________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞાતિ સૂત્ર
૧પ૧
છે.આ શિખર તલની લંબાઈ પહોળાઈની ઠીક મધ્યમાં એક પઘદ્રહ છે, જે 1000 યોજન લાંબુ, ૫૦૦ યોજન પહોળુ અને ૧૦યોજન ઊંડુ છે. એમાં ચારે દિશાઓમાં પગથિયા છે. એની ભીંતો રજતમય અથવા તો રત્નમય છે. દ્રહના ઉપરી કિનારા પર પદ્મવર વેદિકા અને વનખંડ છે. એમાં દસ યોજન ઊંડુ પાણી ભરેલું રહે છે. ત્રણ નદિઓથી પાણી નીકળવા છતાં પણ આ પ્રહમાં નવા અપ્લાય જીવોની અને પાણીના યોગ્ય પુલોની ઉત્પત્તિ થતી રહે છે. જેથી ૧૦ યોજન પાણીની ઊંડાઈમાં કોઈ ખાસ અંતર પડતું નથી. પઘકમલ - દ્રહની એકદમ વચમાં યોજન લાંબુ પહોળુ, અર્ધા યોજન પાણીથી બહાર અને ૧૦ યોજન પાણીમાં રહેતુ એક પ્રમુખ પદ્મ છે. જે પૃથ્વીકાયમય છે અર્થાત્ એનું મૂળ કંદ, નાલ, બાહ્ય પત્ર, આત્યંતર પત્ર, કેસરા, પુષ્કરાસ્થિ ભાગ, વિવિધ રત્ન મણિમય છે. એની કર્ણિકા-બીજ કોશ, ઉપરી શિખરસ્થ સઘન વિભાગ સુવર્ણમય છે. જેનો ભૂમિ ભાગ સમતલ ચીકણો સ્વચ્છ ઉજ્જવલ સર્વથા સુવર્ણમય છે. આ ભૂમિ ભાગ અર્ધા યોજન(ર કોશ) લાંબો પહોળો ગોળાકાર છે. એના પર ઠીક વચમાં એક કોશ લાંબુ, અર્ધી કોશ પહોળું, એક કોશ ઊંચું, સુંદર વિશાલ ઘણા સ્તંભો પર સ્થિત એક ભવન છે. જેની ત્રણ દિશામાં પાંચસો ધનુષ ઊંચા અને ૨૫૦ ધનુષ પહોળા દ્વાર છે. ભવનની અંદર મધ્યમાં ૫૦૦ ધનુષ લાંબો પહોળો ર૫૦ ધનુષ ઊંચો ચબૂતરો છે. એના પર વિશાળ દેવ શય્યા છે. ઇત્યાદિ વર્ણન ભવનો જેવું છે. આ ભવન શ્રી દેવીનું છે. એની સ્થિતિ એક પલ્યોપમની છે. પઘોની સંખ્યા – મુખ્ય પદ્મથી થોડે દૂર ચારે તરફ ગોળાકાર પરિધિરૂપ ૧૦૮ પદ્મ હારબંધ આવ્યા છે. એની બહાર મુખ્ય પાથી (૧) પશ્ચિમોત્તરમાં ઉત્તરમાં અને ઉત્તરપૂર્વમાં ચાર હજાર સામાનિક દેવોના પધ છે. (ર) પૂર્વમાં ચાર મહરિકાઓના ચાર પદ્મ છે. (૩) દક્ષિણપૂર્વમાં આવ્યંતર પરિષદના દેવોના ૮000 પદ્મ છે. (૪) દક્ષિણમાં મધ્યમ પરિષદના 10000 પપ છે. (પ) પશ્ચિમ દક્ષિણમાં બાહ્ય પરિષદના ૧૨000 પદ્મ છે. (૬) પશ્ચિમમાં સાત અનિકાધિપતિઓના સાત પદ્મ છે. (૭) પછી આ બધા પધોને ઘેરતા ચોતરફ પરિધિરૂપ ગોળાઈમાં આત્મરક્ષક દેવોના ૧૬O)0 પદ્મ છે. આ પ0 હજાર એકસો ઓગણીસ પા અને એના સ્વામી દેવ દેવી પણ શ્રી દેવીના પરિવારરૂપ છે. આ પધોની કર્ણિકા પર બધાના ભવન છે. શ્રી દેવીનું મુખ્ય પ મળીને ૫૦૧૨૦ કુલ પા છે. આ બધા પધોને ઘેરતા ત્રણ વેદિકા પરકોટારૂપ પદ્મ છે. જેમાં અંદરથી બહાર ક્રમશઃ ૩૪+૪૦+૪૮ લાખ પા છે. ત્રણે મળીને ૧ કરોડ ૨૦ લાખ પદ્મ છે. તેમાં ઉપરની સંખ્યા ઉમેરતાં કુલ ૧,૨૦,૫૦,૧૨૦ પદ્ધ થાય છે. એ બધા ૧૦ યોજન પાણીમાં હોય છે. પાણીની બહારનું માપ મુખ્ય કમલ જેટલું છે. મુખ્ય પદ્મને પરિવેષ્ટિત કરનાર ૧૦૮પો તેનાથી અર્ધપ્રમાણના હોય છે. તે સિવાયના પuોનું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org