દક્ષિણથી મહાપદ્મ દ્રહની જેમ બે નદિઓ નીકળે છે. દક્ષિણથી હરિ નદી નીકળે છે. જે હરિવર્ષક્ષેત્રમાં હરિપ્રપાત કુંડમાં પડે છે અને ત્યાંથી વિકટાપાતી વ્રત વૈતાઢય સુધી દક્ષિણમાં ચાલી પછી પૂર્વ દિશામાં વળે છે. આ નદી પૂર્વે હરિવર્ષ ક્ષેત્રને લંબાઈમાં બે વિભાજન કરતી પૂર્વી લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે.
આ દ્રહની ઉત્તરથી સીતોદા મહાનદી નીકળે છે. જે ઉત્તરી શિખરતલ પર ચાલતી કિનારા પર આવીને ૪00 યોજન નીચે દેવકુરુક્ષેત્રમાં રહેલ સીતોદાપ્રપાત કુંડમાં પડે છે. પછી કુંડના ઉત્તરી તોરણથી નીકળી દેવકુ ક્ષેત્રને બે ભાગોમાં વિભાજિત કરતી આગળ વધે છે. ચિત્રકૂટ પર્વત અને વિચિત્રકૂટ પર્વતોની વચમાંથી નીકળી, પાંચ દ્રહોને બે ભાગોમાં વિભાજિત કરે છે. પછી ૫૦૦ યોજન ભદ્રશાલ વનમાં જઈને એના પણ પૂર્વ પશ્ચિમ બે વિભાગ કરે છે. પછી મેરુ પર્વતથી બે યોજન દૂર રહેલા વિધુ—ભ ગજદતા પર્વતની નીચેથી નીકળી પશ્ચિમની બાજુ વળી જાય છે. ત્યાં પણ પશ્ચિમી ભદ્રશાલ વનમાં રર000 યોજના જઈને એના ઉત્તરી દક્ષિણી બે વિભાગ કરતી આગળ વધે છે. આના પછી પશ્ચિમી મહાવિદેહને બે ભાગોમાં વિભાજિત કરતી ત્યાંના ૧૬ વિજયોથી આવનારી નદિઓને પોતાનામાં સમાવિષ્ટ કરતી આગળ વધે છે. અંતમાં જગતીના જયંત દ્વારની નીચે(૧૦૦૦ યોજના નીચે) જઈને લવણ સમુદ્રની સીમામાં પ્રવેશ કરે છે. કારણ કે પશ્ચિમી મહાવિદેહ આગળ જતાં નીચે ઢોળાવ રૂપમાં રહેલું હોવાથી ૨૪મી અને રપમી વિજય અધોલોકમાં છે અર્થાત્ સમભૂમિથી ૧000 યોજન નીચે છે. પૂર્વ મહાવિદેહ આ રીતે નથી પરંતુ સમતળ છે.
નિષધ પર્વત પર૯ ફૂટ છે યથા– (૧) સિદ્ધાયતન ફૂટ (૨) નિષધકૂટ (૩) હરિવર્ણકૂટ (૪) પૂર્વવિદેહ કૂટ (૫) હરિકૂટ (૬) ધૃતિકૂટ (૭) સીતોદાકૂટ (૮) પશ્ચિમ વિદેહ કૂટ (૯) રુચક કૂટ. આ પર્વત બધા તપનીય સુવર્ણમય છે. આ પર્વત પર નિષધ નામક મહદ્ધિક દેવ રહે છે. એટલા માટે આ પર્વતનું નિષધ' એ શાશ્વત નામ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org