________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૪૧
સત્કાર, સમ્માન કર્યા તથા ક્ષમા માંગી.
ભરત ચક્રવર્તીએ ગુફાની બહાર નીકળીને યથાસ્થાન પડાવ નાખ્યો અને સેનાપતિ ને ઉત્તરી ભરતક્ષેત્રના સિંધુ નિષ્ફટને જીતવા માટે મોકલ્યો. દક્ષિણ ભરતના સિંધ નિષ્ફટની વિજય યાત્રાની સમાન અહીં પણ સંપૂર્ણ વર્ણન જાણવું. વિજય યાત્રા પછી થોડો સમય ત્યાં વિશ્રામ કર્યો.
પછી યથાસમય ચક્રરત્ન રવાના થયું. ભરત રાજા ઉત્તરી ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં વિજય પતાકા ફરકાવીને ચુલ્લ હિમવંત પર્વતના મધ્યભાગમાં તળેટીમાં પહોંચ્યા. ત્યાં ચક્રવર્તીએ અક્રમ કરીને ચુલ્લ હિમવંતકુમાર દેવના ભવનમાં માગધ તીર્થની સમાન જ નામાંકિત બાણ ફેક્યું. જે ચુલ્લહિમવંત પર્વતના શિખર તલ પર રહેલા ભવનમાં પહોંચી ગયું. દેવનું વર્ણન માગધ તીર્થાધિપતિ દેવની સમાન જાણવું યાવતું એણે કહ્યું કે હું આપનો સીમાવર્તી વિષયવાસી દેવ છું, દાસ છું. રાજાએ એને પણ સમ્માનિત કરી વિદાય કર્યો. પછી ભરત ચક્રવર્તી ત્યાં નિકટવર્તી ઋષભકૂટ પર પહોંચ્યા. જ્યાં બધા ચક્રવર્તી પોતાના નામ લખતા હોય છે. એ પરંપરા અનુસાર ભરત ચક્રવર્તીએ પણ કાંગણી રત્ન દ્વારા પોતાનું નામ એવં પરિચય લખ્યા કે "હું ભરત ક્ષેત્રના અવસર્પિણીના ત્રીજા આરાનો પ્રથમ ચક્રવર્તી રાજા ભરત છું. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે. કોઈ પણ મારો પ્રતિશત્રુ નથી." ત્યાર બાદ અટ્ટમનું પારણું કર્યું.
ચક્ર રત્નના પ્રસ્થાન કરવા પર રાજા સેના સહિત દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ઉત્તર ભારતના અનેક ક્ષેત્રો પર પોતાનું આધિપત્ય કરતા થકા વૈતાઢય પર્વત પાસે પહોંચ્યા. ત્યાં નમિ વિનમિ નામક વિદ્યાધરોના પ્રમુખ રાજાઓનું
સ્મરણ કરીને અટ્ટમ કર્યો. વિદ્યાધર રાજાઓને અંગ ફુરણ અને મતિજ્ઞાનનો ઉપયોગ લગાવતા સ્થિતિનો આભાસ થઈ ગયો. બન્ને બાજુની વિદ્યાધર શ્રેણીના બન્ને પ્રમુખ રાજા પરસ્પર મંત્રણા કરીને ભરત ચક્રવર્તીની સેવામાં ભેંટણા લઈને પહોંચ્યા. જેમાં વિનમિ રાજા સ્ત્રી રત્ન લઈને ઉપસ્થિત થયા. ચક્રવર્તીએ પૂર્વોક્ત વિધિ અનુસાર એમને વિસર્જિત કર્યા. તદનંતર ચક્રરત્ન ગંગાનદીની ગંગા દેવીના ભવન તરફ ઉત્તર પૂર્વમાં ચાલ્યું. સિંધુ દેવીના સમાન અહીં ગંગા દેવીનું વર્ણન જાણવું.
ગંગાદેવીના અઠ્ઠાઈમહોત્સવના અનંતર ચક્રદેશિત માર્ગથી ભરત ચક્રવર્તી ગંગા નદીના કિનારે કિનારે ચાલતા દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ક્રમશઃ વિજિત ક્ષેત્ર પાર કરીને ખંડ પ્રપાત ગુફા પાસે પહોંચ્યા. ત્યાં લાંબા વખતના પડાવ હેતુ વાર્ધિક રત્નને આદેશ કર્યો.
તદનતર ઉત્તર ભરત ખંડના ગંગાનિકૂટ સાધન(વિજય) કરવા સેનાપતિ રત્નને આદેશ દીધો. સિંધુ નિષ્પટની જેમ આ પાંચમાં ખંડને પણ સેનાપતિએ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org