________________
તવ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૧
જળમાં ત્રણે દિશાઓમાં એક એક કરીને ત્રણ તીર્થ આવેલા છે. એમના નામ પૂર્વમાં માગધ તીર્થ, દક્ષિણમાં વરદામ તીર્થ અને પશ્ચિમમાં પ્રભાસ તીર્થ છે. આ ત્રણે તીર્થોમાં એમના અધિપતિ દેવ રહે છે. આ લવણ સમુદ્રી જળને વર્તમાન વ્યવહારમાં લવણની ખાડી, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર વગેરે કહે છે. વૈતાઢ્ય પર્વત :- આ ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢય પર્વત છે. જે પૂર્વ-પશ્ચિમ લાંબો છે. એના બન્ને કિનારા જગતને ભેદીને લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આ પર્વત ચાંદીમય પૃથ્વીનો ૫૦ યોજન જાડો અને ર૫ યોજન ઊંચો છે. એ મધ્યમાં સ્થિત હોવાથી તેના દ્વારા પર યોજન પહોળું ભરતક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. તે પ્રત્યેક ભાગ ર૩ યોજનના પહોળા છે અને લંબાઈમાં કિનારા (જગતી) સુધી છે. વિદ્યાધર શ્રેણી :- દસ યોજન ઉપર જવાથી આ પર્વત બન્ને બાજુમાં જાડાઈમાં એક સાથે ૧૦-૧0 યોજન ઘટી જાય છે. જેથી ૧૦-૧૦ યોજનની બન્ને બાજુમાં સમતલ ભૂમિ છે. ત્યાં વિદ્યાધર મનુષ્યોના નગર છે અને વિદ્યાધર મનુષ્ય ત્યાં નિવાસ કરે છે. અતઃ આ બન્ને ક્ષેત્રને વિધાધર શ્રેણી કહેલ છે, ઉત્તરની વિદ્યાધર શ્રેણીમાં ૬૦ નગર છે. દક્ષિણની શ્રેણીમાં પ0 નગર છે. અહીં મનુષ્ય વિદ્યા સમ્પન્ન હોય છે. આભિયોગિક શ્રેણી :– એજ પ્રકારે વિદ્યાધર શ્રેણીથી દસ યોજન ઉપર જતાં ત્યાં પણ ૧૦-૧૦યોજન પહોળી સમભૂમિ બન્ને બાજુ છે. આમાં વાણવ્યતર જાતિના દેવોના ભવન છે અને તે દેવ શક્રેન્દ્રના લોકપાલોના આભિયોગિક દેવ છે. એટલે આ બન્ને શ્રેણિઓને આભિયોગિક શ્રેણી કહેવાય છે. વ્યંતરમાં પણ મુખ્યત્વે અહીં ૧૦ જાંભક દેવોના નિવાસ સ્થાન છે. શિખર તલ – આભિયોગિક શ્રેણીથી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢ્ય પર્વતનો શિખર તલ આવે છે, જે દસ યોજન પહોળો છે. આ શિખર તલ પાવર વેદિકા એવં વન ખંડથી ઘેરાએલ છે અર્થાત્ શિખર તલના બન્ને કિનારા પર વેદિકા (પાલી-ભિતિ) છે અને આ બન્ને વેદિકાઓની પાસે એક એક વનખંડ છે. આ વનખંડોમાં વાવડીઓ, પુષ્કરણિઓ, આસન, શિલાપટ્ટ મંડપ, પર્વત ગૃહ આદિ છે. વેદિકા વન ખંડોની પહોળાઈ જમ્બુદ્વીપની અંગતીના ઉપર કહેલ પદ્મવર વેદિકા એવં વનખંડની સમાન છે. એમની લંબાઈ એવં શિખર તલની લંબાઈ આ પર્વતની લંબાઈ જેટલી છે. બન્ને વિદ્યાધર શ્રેણીમાં, બન્ને અભિયોગિક શ્રેણીમાં અને સમભૂમિ પર થી બન્ને બાજુ આ પ્રકારે પદ્મવર વેદિકા એવં વનખંડ છે. કૂટ – શિખરતલ પર પૂર્વથી પશ્ચિમ તરફ ક્રમશઃ ૯ ફૂટ આ પ્રકારે છે–
(૧) સિદ્ધાયતન કૂટ (૨) દક્ષિણાદ્ધ ભરત ફૂટ (૩) ખંડ પ્રપાત ગુફા કૂટ (૪) માણિભદ્રકૂટ (૫) વૈતાઢય કૂટ (૬) પૂર્ણ ભદ્ર કૂટ (૭) તિમિસ ગુફા કૂટ (૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org