________________
૧પ૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
જઈને મળે છે. સમુદ્રમાં જવા માટે જગતીમાં આ નદિઓના શાશ્વત માર્ગ હોય છે. એ માર્ગોથી જગતીના નીચે થઈને સમુદ્રમાં મળી જાય છે. આ દ્રહથી નીકળનારી બધી મહાનદિઓ અન્ય હજારો નાની નદિઓને પોતાનામાં સમાવિષ્ટ કરતી સમુદ્ર સુધી આગળ વધે છે.
મહાપદ્મદ્રહના ઉત્તરી તોરણથી હરિકતા મહાનદી નીકળે છે જે ઉત્તર દિશામાં શિખર તલ પર ચાલતી પર્વતના કિનારે પહોંચે છે. ત્યાં જિલ્ઝાકાર બનેલા માર્ગ(મોખી)થી ર00 યોજન નીચે હરિવર્ષ ક્ષેત્રમાં હરિમંત પ્રપાત કુંડમાં પડે છે અને પછી આ કુંડના ઉત્તરી તોરણથી નીકળી હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્તર દિશામાં ચાલી જાય છે. ત્યાં વચ્ચોવચ રહેલા વિકટાપાતી વ્રત વૈતાઢયની પાસે થઈ પશ્ચિમ બાજુ વળી જાય છે. આગળ પશ્ચિમમાં ચાલતી હરિવર્ષ ક્ષેત્રના લંબાઈમાં બે વિભાગ કરતી કિનારા સુધી જાય છે અને ત્યાં પશ્ચિમ લવણ સમુદ્રમાં સમાવિષ્ટ થઈ જાય છે.
- આ મહા હિમવંત પર્વત પર આઠ ફૂટ છે. યથા – (૧) સિદ્ધાયતન કૂટ (૨) મહાહિમવંત કૂટ (૩) હેમવંત કૂટ (૪)રોહિત ફૂટ (૫) હી ફૂટ (૬) હરિવંત કૂટ (૭) હરિવાસ ફૂટ (૮) વૈડૂર્ય કૂટ.
ચુલ્લહિમવંત પર્વતથી આ પર્વત બધી અપેક્ષાએ વિશાળ છે. એવું મહાહિમવંત એના અધિપતિ દેવ અહીં રહે છે. એટલે મહાહિમવંત પર્વત એ શાશ્વત નામ છે. (૪) હરિવર્ષ ક્ષેત્ર – હેમવત ક્ષેત્રના જેવું જ આ ક્ષેત્ર બે નદીઓ અને વૃત વૈતાઢય પર્વતથી ચાર ભાગોમાં વિભાજિત છે. પૂર્વ પશ્ચિમ લાંબુ, ઉત્તર દક્ષિણ મહાહિમવંત પર્વતથી બેગણ(૮૪ર૧દયોજન) પહોળુ છે. પથંક(પર્યક) સંસ્થાન સંસ્થિત છે. એના ઉત્તરમાં નિષધ મહાપર્વત છે, દક્ષિણમાં મહાહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. એમાં અકર્મભૂમિ યુગલિક મનુષ્ય રહે છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ હોય છે, ઇત્યાદિ અવસર્પિણીના બીજા આરાના શરૂઆત કાળનું વર્ણન જાણવું.
લંબાઈ પહોળાઈની વચ્ચોવચ વિકટાપાતી વ્રત વૈતાઢ્ય પર્વત છે. જેનું વર્ણન શબ્દાપાતી વૃત વૈતાઢયના જેવું છે. આ વૃત વૈતાઢય પર ભવનમાં અરુણ નામક સ્વામી દેવ રહે છે.
આ ક્ષેત્રનો હરિવર્ષ નામક સ્વામી દેવ છે. જે મહદ્ધિક યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળો છે. આ કારણે આ ક્ષેત્રનું શાશ્વત નામ હરિવર્ષ ક્ષેત્ર' છે. હરી અને હરિકતા નામની બે નદિઓ આ ક્ષેત્રમાં છે. હેમવંત ક્ષેત્રના જેવું જ
એના પણ ચાર વિભાગ ઇત્યાદિ અવશેષ વર્ણન છે. i (૫) નિષધ વર્ષધર પર્વત :- આ પર્વત ઉત્તરમાં મહાવિદેહ ક્ષેત્રની એવી
W.jamelibrary.org