________________
તત્ત્વ શાસ્ત્ર : ઔપપાતિક સૂત્ર
આ બધા મન અને તનના કષ્ટ સાધ્ય નિયમોને સાધક સર્વથા કર્મમુક્ત થવા જ ધારણ કરે છે.
૧૦૯
(૧૫) ગુરુ પ્રત્યેનીક શ્રમણોની ગતિ :– જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રુજિત થયા બાદ કાલાંતરે અહંભાવમાં આવી આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ, ગુરુ આદિનો તિરસ્કાર, અપકીર્તિ કરે છે, નિગ્રંથ પ્રવચનથી વિપરીત પ્રરૂપણા કરે છે, જેથી પોતે ભ્રમણામાં પડે છે અને અન્યને ભ્રમમાં નાખે છે; આ પ્રકારે અભિનિવેશિક મિથ્યાત્વ યુક્ત શ્રમણ પર્યાયનું પાલન કરે છે; તેવા સાધક મૃત્યુ સમયે તે દોષોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ છઠ્ઠા દેવલોકમાં કિલ્વિષક દેવોના રૂપમાં તેર સાગરની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. તે મિથ્યા મતિ હોવાથી બાલ ભાવના કારણે ધર્મના આરાધક થતા નથી. તેથી આ દેવભવ સંસાર ભ્રમણનો જ સમજવો.
(૧૬) આજીવિક ગોશાલક મતાવલંબીની ગતિ :- આજીવિક મતના શ્રમણ કોઈ બે ઘરના અંતરે તો કોઈ ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઘરના અંતરે ભિક્ષા લે છે. કોઈ ફક્ત કમળના ડંઠણ(ડીંટીયા) લે છે. કોઈ પ્રત્યેક ઘરથી ભિક્ષા લેનારા, આકાશમાં વિજળી ચમકે ત્યારે ભિક્ષા ન લેનારા, માટીના મોટા વાસણમાં પ્રવિષ્ટ થઈ તપ કરનારા ઇત્યાદિ વિવિધ વિહાર ચર્ચા અને તપ કરનારા ગોશાલક મતાવલંબી કાળ કરી ઉત્કૃષ્ટ ૧૨મા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ હોય છે. તે પણ મિથ્યાત્વાભિભૂત અજ્ઞાન દશામાં હોવાથી ધર્મના આરાધક થતા નથી.
(૧૭) આત્મોત્કર્ષક કુશીલ શ્રમણોની ગતિ :– જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રુજિત થઈ કાલાંતરે મહિમા, પૂજા, માન-પ્રતિષ્ઠાથી અભિભૂત થઈ સ્વયંના ગુણાનુવાદ અને અન્યના અવગુણ ગાય છે, દોરા-ધાગા, રક્ષા પોટલી, યંત્રમંત્ર-તંત્ર આદિ ચમત્કાર પૂર્ણ વૃત્તિઓથી લોકોને આકર્ષિત કરે છે; આ પ્રકારના કુશીલ આચરણથી યુક્ત થઈ શ્રમણ પર્યાયનું પાલન કરે છે એવા સાધક મૃત્યુ પર્યંત આ દોષોનો પરિત્યાગ, આલોચના પ્રતિક્રમણ આદિ ન કરતાં આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં આભિયોગિક(નોકર) દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ પામે છે. તે સાધકોની શુદ્ધ, નિરતિચાર સંયમની આરાધના ન હોવાથી તેને પણ વિરાધક કહ્યા છે.
(૧૮) નિન્હેવોની ઉત્પત્તિ ઃ- જે શ્રમણ નિગ્રંથ ધર્મમાં પ્રવ્રુજિત થયા બાદ અહંભાવમાં આવી તીર્થંકરના સિદ્ધાંતોની ઉપેક્ષા કરી વિપરીત પ્રરૂપણા કરે છે; કુતર્ક અને બુદ્ધિ બળથી અભિનિવેષિક મિથ્યાત્વને પુષ્ટ કરે છે; સાથે બીજાને પણ અસત્ પ્રરૂપણાથી ભાવિત કરે છે; મિથ્યામતમાં જોડે છે. તેઓ બાહ્યાચારથી શ્રમણ પર્યાયમાં હોય છે; તેવા સાધક વિશુદ્ઘ દ્રવ્ય શ્રમણાચારનું પાલન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org