________________
તવ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞાતિ સૂત્ર
_|
|૧૪૦ |
૧૪૯
થાય છે. આ વજસારનું બનેલ હોય છે. શત્રુ સેનાનો વિનાશક, મનોરથપૂરક, શાંતિકર, શુભંકર હોય છે. (૩) અસિ રત્ન – ૫૦ અંગુલ લાંબી, ૧૬ અંગુલ પહોળી, અંગુલ જાડી એવું ચમકતી તીક્ષ્ણ ધારવાળી તલવાર હોય છે. એ સુવર્ણમય મૂઠ એવંરત્નોથી નિર્મિત હોય છે. વિવિધ પ્રકારના મણિઓથી ચિત્રિત વેલો આદિના ચિત્રોથી યુક્ત હોય છે. શત્રુઓનો વિનાશ કરવાવાળી દુર્ભેદ્ય વસ્તુઓનો પણ ભેદ કરવાવાળી હોય છે. આને અસિરત્ન કહેવામાં આવેલ છે. (૪) છત્ર રત્ન:- ચક્રવર્તીના ધનુષ પ્રમાણ જેટલું સ્વાભાવિક લાંબુ પહોળુ અને ૯૯હજાર સુવર્ણમય તાડિઓથી યુક્ત છત્રરત્ન હોય છે. તેની તાડિઓ-શલાકાઓ દિંડથી જોડાયેલી હોય છે. તેથી ફેલાયેલું છત્ર પીંજરા સદશ પ્રતીત થાય છે. તે છત્ર છિદ્ર રહિત હોય છે. તેની મધ્યમાં સુવર્ણમય, સુદઢ દંડ હોય છે. તે વિવિધ ચિત્રોથી મણિરત્નોથી અંકિત હોય છે. ચક્રવર્તીની સંપૂર્ણ અંધાવાર સેનાનું તાપ, આંધી, વર્ષા, આદિથી રક્ષણ કરી શકે છે. એની પીઠનો ભાગ અર્જુન નામના સફેદ સોનાથી આચ્છાદિત હોય છે. તે બધી ઋતુઓમાં સુખપ્રદ હોય છે. (૫) ચર્મ રત્ન – ચર્મ નિર્મિત વસ્તુઓમાં આ સર્વોત્કૃષ્ટ હોય છે. ચક્રવર્તીના એક ધનુષ પ્રમાણ સ્વાભાવિક હોય છે. ફેલાવતા ચર્મરત્ન અને છત્રરત્ન ૧ર યોજના લાંબા અને ૯ યોજન પહોળા વિસ્તૃત થઈ જાય છે. ચર્મરત્ન પાણી ઉપર તરે છે. ચક્રવર્તીનો સંપૂર્ણ સેના પરિવાર એમાં બેસી શકે છે અને નદી પાર કરી શકે છે. આ ચર્મ અને છત્ર રત્ન બંને ચક્રવર્તીના સ્પર્શ કરવા પર વિસ્તૃત થઈ જાય છે. એ કવચની જેમ અભેદ્ય હોય છે. ૧૭ પ્રકારના ધાન્યની ખેતી એમાં તત્કાલ થાય છે. હિલ સ્ટેશન(આબુ પર્વત ઇત્યાદિપર અત્યારે પણ સામાન્ય વરસાદમાં ચૂનાની ભીંત પર એવં ટીણકવેલની ત્રાંસી છતો પર ઘણા પ્રકારની લાંબી વનસ્પતિઓ સ્વયંઉગી જાય છે. આ પ્રકારે આ ચર્મરત્નમાં કુશલ ગાથાપતિ રત્ન એકદિવસમાં ધાન્ય ઉગાડી શકે છે. એ અચલ અકંપ હોય છે. સ્વસ્તિક જેવો એનો સ્વભાવિક આકાર હોય છે. એ અનેક પ્રકારના ચિત્રોથી યુક્ત મનોહર હોય છે. છત્ર રત્નને એની સાથે જોડીને ડબ્બારૂપ બનાવવા યોગ્ય તેના કિનારા પર જોડાણ માટે સ્થાન હોય છે. () મણિ રત્ન – આ મણિરત્ન અમૂલ્ય હોય છે. ચાર અંગુલ પ્રમાણ, ત્રિકોણ, છ કિનારાવાળું હોય છે, એવું તેને પાંચતલ હોય છે. મણિરત્નોમાં શ્રેષ્ઠતમ એવું વૈર્યમણિની જાતિનું હોય છે. તે સર્વ કષ્ટ નિવારક, આરોગ્યપ્રદ, ઉપસર્ગ અને વિઘ્નહારક હોય છે. આને ધારણ કરનારા સંગ્રામમાં શસ્ત્રથી મરતા નથી, યોવન સદા સ્થિર રહે છે, એવં તેમના નખ વાળ વધતા નથી. તે ધુતિયુક્ત એવં પ્રકાશ કરનાર, મનને લોભાવનાર, અનુપમ મનોહર હોય છે. તેને હસ્તીરત્નની જમણી બાજુ મસ્તક પર બધી ચક્રવર્તી ગુફામાં પ્રવેશ કરે છે. જેથી આગળનો તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org