________________
૧૪૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
જલનગર, ૪૯ જંગલી પ્રદેશવાળા રાજય, છ ખંડ યુક્ત સંપૂર્ણ ભરત ક્ષેત્ર, ગંગાસિંધુ નદી, ચુલ્લહિમવંત પર્વત, ઋષભ કૂટ, વૈતાઢય પર્વત, એની બે ગુફાઓ, બે વિધાધર શ્રેણિઓ, માગધ, વરદામ, પ્રભાસ તીર્થ, ૧૪ રત્ન, નિધિ આદિ ઋદ્ધિ મહા પુણ્ય પ્રભાવથી ભરત ચક્રવર્તીને આધીન એવં વિષય ભૂત હતી. ચૌદ રત્ન:- (૧) ચક્રરત્ન (૨) દંડરત્ન (૩) અસિરત્ન (૪) છત્રરત્ન આ ચારે ય એકેન્દ્રિય રત્ન શસ્ત્રાગાર શાળામાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ દેવ સંહરણ કરીને ત્યાં પ્રતિષ્ઠિત કરે છે. (૫) ચર્મરત્ન (૬) મણિરત્ન (૭) કાંગણિરત્ન આ ત્રણે શ્રીઘર-લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ કુલ સાત એકેન્દ્રિય રત્નોના સ્થાન છે. ચર્મરત્ન ચર્મની સમાન હોય છે પરંતુ પૃથ્વીકાયમય હોય છે. (૮) સેનાપતિ રત્ન (૯) ગાથાપતિરત્ન (૧૦) વાર્ધિકરત્ન (૧૧) પુરોહિતરત્ન એ ચાર મનુષ્ય રત્ન રાજધાનીમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ વિનીતામાં ઉત્પન્ન થયા. (૧ર) અથરત્ન (૧૩) હસ્તિરત્ન આ બે તિર્યંચ પંચેન્દ્રિય રત્ન વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે. (૧૪) સ્ત્રીરત્ન વિદ્યાધરોની ઉત્તરી શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. નવ નિધિઓ – નવ નિધિઓ શ્રી ઘરમાં લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. છ ખંડ સાધ્યા પછી નિધિઓના મુખ લક્ષ્મી ભંડારમાં થઈ જાય છે, તે મુખ સુરંગની સમાન હોય છે. જે નિધિઓ અને લક્ષ્મી ભંડારનું જોડાણ કરે છે. આ નિધિઓ શાશ્વત છે. પેટીના આકારની છે. તેમની લંબાઈ ૧ર યોજન, પહોળાઈ ૯ યોજન અને ઊંચાઈ યોજનની છે. આ માપ પ્રત્યેક નિધિનું છે. આ નવનિધિઓ ચક્રવર્તી દ્વારા અટ્ટમની આરાધના કરવાથી પોતાના અધિષ્ઠાતા દેવોની સાથે તે ચક્રવર્તીની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. આ શાશ્વતનિધિઓના મૂળસ્થાન ગંગાપુખ સમુદ્રી કિનારા પર છે. નિધિઓના નામ અનુસાર એમના માલિક દેવોના નામ હોય છે. તે દેવ એક પલ્યોપમની સ્થિતિવાળા હોય છે. આ નિધિઓની બાહ્ય ભીંતો પણ વિવિધ વર્ણના રત્નોથી જડાયેલી હોય છે. (૧) નૈસર્ષ નિધિ :- ગ્રામ નગર આદિને વસાવવાની વિધિ એવં સામગ્રીથી યુક્ત હોય છે. (૨) પાંડુક નિધિ :- નારિયેળ આદિ, ધાન્ય આદિ, સાકર ગોળ આદિ, ઉત્તમ શાલિ આદિ સંબંધી ઉત્પાદનની વિધિઓ, સામગ્રીઓ અને બીજોથી યુક્ત હોય છે. તેમજ આ પદાર્થોનો આમાં સંગ્રહ એવં સંરક્ષણ પણ થઈ શકે છે. (૩) પિંગલક નિધિ :- પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડા આદિના વિવિધ આભૂષણોના ભંડાર યુક્ત એવં એમને બનાવવામાં, ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. (૪) સર્વ રત્ન નિધિઃ- બધા પ્રકારના રત્નોના ભંડાર રૂપ આ નિધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org