________________
૧૫૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
માપ પાઠમાં સ્પષ્ટ થતું નથી.
બધા પદ્મોના કર્ણિકા વિભાગ સમતલ છે. એના પર ભવન છે અને કર્ણિકાના કિનારે અર્થાત્ પદ્મના ઉપરી ભાગ પર પદ્મવર વેદિકા તથા વન ખંડ છે. ત્રણ નદિઓ :– એ પદ્મદ્રહની પૂર્વથી ગંગા, પશ્ચિમથી સિંધુ નદી અને ઉત્તરથી રોહિતાંશા નદી નીકળે છે. રોહિતાંશા નદી ચુલ્લહિમવંત પર્વતના ઉત્તરી શિખર તલને પૂર્ણ પાર કરી હેમવંત ક્ષેત્રમાં રોહિતાશ કુંડમાં પડે છે અને એ કુંડમાં ઉત્તરી તોરણથી નીકળી ઉત્તર દિશામાં જાય છે. હેમવંતક્ષેત્રની વચ્ચોવચ સ્થિત વૃત વૈતાઢય પર્વતને બે યોજન દૂર રાખતી પશ્ચિમમાં વળી જાય છે. જે હેમવંત ક્ષેત્રની પહોળાઈની વચ્ચોવચ ચાલતી જગતીને ભેદીને લવણ સમુદ્રમાં પડે છે. અર્થાત્ ત્યાં જગતીમાં નદીના જલ પ્રવેશ જેટલો સ્થાયી માર્ગ સ્વાભાવિક શાશ્વત છે. શેષ બન્ને ગંગા સિંધુ નદિઓ ૫૦૦-૫૦૦ યોજન પર્વત પર વહીને દક્ષિણમાં વળે છે. પછી પર્વતના દક્ષિણ કિનારા સુધી ચાલીને દક્ષિણમાં ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ નામક કુંડોમાં પડે છે. જેનું વર્ણન ભરતક્ષેત્રના વર્ણનમાં કરી દીધું છે. પર્વત અને નદિઓના માપ પરિવાર આદિ આગળ ચોથા વક્ષસ્કારમાં તાલિકામાં જુઓ. નદિઓથી બન્ને કિનારે પદ્મવર વેદિકા અને વનખંડ છે.
આ
ફૂટ :- આ પવર્તના શિખર તલ પર પહોળાઈથી વચમાં ક્રમશઃ પૂર્વથી પશ્ચિમ સુધી ૧૧ ફૂટ છે. એમના નામ આ પ્રકારે છે. (૧) સિદ્ધાયતન ફૂટ (૨) ચુલ્લહિમવંત ફૂટ (૩) ભરતકૂટ (૪) ઇલાદેવી ફૂટ (૫) ગંગાદેવી કૂટ (૬) શ્રીદેવી કૂટ (૭) રોહિતાંશ ફૂટ (૮) સિંધુદેવી કૂટ (૯) સુરાદેવી કૂટ (૧૦) હેમવંત ફૂટ (૧૧) વૈશ્રમણ ફૂટ.
સિદ્ધાયતન ફૂટ સિવાય બધા ફૂટ પર એ નામોના દેવ યા દેવીના ભવન છે. પૂર્વમાં પહેલા ફૂટ બધા પર્વતો પર સિદ્ધાયતન ફૂટ છે. એના કોઈ સ્વામી દેવ નથી. પશ્ચિમમાં છેલ્લો ફૂટ વૈશ્રમણ દેવનો છે. બાકી ફૂટ આ પર્વતની બન્ને તરફ આવેલા ક્ષેત્ર, પર્વત, નદી, ગુફા, આદિના માલિક અધિષ્ઠાતા દેવ દેવીના છે. આ માલિક દેવ દેવીની ઉંમર એક પલ્યોપમની હોય છે. ફૂટોની લંબાઈ પહોળાઈ આદિ ચાર્ટમાં જુઓ.
મહાહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષા આ પર્વત નાનો છે. તેથી એનું ચુલ્લ= નાનો હિમવંત પર્વત એ શાશ્વત નામ છે. ચોખૂણ લાંબો હોવાથી આ પર્વતને રુચક સંસ્થાન કહેવામાં આવેલ છે. કારણ કે રુચક નામક ગળાનું આભૂષણ આ પ્રકારનું હોય છે.
(૨) હેમવંત યુગલિક ક્ષેત્ર :- આ ક્ષેત્રની દક્ષિણમાં ચુલ્લહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી સીમાંત પ્રદેશોને અડતુ આ ચોખૂણ લાંબુ પથંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org