________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
પછી ૪૯ મું મંડલ ઉત્તરી દ્વારના બન્ને વિભાગના ખુલી જવાથી એક વિભાગ પર બનાવ્યું.
૪૦
મિસા ગુફામાં ૨૧ યોજન ચાલ્યા પછી ત્રણ યોજનની પહોળાઈ(પાટ)વાળી ઉમગ જલા નદી પાસે પહોંચ્યા. ભરત ચક્રવર્તીની આજ્ઞાથી વાર્ષિક રત્ન(શ્રેષ્ઠ શિલ્પી)એ તે નદી પર પુલ બનાવી દીધો. જે અનેક સ્તંભો પર સ્થિત ઉપર બન્ને બાજુ ભીંત યુક્ત હતો. જે યથાયોગ્ય પહોળો એવં ત્રણ યોજન લાંબો હતો. પુલ બન્યા પછી એ ઉમગજલા નદીને પાર કરી ચક્રવર્તી આગળ વધ્યા. બે યોજન ચાલ્યા બાદ ફરી ત્રણ યોજનના વિસ્તારની નિમગજલા નદી પાસે પહોંચ્યા. . એજ પ્રકારે પુલ બનાવવામાં આવ્યો અને બીજી નદી પણ પાર કરી.
આ બન્ને નદિઓ પૂર્વી ભીંતમાંથી પ્રવાહિત થાય છે અને પશ્ચિમી ભીંતના નીચે ચાલવાવાળી સિંધુ નદીમાં સમાવિષ્ટ થઈ જાય છે. ઉમગજલા નદીમાં કોઈ પણ પદાર્થ યા જીવ પડી જાય તો એને તે ત્રણવાર ઘુમાવીને બહાર એકાંતમાં ફેંકી દે છે અને નિમગજલા નદી ત્રણ વાર ઘુમાવીને અંદર નીચે પાણીમાં સમાવિષ્ટ કરી દે છે. આ કારણે બન્નેના નામ સાર્થક છે.
આ બન્ને નદિઓએ મળીને ૩+૩+૨ કુલ આઠ યોજન ક્ષેત્રનું અવગાહન કર્યું છે. આ નદિઓના સ્થાન પર ચક્રવર્તી ગુફાની ભીંત પર વૈક્રિયથી મંડલ કરી શકે અથવા પુલની ભીંત પર પણ કરી શકે છે. સૂત્રમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. બન્ને દિઓને પાર કરી ભરત ચક્રવર્તી સેના સહિત ગુફાના ઉત્તરી દ્વાર તરફ આગળ વધ્યા ગુફાનું ઉત્તરી દ્વાર સ્વતઃ ખુલી ગયું અને ચક્રવર્તીના અગ્રવિભાગની સેના ગુફામાંથી બહાર નીકળવા લાગી. ત્યારે એ ક્ષેત્રના(ચોથા ખંડના) મ્લેચ્છ અનાર્ય આપાત કિરાત જાતિના મનુષ્યોએ યુદ્ધ કરીને સામનો કર્યો અને ચક્રવર્તીની અગ્રિમ ભાગની સેનાને પરાસ્ત કરી દીધી. પછી સુષેણ સેનાપતિ અશ્વરત્ન પર આરૂઢ થઈને અસિરત્ન લઈને યુદ્ધ ભૂમિમાં ઉતર્યા, આપાત કિરાતોની હાર થઈ. તે અનેક યોજન દૂર ભાગી ગયા અને જઈને પરસ્પર ભેગા થઈને તેઓએ સિંધુ નદીની વાળુ રેતીમાં મેઘમુખ નામક નાગકુમાર જાતિના કુલ દેવતાનું સ્મરણ કરી નિર્વસ્ત્ર થઈને અક્રમની આરાધના કરી. દેવનું આસન ચલાયમાન થયું. દેવ આવ્યા એવું એમના આગ્રહથી ૭ દિવસની ઘોર વૃષ્ટિ ચક્રવર્તીની સેના પર કરી. ચક્રવતીએ ચર્મરત્નથી નાવા અને છત્ર રત્નથી છત્ર કરીને સંપૂર્ણ સૈન્યની સુરક્ષા કરી.
સાત દિવસ બાદ ભરત રાજાને ઉપદ્રવની આશંકા થઈ, ત્યારે એમના ચિંતનથી ૧૬૦૦૦ દેવ સાવધાન થયા અને જાણકારી કરી; તે મેઘમુખ નાગકુમાર દેવોને ત્યાંથી ભગાડી દીધા, ઉપદ્રવ સમાપ્ત થયો. પોતાના કુલ દેવતા મેઘમુખ નાગકુમારોના કહેવા પર તે કિરાતોએ ભરત ચક્રવર્તીનું આધિપત્ય સ્વીકાર કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org