________________
૧૪૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
જવા યોગ્ય બનાવી દે છે. જ્યારે બીજી બાજુ આ જ વિચાર પ્રવાહ વ્યક્તિને રાજભવન અને અરીસા મહેલમાં સર્વજ્ઞ સર્વદર્શી બનાવી શકે છે. એવું પણ વર્ણન મળી આવે છે કે ભરત ચક્રવર્તીના દાદી એટલે ભગવાન ઋષભદેવની માતાને તો હાથી પર બેઠા જ કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હતું.
ત્યાર પછી ભરત કેવલીએ પોતાના આભૂષણ આદિ ઉતારી પંચ મુષ્ઠિલોચ કર્યો અને અરીસા મહેલથી નીકળ્યા. અંતઃપુરમાં થઈ વિનીતા નગરીથી બહાર નીકળ્યા અને ૧૦ હજાર રાજાઓને પોતાની સાથે દીક્ષિત કરી મધ્યખંડમાં વિચરણ કરવા લાગ્યા. અંતમાં અષ્ટાપદ પર્વત પર સંલેખના (પાદપોપગમન) સંથારો કરી પંડિત મરણનો સ્વીકાર કર્યો.
આ પ્રકારે ભરત ચક્રવર્તી ૭૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહી એક હજાર વર્ષ માંડલિક રાજારૂપમાં, ૬ લાખ પૂર્વમાં હજાર વર્ષ ઓછા ચક્રવર્તીરૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહ્યા. એક લાખ પૂર્વ દેશોન કેવલી પર્યાયમાં રહ્યા. એક મહિનાના સંથારાથી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોને ક્ષય કરી મુકત થયા; બધા દુઃખોનો અંત કર્યો.
આ ભરત ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી રાજા ભરત થયા. એ ક્ષેત્રના માલિક દેવનું નામ પણ ભરત છે. જેમની એક પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રકારે આ ભરતક્ષેત્રનું આ નામ શાશ્વત છે, અનાદિ કાલીન છે.
૧૪ રત્નોનો વિશેષ પરિચય (૧) ચક્રરત્ન – ચક્રવર્તીનું આ સૌથી પ્રધાન રત્ન છે. એનું નામ સુદર્શન ચક્ર રત્ન છે. એ ૧૨ પ્રકારના વાદ્યોના ઘોષથી યુક્ત હોય છે. મણિઓ એવં નાની નાની ઘંટડીઓના સમૂહથી વ્યાપ્ત હોય છે. તેના આરા લાલ રત્નોથી યુક્ત હોય છે. આરાના સાંધા વજમય હોય છે. નેમિ પીળા સુવર્ણમય હોય છે. મધ્યાન્ડકાલના સૂર્ય જેવું તેજયુક્ત હોય છે. એક હજાર યક્ષોથી (વ્યંતર દેવોથી) પરિવૃત્ત હોય છે. તે આકાશમાં ગમન કરે છે અને રોકાઈ જાય છે. ચક્રવર્તીની શસ્ત્રાગાર શાળામાં ઉત્પન્ન થાય છે અને એમાં રહે છે. ખંડસાધન વિજયયાત્રામાં નવનિર્મિત શસ્ત્રાગાર શાળામાં રહે છે. આ ચક્રની પ્રમુખતાથી તે રાજા ચક્રવર્તી કહેવાય છે. આ રત્ન વિજયયાત્રામાં મહાન ઘોષ નાદની સાથે આકાશમાં ચાલીને ૬ ખંડ સાધવાનો માર્ગ પ્રદર્શિત કરે છે. બધી ઋતુઓના ફૂલોની માળાઓથી તે ચક્રરત્ન પરિવેષ્ઠિત રહે છે. (૨) દંડ રત્ન – ગુફાનો દરવાજો ખોલવામાં આનો ઉપયોગ થાય છે. આ એક ધનુષ પ્રમાણનું હોય છે. વિષમ પથરાળ જમીનને સમ કરવા આનો ઉપયોગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only