________________
૧૩૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
::
લેવાતી માંસાહાર નિષેધની પ્રતિજ્ઞાને લઈને કેટલાક એક તરફી દષ્ટિવાળા અર્ધ ચિંતક લોકો આને સંવત્સરીનો ઉદ્ગમ કહી બેસે છે. કયાં શ્રમણ વર્ગ દ્વારા નિરાહાર મનાવવામાં આવતી ધાર્મિક પર્વરૂપ સંવત્સરી અને કા સચિત વનસ્પતિ કંદ મૂલાદિ ખાનારા અસયત ધર્મ રહિત કાળવાળા માનવોનુ જીવન ! સંવત્સરીનો સુમેળ જરા પણ નહીં હોવા છતાં પોતાને વિદ્વાન માનનારા શાસ્ત્રના નામથી એ અવ્રતી સચિત ભક્ષી માનવો દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સામાન્ય વ્યવસ્થાને સંવત્સરી માની એનું અનુસરણ સ્વયં કરવું સાથે તીર્થંકર ભગવાન ગણધરો અને વ્રતી શ્રમણોને આનુ અનુસરણ કરનારા બતાવવામાં આ વિદ્વાનો માત્ર બુદ્ધિની હાંસી ઉડાડવાનું કાર્ય કરે છે. ઋષિ પંચમીનો ઉદ્ગમ તો ઋષિ મહિર્ષિઓ દ્વારા ધર્મ પ્રવર્તનની સાથે થાય છે. એને ભુલાવી પાંચ સપ્તાહના સાત સપ્તાહ કરીને અને વર્ષા બંધ થતા જ વૃક્ષોની, વેલોની, ફળોની, ધાન્યોની અસંગત કલ્પના કરીને; અન્નતી, સચિત ભક્ષી લોકોની નકલથી સંવત્સરીને ખેંચતાણ કરી, ધર્મ પ્રણેતા તીર્થંકર સાથે જોડીને આત્મ સંતુષ્ટી કરી, જાણે આગમોથી સંવત્સરી પર્વનું બહુ મોટું પ્રમાણ ૪૯ દિવસનું શોધી કાઢયું હોય ! આવા બુદ્ધિમાનોની બુદ્ધિ પર આશ્ચર્ય અને અનુકંપા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પંચમ કાલના પ્રભાવથી આવી કેટલીય કલ્પનાઓ, ગાડરિયા પ્રવાહરૂપે પ્રવાહિત થતી હોય છે અને થતી રહેશે. સાચા ચિંતન અને જ્ઞાનનો સંયોગ મહાન ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે.
(૩) ત્રીજો દુઃખમ-સુખમ આરોઃ– અવસર્પિણી કાળના ચોથા આરાની સમાન આ ત્રીજો આરો હોય છે. આના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વીતવા પર પ્રથમ તીર્થંકર માતાના ગર્ભમાં આવે છે, નવ મહીના સાડા સાત દિવસે જન્મ લે છે, પછી યથાસમય દીક્ષા ધારણ કરે છે અને કેવલજ્ઞાન થાય છે. ચાર તીર્થની સ્થાપના કરે છે. ધર્મ પ્રવર્તન કરે છે. ત્યારે ૮૪ હજાર વર્ષથી વિચ્છેદ થયેલ જિન ધર્મ પુનઃ પ્રારંભ થાય છે. ઉપદેશ શ્રવણ કરીને કેટલાય જીવ શ્રમણ બનશે, કેટલાય ગૃહસ્થ ધર્મ અંગીકાર કરશે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વ વર્ણિત ચોથા આરાની સમાન સમજવું. આ આરો એક ક્રોડા ક્રોડ સાગરમાં ૪૨૦૦૦ વર્ષ ઓછો હોય છે. આમાં પુદ્ગલ સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવમાં ક્રમિક ગુણ વર્ધન થાય છે.
(૪) ચોથો સુખમ-દુઃખમ આરો :- આ આરાના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વ્યતીત થવા પર અંતિમ ૨૪મા તીર્થંકરનો જન્મ થાય છે. એમની ઉંમર ૮૪ લાખ પૂર્વ હોય છે. ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહે છે અને એક લાખ પૂર્વ સંયમ પાલન કરે છે. સંપૂર્ણ વર્ણન ઋષભ દેવ ભગવાનના સમાન સમજવું. કિંતુ વ્યાવહારિક જ્ઞાન શિખવાડવું, ૭ર કળા શિખવાડવી આદિ વર્ણન અહીં નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org