________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
આદિ દેવો ! જે મારા આ બાણની મર્યાદાથી બહાર છે એમને હું પ્રણામ કરું છું અને મારા બાણની સીમામાં છે તે મારા વિષયભૂત છે, એમ કહી બાણ છોડયું. જે ૧૨ યોજન જઈને માગધ તીર્થાધિપતિ દેવના ભવનમાં પડયું. એને દેખતા જ પહેલા તો દેવ અત્યંત કુપિત થયા. પરંતુ બાણની પાસે આવીને એને ઉઠાવીને જોયું, એમાં અંકિત શબ્દ વાંચ્યા તો એમનો ગુસ્સો શાંત થઈ ગયો અને પોતાના કર્તવ્ય જીતાચાર એમની સ્મૃતિમાં આવી ગયા. તે તરત વિવિધ ભેટગુ લઈને ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા. આકાશમાં રહી હાથ જોડી રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા, સન્માનિત કર્યા અને કહ્યું કે આપના દ્વારા જીતવામાં આવેલ દેશનો હું નિવાસી છું, આપનો આજ્ઞાવર્તી સેવક છું. પછી ભરતરાજાએ એની ભેટનો સ્વીકાર કર્યો અને એને સત્કારિત સન્માનિત કરી વિદાય કર્યા. પછી પોતાના આવાસમાં જઈને રાજાએ પારણું કર્યું. પછી ત્યાં માગધ તીર્થ વિજયનો અષ્ટાન્તિકા મહોત્સવ મનાવ્યો. પછી ચકરત્ને આયુધશાળામાંથી નીકળીને દક્ષિણ દિશામાં પ્રસ્થાન કર્યું. ભરત ચક્રવર્તી પણ માર્ગમાં દિગ્વિજય કરતા ચક્ર દ્વારા નિર્દિષ્ટ માર્ગ પાર કરવા લાગ્યા. ચક્રરત્ન વરદામ તીર્થ પાસે આવીને આકાશમાં સ્થિત થઈ ગયું. આ તીર્થ દક્ષિણ દિશામાં વિનીતા નગરીની દક્ષિણે સીધાણમાં છે અને જંબુદ્રીપની જગતીના દક્ષિણી વૈજયંત દ્વારની સીધાણમાં છે. માગધ તીર્થ વિજયની સમાન અટ્ટમનું, બાણ ફેંકવાનું, દેવ આવવાનું આદિ વર્ણન એ જ પ્રકારે સમજવું. અષ્ટ દિવસીય મહોત્સવના અનંતર ચક્રરત્ને ત્યાંથી પ્રસ્થાન કર્યું.
૧૩૭
હવે ચક્રરત્ન દક્ષિણ ભરતથી પશ્ચિમ ભરતની તરફ ચાલવા માંડ્યુ. માર્ગની આસપાસના ક્ષેત્રોમાં વિજય પતાકા ફરકાવતા ભરતરાજા પશ્ચિમ દિશામાં સિંધુ નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાનની નજીક પ્રભાસ તીર્થ પાસે પહોંચી ગયા. ચક્રરત્ન આકાશમાં સ્થિર થઈ ગયા પછી ત્યાં પ્રભાસ તીર્થાધિપતિના અટ્ટમ આદિ વિધિ પૂર્ણ કરી ભરત રાજાએ તેને પોતાના અધીનસ્થ બનાવ્યા અને ત્યાં પણ આઠ દિવસનો મહોત્સવ મનાવ્યો. ..
મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન પૂર્વ દિશામાં સિંધુ દેવીના ભવનની તરફ રવાના થયું. સિંધુ નદીના કિનારે કિનારે ચાલતા આસપાસના ક્ષેત્રો પર વિજય પ્રાપ્ત કરતા ભરત રાજા સિંધુ નદીના વળાંકના સ્થાન પર પહોંચી ગયા; જ્યાં સિંધુ દેવીનું ભવન છે. સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ દિશામાં વિનીતા નગરીની સીધ સુધી ચાલે છે. પછી પૂર્વની તરફ વળી જાય છે. આ વળાંક પર સિંધુ દેવીનું ભવન છે ત્યાં પડાવ નાંખ્યો; અક્રમ કર્યો; સિંધુ દેવીનું સ્મરણ કરી પૌષધ પૂર્ણ કર્યો; દેવીનું આસન ચલાયમાન થયું અર્થાત્ અંગ સ્ફુરણ થયું. પોતાના જ્ઞાનનો ઉપયોગ લગાવી દેવીએ ભરત રાજાના આગમનને જાણ્યું અને વિવિધ ભેટણા લઈને પહોંચ્યા અને નિવેદન કર્યું કે હું તમારી આજ્ઞાકારી સેવિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org