________________
૧૩ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
નહિ થાય. પરંતુ છઠ્ઠો આરો શરૂ થતાં પાંચમાં આરાના અંતિમ દિવસે પ્રથમ પ્રહરમાં જૈન ધર્મ, બીજા પ્રહરમાં અન્ય ધર્મ, ત્રીજા પ્રહરમાં રાજ ધર્મ, ચોથા પ્રહરમાં અગ્નિનો વિચ્છેદ થશે. આ પ્રકારનું વર્ણન બધા અવસર્પિણીના પાંચમા આરાનું સમજવું. આ આરો ર૧૦૦૦ વર્ષનો હોય છે. (૬) છઠ્ઠો “દુઃખમ દુઃખમ આરો:- આ આરો પણ ૨૧000 વર્ષનો હોય છે. આ કાળ મહાન દુઃખ પૂર્ણ હોય છે. આ સમયે જોવા પૂરતું પણ સુખ હોતું નથી. આ ઘોર દુઃખોનું વર્ણન નરકના દુઃખોની સ્મૃતિ કરાવનારું હોય છે. આ આરાનું વર્ણન ભગવતી સૂત્ર શ. ૭ ઉ.૬માં જુઓ. ઉત્સર્પિણી કાળ – આ કાળ પણ ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આમાં પણ ૬ આરા(વિભાગ) હોય છે. જેમના નામ અવસર્પિણીના સમાન હોય છે. પરંતુ ક્રમ એનો ઉલ્ટો હોય છે. યથા- પહેલા આરાનું નામ દુઃખમ દુઃખમ હોય છે અને છઠ્ઠા આરાનું નામ “સુખમ સુખમ” હોય છે. (૧) પહેલો “દુઃખમ દુઃખમ” આરો – ઉત્સર્પિણીના પહેલા આરાનું વર્ણન અવસર્પિણીના છઠ્ઠા આરાના અંતિમ સ્વભાવના સમાન છે અર્થાત્ છઠ્ઠા આરાની શરૂઆતમાં જે પ્રલયનું વર્ણન છે તે અહીં નહીં સમજવું કિંતુ એ આરાના મધ્ય અને અંતમાં જે ક્ષેત્ર એવં જીવોની દશા છે, તેજ અહીં સમજવી આ આરો ર૧000 વર્ષનો હોય છે.
ઉત્સર્પિણી કાળનો પ્રારંભ શ્રાવણ વદી એકમનો હોય છે. શેષ આરા કોઈ પણ દિવસ કે મહિનામાં પ્રારંભ થઈ શકે છે. આનો કોઈ નિયમ નથી કારણ કે આગમમાં એવું કથન નથી. આમ છતાં એવા નિયમ માનવાથી આગમ વિરોધ પણ થાય છે. યથા- ઋષભ દેવ ભગવાન માઘ મહિનામાં મોક્ષ પધાર્યા એના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાદ શ્રાવણ વદી એકમ કોઈપણ ગણિતમાં નથી આવતી. અતઃ ચોથો આરો કોઈપણ દિવસે પ્રારંભ થઈ શકે છે. એમ જ બીજા આરા પણ સમજવા. મૂળપાઠમાં કેવળ ઉત્સર્પિણીનો પ્રારંભ શ્રાવણ વદી એકમથી કહેલ છે. અન્ય આરા માટે મનકલ્પિત ન માનવું જ શ્રેયસ્કર છે. (૨) બીજો “દુઃખમ આરો:- ૨૧+૧ = ૪૨ હજાર વર્ષનો મહાન દુઃખમય સમય વ્યતીત થયા પછી ઉત્સર્પિણીના બીજા આરાની શરૂઆત થાય છે. આની શરૂઆત થતાં જ (૧) સાત દિવસ પુષ્કર સંવર્તક મહામેઘ મુસળધાર જલ વૃષ્ટિ કરશે. જેથી ભરતક્ષેત્રની દાહકતા તાપ આદિ સમાપ્ત થઈને ભૂમિ શીતલ થઈ જશે. (૨) પછી સાત દિવસ સુધી ક્ષીર મેઘ વર્ષા કરશે. જેથી અશુભ ભૂમિમાં શુભ વર્ણ, ગંધ રસ આદિ ઉત્પન્ન થશે. (૩) પછી સાત દિવસ નિરંતર ધૃત મેઘ વૃષ્ટિ કરશે. જેથી ભૂમિમાં સ્નેહ સ્નિગ્ધતા ઉત્પન્ન થશે. (૪) આના પછી અમૃત મેઘ પ્રકટ થશે. તે પણ સાત દિવસ રાત નિરંતર વર્ષા કરશે. જેથી ભૂમિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org