________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૪૫
(૫) મહાપદ્મનિધિઃ- બધા પ્રકારના વસ્ત્રોના ભંડારરૂપ તથા વસ્ત્ર ઉત્પાદન કરવાની, રંગવાની, ધોવાની અને ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. તેમજ તત્સંબંધી અનેક પ્રકારની સાધન-સામગ્રીથી યુક્ત હોય છે. (૬) કાલ નિધિ :- જ્યોતિષ શાસ્ત્ર જ્ઞાન, વંશોની ઉત્પતિ વગેરે ઐતિહાસિક જ્ઞાન, એકસો પ્રકારના શિલ્પનું તથા વિવિધ કર્મોનું જ્ઞાન દેનારી હોય છે. તેમજ તે સંબંધી વિવિધ સાધનો અને ચિત્રો આદિથી યુક્ત હોય છે. . (૭) મહાકાલ નિધિ – લોખંડ, સોનું, ચાંદી, મણિ, મુક્તા આદિની ખાણોની જાણકારીથી યુક્ત હોય છે. તેમજ તેવા પદાર્થોના ભંડારરૂપ હોય છે. (૮) માણવક નિધિ – યુદ્ધ નીતિઓ અને રાજનીતિઓનું જ્ઞાન દેનારી તેમજ વિવિધ શસ્ત્રાસ્ત્ર કવચ આદિના ભંડારરૂપ આ નિધિ છે. (૯) સંખનિધિ – નાટક, નૃત્ય આદિ કલાઓના ભંડાર રૂપ તેમજ તેને ઉપયોગી સામગ્રીથી યુક્ત આ નિધિ હોય છે. તે ઉપરાંત ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રતિપાદક કાવ્યો એવં અન્ય અનેક કાવ્યો, સંગીતો, વાદ્યોને દેનારી અને આ કલાઓનું જ્ઞાન કરાવનારી અને વિવિધ ભાષાઓ, શૃંગારોનું જ્ઞાન કરાવનારી આ નિધિ છે.
આ બધી નિધિઓ સુવર્ણમય ભીતોવાળી રત્ન જડિત હોય છે તથા તે ભીંતો અનેક ચિત્રો, આકારોથી પરિમંડિત હોય છે. આ નિધિઓ આઠ ચક્રો પર (પૈડા પર) અવસ્થિત રહે છે. ભરત ચક્રવર્તીને કેવલ જ્ઞાન - કથાઓમાં ભરત બાહુબલીના યુદ્ધનું વર્ણન, બાહુબલીની દીક્ષા, ૯૯ભાઈઓ તથા બે બહેનો(બ્રાહ્મી સુંદરી)ની દીક્ષા, ભરતની ધાર્મિકતા, રાજ્યમાં અનાશક્તિ આદિનું વિવિધ વર્ણન પ્રાપ્ત થાય છે. તે વર્ણન તે ગ્રંથોમાં જોવું. અહીં શાસ્ત્રમાં ઉક્ત વર્ણન કોઈપણ કારણે ઉપલબ્ધ થતું નથી. કેવલજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે છે
એકવાર ભરત ચક્રવર્તી સ્નાન કરીને, વિવિધ શૃંગાર કરીને, સુસજ્જિત, અલંકૃત, વિભૂષિત થઈને પોતાના અરીસા મહેલમાં પહોંચ્યા અને સિંહાસન પર બેસીને પોતાના શરીરને જોતાં વિચારોમાં લીન બની ગયા. અરીસા મહેલ હોય કે કલા મંદિર હોય, વ્યક્તિના વિચારોનો પ્રવાહ સદા સ્વતંત્ર છે, તે ગમે ત્યાં વળાંક લઈ શકે છે. ભરત ચક્રવર્તી પોતાના વિભૂષિત શરીરને જોતાં ચિંતન ક્રમમાં વધતાં-વધતાં વૈરાગ્ય ભાવોમાં પહોંચ્યા, શુભ અને પ્રશસ્ત અધ્યવસાયોની અભિવૃદ્ધિ થતાં, વેશ્યાઓ વિશુદ્ધ વિશુદ્ધતર થવાથી, તેના મોહ કર્મ યુક્ત સર્વ ઘાતિકર્મોનો ક્ષય થયો અને ત્યાં જ તેને કેવલજ્ઞાન કેવલદર્શન ઉત્પન્ન થઈ ગયો.
આ રીતે ભરત ચક્રવર્તી અરીસા મહેલમાં જ ભરત કેવલી બની ગયા. જિનમતાનુસાર એક બાજુ વિચારોનો વેગ ધ્યાનમાં ઊભેલા મુનિને સાતમી નરકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org