________________
તત્ત્વ શાસ્ત્ર ઃ ભૂલીપ પ્રજ્ઞાતિ સૂત્ર
૧૩૧
અપેક્ષા આ આરામાં પુદ્ગલ સ્વભાવમાં અનંતગણી હાનિ હોય છે. મનુષ્યોની સંખ્યા અધિક હોય છે. ઉપભોગ, પરિભોગની સામગ્રી હીનાધિક થતી રહે છે. દુષ્કાળ દુર્ભિક્ષ થતાં રહે છે. રોગ, શોક, ઘડપણ, મહામારી, જન સંહાર, વેર-વિરોધ, યુદ્ધ-સંગ્રામ થતા રહે છે. જન સ્વભાવ પણ ક્રમશઃ અનૈતિક, હિંસક, ક્રૂર બનતો જાય છે. રાજા, નેતા પણ પ્રાયઃ અનૈતિક અને કર્તવ્ય શ્રુત અધિક હોય છે. તેઓ પ્રજાના પાલનની અપેક્ષા શોષણ અધિક કરે છે. ચોર, ડાકુ, લૂંટારા, દુર્બસની આદિ લોકો વધારે હોય છે. ધાર્મિક સ્વભાવના લોકો ઓછા હોય છે. ધર્મના નામે ઢોંગ ઠગાઈ કરનારા પણ ઘણા હોય છે.
આ આરામાં જન્મનાર ચારે ગતિમાં જાય છે. મોક્ષ ગતિમાં જતા નથી. ૬ સંઘયણ. ૬ સંસ્થાનવાળા હોય છે એવં પ્રારંભમાં ૧૬ અને અંતમાં ૮ પાંસળી માનવ શરીરમાં હોય છે. અવગાહના અંતમાં ઉત્કૃષ્ટ બે હાથ અને પ્રારંભમાં તેમજ મધ્યમાં અનેક હાથ હોય છે. અનેક હાથથી ૭ કે ૧૦ હાથ પણ હોઈ શકે છે. એક હાથ લગભગ એક ફટનો માનવામાં આવે છે. ઉંમર શરૂઆતમાં તેમજ મધ્યમાં ઉત્કૃષ્ટ ૨૦૦ વર્ષથી કાંઈ ઓછી હોઈ શકે છે. અંતમાં ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ હોય છે. આ કાળમાં મનુષ્યોમાં વિનય, શીલ, ક્ષમા, લજ્જા, દયા, દાન, ન્યાય, નૈતિકતા, સત્યતા આદિ ગુણોની અધિકતમ હાનિ હોય છે અને એનાથી વિપરીત અવગુણોની અધિકતમ વૃદ્ધિ હોય છે. ગુરુ અને શિષ્ય પણ અવિનીત, અયોગ્ય તેમજ અલ્પજ્ઞ હોય છે. ચારિત્રનિષ્ઠા ક્રમશઃ ઓછી થતી જાય છે, ચારિત્રહીન અધિક હોય છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય મર્યાદા લોપક વધતા જાય છે અને મર્યાદા પાલક ઘટતા જાય છે. આ આરામાં દસ બોલોનો વિચ્છેદ થાય છે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થકરના મોક્ષ ગયા બાદ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, સુધી ૧ર+૮+૪૪ = ૬૪ વર્ષ સુધી કેવલજ્ઞાન રહ્યું. ત્યાર પછી આ આરાના અંતિમ દિવસ સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ધર્મની આરાધના કરનારા અને દેવલોકમાં જનારા હોય છે. વિચ્છેદના દસ બોલઃ- (૧) પરમ અવધિજ્ઞાન, (૨) મન:પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન (૪-૬) છેલ્લા ત્રણ ચારિત્ર, (૭) પુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) જિન કલ્પ (૧૦) બે શ્રેણી ઉપશમ અને ક્ષપક.
કેટલાક ભિક્ષુ પડિમા, એકલ વિહાર, સહાન આદિનો વિચ્છેદ કહે છે. પરંતુ આ કથન આગમથી સંમત નથી પરંતુ વિપરીત પણ થાય છે. ભગવાન મહાવીરના શાસનમાં ૧000વર્ષ બાદ સંપૂર્ણ પૂર્વજ્ઞાનનો મૌલિકરૂપમાં વિચ્છેદ થયો. આંશિક રૂપાંતરિત અવસ્થામાં અત્યારે પણ ઉપાંગ છેદ આદિમાં વિધમાન છે. ૨૧ હજાર વર્ષ સુધી ભગવાન મહાવીરનું શાસન ઉતાર ચઢાવથી ઝોલા ખાતાંખાતાં પણ ચાલશે. સર્વથા(આત્યંતિક વિચ્છેદ) ભગવાનના શાસનના મધ્યાવધિમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org