________________
૧૪૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
આસપાસનો માર્ગ પ્રકાશિત થાય છે. (૭) કાકણી રત્ન :- આ રત્નનું સંસ્થાન અધિકરણી અને સમચતુરસ્ત્ર બન્ને વિશેષણોવાળું હોય છે. અર્થાત્ આ એક તરફ ઓછું પહોળું અને બીજી બાજુ વધારે પહોળું હોય છે. તે ૬ તલા, ૮ ખૂણા અને ૧૨ કિનાર(કોર)વાળું હોય છે. ચાર અંગુલ પ્રમાણ, આઠ તોલાના વજનવાળું વિષનાશક હોય છે. માનોન્માનની પ્રામાણિકતાનું જ્ઞાન કરાવનારું, ગુફાના અંધકારને સૂર્યથી પણ વધારે નાશ કરે છે. તેના દ્વારા ભીંત પર ચિત્રિત ૫૦૦ધનુષ ના ૪૯ મંડલોથી(ચક્રોથી) સંપૂર્ણ ગુફામાં સૂર્યના પ્રકાશની જેમ દિવસ સમાન પ્રકાશ થઈ જાય છે. ચક્રવર્તીની છાવણીમાં રાખેલ આ રત્ન રાત્રિમાં પણ દિવસ જેવો પ્રકાશ દે છે. (૮) સેનાપતિ રત્ન – ચક્રવર્તીના જેવા શરીર-માનવાળા અત્યંત બલવાન, પરાક્રમી, ગંભીર, ઓજસ્વી, તેજસ્વી, યશસ્વી, પ્લેચ્છ ભાષા વિશારદ, મધુર ભાષી, દુષ્પવેશ્ય, દુર્ગમ સ્થાનોના અને એને પાર કરવાના જ્ઞાતા, ચક્રવર્તીની વિશાળ સેનાના તે અધિનાયક હોય છે. તે સદા અજેય હોય છે; અર્થશાસ્ત્ર, નીતિ શાસ્ત્ર, આદિમાં કુશલ હોય છે. ચક્રવર્તીની આજ્ઞાઓનું યથેષ્ટ પાલન કરનાર ભરતક્ષેત્રના ખંડમાંથી ચાર ખંડને સાધનાર(જીતનારે) હોય છે; ચક્રવર્તીના અનેક રત્નોનો(અશ્વ, હસ્તી, અસિ, ચર્મ, છત્ર, દંડ વગેરેનો) ઉપયોગ કરનાર હોય છે. (૯) ગાથાપતિ રત્ન - ચક્રવર્તી જેટલી જ અવગાહનાવાળા, ચક્રવર્તીના શેઠ, ભંડારી, કોઠારી આદિનું કાર્ય કરનાર ગાથાપતિ રત્ન હોય છે. તે ખેતી કરવામાં કુશલ, એક દિવસમાં ચર્મરત્ન પર ખેતી કરનાર હોય છે. (૧૦) વર્ધકી રત્ન:– ગ્રામ, નગર, દ્રોણમુખ, સૈન્ય, શિવિર, ગૃહ આદિનું નિર્માણ કરવામાં વર્ધકી રત્ન કુશલ હોય છે; ૮૧ પ્રકારની વાસ્તુકલાના જાણકાર, ભવન નિર્માણના બધા કાર્યના પૂર્ણ અનુભવી; કાષ્ટ કાર્ય કરવામાં કુશલ, શિલ્પ શાસ્ત્ર નિરૂપિત ૪પ દેવતાઓના સ્થાનાદિકના વિશેષ જ્ઞાતા; જલગત, સ્થલગત સુરંગો, ખાઈઓ, ઘટિકાયંત્ર, હજારો સ્તંભોથી યુક્ત પુલ આદિના નિર્માણ જ્ઞાનમાં પ્રવીણ; વ્યાકરણ જ્ઞાનમાં, શુદ્ધ નામાદિ ચયનમાં, લેખન અંકનમાં તથા દેવ-પૂજાગૃહ, ભોજન ગૃહ, વિશ્રામગૃહ, આદિના સંયોજનમાં પ્રવીણ હોય છે. માનવાહન આદિના નિર્માણમાં તે સમર્થ હોય છે. ચક્રવર્તીના છ ખંડ સાધન વિજયયાત્રાના સમયે પ્રત્યેક યોજન પર આ વર્ધકી રત્ન સૈન્ય શિવિર, તંબૂ અને પૌષધશાળા આદિ બનાવે છે. તેમનું શરીરનું માન ચક્રવર્તી જેટલું હોય છે. (૧૧) પુરોહિત રત્ન - જ્યોતિષ વિષયના જ્ઞાતા, તિથિ, મુહૂર્ત, હવન વિધિ, શાંતિ કર્મ આદિના જ્ઞાતા; અનેક ધર્મશાસ્ત્રોના જ્ઞાતા, સંસ્કૃત આદિ ભાષાઓના જાણકાર પરોહિત રત્ન હોય છે. તેમના શરીરનું માન ચક્રવર્તીના સમાન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org