________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સમજવું. કારણ કે અહીં કર્મ ભૂમિ કાળ તો પહેલાથી જ છે. આના પછી યુગલ કાલ આવે છે. અંતિમ તીર્થંકરના મોક્ષ ગયા બાદ ક્રમશઃ શીઘ્ર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને ધર્મનો તથા અગ્નિનો વિચ્છેદ થઈ જાય છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. માનવ પોતાના કર્મ, શિલ્પ, વ્યાપાર આદિથી મુક્ત થઈ જાય છે. એમ ક્રમિક યુગલ કાળ રૂપમાં પરિવર્તન થતું જાય છે. પલ્યોપમના આઠમા ભાગ સુધી કુલકર વ્યવસ્થા અને મિશ્રણ કાલ ચાલે છે. પછી કુલકરોની આવશ્યકતા પણ રહેતી નથી. ધીરે ધીરે મિશ્રણ કાળથી પરિવર્તન થઈને શુદ્ધ યુગલ કાળ થઈ જાય છે. પૂર્ણ સુખમય શાંતિમય જીવન થઈ જાય છે. શેષ વર્ણન અવસર્પિણીના ત્રીજા બીજા અને પહેલા આરાની સમાન ઉત્સર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠા આરાનું છે તથા કાળમાન પણ એજ પ્રકારે છે. અર્થાત્ આ ચોથો આરો બે ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પછી પાંચમો આરો ત્રણ ક્રોડા ક્રોડ સાગરોપમનો અને છઠ્ઠો આરો ચાર ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પાંચમા આરાનું નામ સુખમ આરો અને છઠ્ઠા આરાનું નામ સુખમ-સુખમ છે. ટિપ્પણ :– આ ૬ આરા રૂપ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પાંચ ભરત, પાંચ ઐરાવત તેમ દસ ક્ષેત્રોમાં હોય છે. શેષ- પાંચ કર્મ ભૂમિ રૂપ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૩૦ અકર્મ ભૂમિમાં અને ૫૬ અંતરદ્વીપોમાં આ કાલ પરિવર્તન થતું નથી. આ ૯૧ ક્ષેત્રોમાં સદા એક સરખો કાળ પ્રવર્તમાન હોય છે. યથા
૫ મહાવિદેહમાં :-- અવસર્પિણીના ચોથા આરાનો પ્રારંભકાલ
૫ દેવકુરુ – ૫ ઉત્તરકુરુમાં ઃ- અવસર્પિણીના પ્રથમ આરાનો પ્રારંભકાલ
૫ હરિવર્ષ – ૫ રમ્યવર્ષમાં :– બીજા આરાનો પ્રારંભકાલ
-
૫ હેમવય – ૫ હેરણ્યવયમાંઃ– ત્રીજા આરાનો પ્રારંભકાલ
–
૧૩૫
૫૬ અંતર દ્વીપોમાં ત્રીજા આરાના અંતિમ વિભાગનો શુદ્ધ યુગલ કાલ, અર્થાત્ મિશ્રણ કાલનો પૂર્વવર્તી કાળ.
ત્રીજો વક્ષસ્કાર
ભરત ચક્રવર્તી :-- · દક્ષિણ ભરતક્ષેત્રના મધ્ય, જગતી એવં વૈતાઢય પર્વત બન્નેથી ૧૧૪o યોજન દૂર વિનીતા નગરી હતી. જે શક્રેન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવની બુદ્ધિ દ્વારા ભગવાન ઋષભ દેવને માટે નિર્માણ કરવામાં આવી હતી. તે ૧૨ યોજન લાંબી ૯ યોજન પહોળી દ્વારિકા જેવી પ્રત્યક્ષ દેવલોક ભૂત ઋદ્ધિ સમૃદ્ધિથી સંપન્ન હતી. ત્યાં ભગવાન ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર ભરત સ્વયં ભગવાન દ્વારા પ્રદત્ત રાજ્યના કુશલ સંચાલન એવં રાજય ઋદ્ધિના ભોગોપભોગ કરતા સુખપૂર્વક રહેતા
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org