________________
તિત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૪૩
સ્ત્રીરત્ન ઈત્યાદિ પ્રમુખ જનોનો સત્કાર, સન્માન કરી વધાવ્યા. પછી પોતાના ભવનમાં પ્રવેશ કર્યો પારિવારિક અને મિત્રજનોને કુશલક્ષેમ પૃચ્છા કરી. પછી સ્નાન અને વિશ્રાંતિ બાદ અટ્ટમનું પારણું કર્યું.
આ પ્રકારે ચક્રવર્તીના ૬ખંડ સાધનની આ વિજય યાત્રા સાઠ હજાર વર્ષે પૂર્ણ થઈ. જેમાં ચાર ગુફાઓની પાસે નિષ્ફટોની વિજય યાત્રાના સમયે વધારે લાંબા સમયનો પડાવ રહ્યો. તે ઉપરાંત સંપૂર્ણ સમય ચાલવામાં અને થોડો રોકાવામાં જ પૂર્ણ થયો.
થોડા સમય બાદ ભરત રાજાએ રાજ્યાભિષેક મહોત્સવ રાખ્યો. મહોત્સવ વ્યવસ્થાનો આદેશ આભિયોગિક દેવોને દીધો અને બધા રાજા આદિને નિર્દેશ કર્યો. પછી પોતે પૌષધશાળામાં જઈને અષ્ટમ ભક્ત પૌષધ(અટ્ટમ) અંગીકાર કર્યો.
રાજાની આજ્ઞાનુસાર રાજધાની વિનીતાની બહાર ઉત્તરપૂર્વ દિશામાં રાજ્યાભિષેક મંડલ તૈયાર કરવામાં આવ્યું. દેવની બુદ્ધિ એવં શક્તિથી નિર્મિત હજારો સ્તંભોથી યુક્ત તે મંડલ સમવસરણની જેમ અત્યંત આકર્ષણ યુક્ત એવું મનોહર હતું. પૌષધ પૂર્ણ કરી ભરત ચક્રવર્તી મંડપમાં પહોંચ્યા. ત્યાં એમની રાજ્યાભિષેક વિધિ પ્રારંભ થઈ. રાજાઓ આદિ દ્વારા યથાક્રમથી વૈક્રિયકૃત અને સ્વભાવિક કલશોમાં ભરેલા સુગંધી જળ થી ભરત રાજાનો રાજ્યાભિષેક કર્યો અને શુભ શબ્દોથી, મંગલ કામનાઓથી, જય જયકારના શબ્દોથી, મસ્તક પર અંજલી કરતાં, સ્તુતિ દ્વારા ભરત ચક્રવર્તીનું મહાન સમ્માન કર્યું. પછી ચંદનના અનુલેપથી અને પુષ્પમાલાઓથી સન્માનિત કર્યા. ત્યાર પછી બે સુંદર વસ્ત્ર યુગલ પહેરાવ્યા અને વિવિધ આભૂષણોથી અલંકૃત,વિભૂષિત કર્યા. આ પ્રકારે મહાન રાજ્યાભિષેક થઈ જવા પર ભરત રાજા, સ્ત્રી રત્નયુક્ત ૬૪ હજાર ઋતુ કલ્યાણિક અને ૬૪ હજાર જનપદ કલ્યાણિક સ્ત્રિઓની સાથે અભિષેક મંડપની નીચે ઉતરી હસ્તિત્વ પર આરૂઢ થયા. સંપૂર્ણ ઋદ્ધિ સંપદાની સાથે રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. રાજમાર્ગોથી જતાં રાજભવનમાં પહોંચ્યા. યથાસમય ભોજન મંડપમાં સુખાસન પર બેસીને રાજાએ અટ્ટમનું પારણું કર્યું, તદનંતર ૧૨ વર્ષનો પ્રમોદ ઘોષિત કર્યો. આના પછી પુનઃ સ્ત્રીરત્ન અને ઉપરોકત બધાનો સત્કાર સન્માન કરી આગંતુકોને વિદાય કર્યા. વિદાય કર્યા બાદ રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યનો તથા માનષિક સુખોનો ઉપભોગ કરતા રહેવા લાગ્યા. ભરત ચક્રવર્તીની રાજ્ય સંપદા - પૂર્વ વર્ણિત દેવ અને રાણીઓ આદિના ઉપરાંત બત્રીસ વિધિથી યુક્ત ૩૨૦૦૦ નાટક, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પાયદળ સેના, ૭ર૦૦૦ નગર, ૩૨000 દેશ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ ૪૮૦૦૦ પટ્ટન(પાટણ), ૨૪૦૦૦ કઆ, ૨૪000 મડંબ, ૨૦000 ખાણો, ૧૬૦૦૦ ખેડા(ખેટક) ૧૪૦૦૦ સુબાહ, પs
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org