________________
તત્ત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ક્ષેત્રમાં આવીને દેવ દેવીઓના સહયોગથી સુમંગલા અને સુનંદા નામની કુંવારી કન્યાઓનીં સાથે ભગવાનની વિવાહ વિધિ સમ્પન્ન કરી.(તીર્થંકરોના જન્મ વિશિષ્ટ હોય છે એની સાથે કોઈ બાલિકા ગર્ભમાં કે જન્મમાં હોય તેમ થતું નથી. તેઓના જન્મ મહોત્સવના વર્ણનમાં પણ બીજી બાલિકાનું વર્ણન નથી.) ભગવાન ઋષભદેવની દીક્ષા :– ૮૩ લાખ પૂર્વ (૨૦+૬૩) કુમારાવસ્થા અને રાજ્યકાલના વ્યતીત થતાં ગ્રીષ્મ ઋતુના પહેલા મહિનાના પહેલા પક્ષમાં ચૈત્ર વદી નવમીના દિવસે ભગવાને વિનીતા નગરીની બહાર સિદ્ધાર્થવન નામક ઉધાનમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા મહોત્સવ ૬૪ ઇન્દ્રોએ કર્યો. તેની સાથે ૪૦૦૦ વ્યક્તિઓએ પણ સંયમ અંગીકાર કર્યો. એક વર્ષ પર્યંત ભગવાને દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું, ખભા પર રાખ્યું. એક વર્ષ સુધી મૌન અને તપ અભિગ્રહ ધારણ કર્યો. પ્રથમ પારણું એક વર્ષે રાજા શ્રેયાંસકુમારના હાથે થયું. ૧૦૦૦ વર્ષ સુધી તપ સંયમથી આત્માને ભાવિત કરતા ભગવાને વિચરણ કર્યું. ૧૦૦૦ વર્ષ વ્યતીત થતાં પુરિમતાલ નગરીની બહાર શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનાવસ્થામાં અઠ્ઠમની તપસ્યામાં ફાગણ વદી ૧૧ એ ઋષભદેવ ભગવાનને કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયું.
૧૨૯
ભગવાને ઉપદેશ આપવાનું શરૂ કર્યું; ચાર તીર્થની સ્થાપના કરી; ૮૪ ગણ, ૮૪ ગણધર, ઋષભસેન પ્રમુખ ૮૪૦૦૦ શ્રમણ, બ્રાહ્મી સુંદરી પ્રમુખ ૩ લાખ શ્રમણીઓ, શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ પાંચ હજાર શ્રાવક અને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ૬૪ હજાર શ્રાવિકાઓ થઈ. ભગવાનની અસંખ્ય પાટ સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત થતું રહ્યું; તેને યુગાન્તરકૃત ભૂમિ કહેવાય છે. અને ભગવાનના કેવલ જ્ઞાન ઉત્પત્તિના અંતર્મુહૂર્ત બાદ મોક્ષ જવાનો પ્રારંભ થયો તેને પર્યાયાન્તર કૃત ભૂમિ કહેવાય છે.
આ પ્રકારે ભગવાન ઋષભદેવ આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા, પ્રથમ શ્રમણ, પ્રથમ તીર્થંકર, પ્રથમ કેવલી થયા. પાંચ સો ધનુષનું એમનું શરીરમાન હતું. એક લાખ પૂર્વ સંયમ પર્યાય, ૮૩ લાખ પૂર્વ ગૃહેસ્થ જીવન એમ ૮૪ લાખ વર્ષ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી માઘવદી ૧૩ ના દિવસે ૧૦ હજાર સાધુઓની સાથે ૬ દિવસની તપસ્યામાં અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવે પરમ નિર્વાણને પ્રાપ્ત કર્યું. દેવોએ ભગવાન તથા શ્રમણોના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. એ દિવસથી ત્રીજા આરા ના ૮૯ પક્ષ (૩ વર્ષ ૮ મહીના) અવશેષ હતા. આ રીતે ૠષભદેવ ભગવાનનું વર્ણન કહેવામાં આવ્યું છે. બધા અવસર્પિણીના ત્રીજા આરાના અંતિમ ભાગનું વર્ણન અને પ્રથમ તીર્થંકરનું વર્ણન યથાયોગ્ય નામ પરિવર્તન આદિની સાથે તે જ રીતે સમજી લેવું. આ ત્રીજો આરો બે ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org