________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞાતિ સૂત્ર
૧પ૩
(પર્યક) સંસ્થાનવાળું ક્ષેત્ર છે. આ ક્ષેત્રની લંબાઈ, પહોળાઈથી મધ્યમાં શબ્દાપાતી વૃત વેતાઢય પર્વત છે. જે એક હજાર યોજન ઊંચો અને એક હજાર યોજન લાંબો પહોળો ગોળ છે. એના સમ ભૂમિ ભાગ પર ચારે બાજુ પાવર વેદિકા અને વનખંડ છે. શિખર તલ પર પણ ચારે બાજુ કિનારા પર પધવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં શ્રેષ્ઠ પ્રાસાદ છે. જે દર યોજન ઊંચો ૩૧ યોજન લાંબો, પહોળો છે. શબ્દાપાતિ દેવ અહીં સપરિવાર રહે છે.
રોહિતા અને રોહિતાશા બે નદીઓ અને વૃત (ગોલ) વૈતાઢય પર્વતથી આ ક્ષેત્રમાં ચાર વિભાગ(ખંડ) થાય છે. આ ક્ષેત્રની પહોળાઈ ચુલ્લહિમવંત પર્વતની પહોળાઈથી બે ગણી ૨૧૦૫૧૮ યોજનની છે. આ ક્ષેત્રમાં અકર્મભૂમિજ મનુષ્ય રહે છે. ત્યાં અવસર્પિણીના ત્રીજા આરાની શરૂઆતની સમાન ભાવ વર્તે છે. મનુષ્યની ઉંમર ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે. દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષો (પ્રચલનમાં કલ્પ વૃક્ષો)થી આ મનુષ્યોના જીવનનિર્વાહ થાય છે. ઇત્યાદિ વર્ણન ત્રીજા આરાના વર્ણન સમાન જાણવું.
આ ક્ષેત્રની બન્ને બાજુ સુવર્ણમય પર્વત છે. તે સુવર્ણમય પુદ્ગલ એવું સોનેરી પ્રકાશ આ ક્ષેત્રને આપતા રહે છે. આ ક્ષેત્રના અધિપતિ દેવનું નામ હિમવંત છે. એટલે કે આ ક્ષેત્રનું હેમવત' એ અનાદિ શાશ્વત નામ છે. (૩) મહાહિમવંત પર્વત - આ પર્વત દક્ષિણમાં હેમવંત ક્ષેત્રની અને ઉત્તરમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે. પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હેમવંત ક્ષેત્રથી બે ગણા ૪૨૧૦ ૧દયોજન પહોળો એવં ૨00 યોજન ઊંચો રુચક સંસ્થાન મય છે. તે સંપૂર્ણ સુવર્ણમય છે. શેષ વર્ણન વેદિકા, દ્રહ, કૂટ આદિનું ચુલ્લહિમવંત પર્વતના વર્ણન જેવું છે.
અહીં મહાપદ્મ દ્રહ છે, જે પદ્મ દ્રહથી બમણું લાંબુ પહોળું છે. પાણીની ઊંડાઈ પદ્મદ્રહના જેવી છે. આમાં મુખ્ય પા આદિની લંબાઈ પહોળાઈ એવું ભવનની લંબાઈ પહોળાઈ પદ્મદ્રહના વર્ણન થી બે ગણી છે. લંબાઈ પહોળાઈ સિવાય બધુ વર્ણન પદ્મદ્રહના જેવું છે. અહીં હી' નામની દેવી રહે છે એનો બધો પરિવાર પધો પર રહે છે.
આ દ્રહમાં પૂર્વ પશ્ચિમથી નદી નીકળતી નથી પરંતુ ઉત્તર દક્ષિણથી નદી નીકળે છે. દક્ષિણી તોરણથી રોહિતા નદી નીકળે છે. જે સંપૂર્ણ પર્વત પર દક્ષિણ દિશામાં ચાલતી કિનારા પર પહોંચીને ર00 યોજન નીચે હેમવંત ક્ષેત્રમાં રોહિતપ્રપાત કુંડમાં પડે છે અને પછી એ કુંડના દક્ષિણી તોરણથી નીકળી દક્ષિણ દિશામાં હેમવંત ક્ષેત્રમાં ચાલતી શબ્દાપાતી વૃત વૈતાઢ્યના બે યોજન દૂરથી પૂર્વની બાજુ વળી જાય છે. જે હેમવંત ક્ષેત્રને લંબાઈમાં બે ભાગ કરતી પૂર્વી સમુદ્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org