________________
તત્ત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સુધી ચાલે છે. તે સમયના સ્ત્રી પુરુષના શરીરનું વિસ્તૃત વર્ણન પ્રશ્નવ્યાકરણ સૂત્રના સારાંશમાં જુઓ.
૧૨૦
(૨) ‘સુખમ’ બીજો આરો ઃ– પહેલો આરો પૂર્ણ થતાં બીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંત ગણી હાનિ થાય છે. આ આરાની શરૂઆતમાં મનુષ્યની ઉંમર બે પલ્યોપમ અને અંતમાં એક પલ્યોપમની હોય છે. અવગાહના પ્રારંભમાં બે કોશ અને અંતમાં એક કોશ હોય છે. એમના શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. તેમને બે દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. માતા પિતા, પુત્ર ને પુત્રીનો ઉછેર ૬૪ દિવસ કરે છે. આ બધા પરિવર્તન ક્રમિક હોય છે એવું સમજવું. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે. તિર્યંચનું વર્ણન પણ પ્રથમ આરાની સમાન છે. આ આરો ૩ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે. (૩) ‘સુખમ-દુઃખમ’ ત્રીજો આરો :– બીજો આરો પૂર્ણ થતાં ત્રીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંતગણી હાનિ થાય છે. પ્રારંભમાં મનુષ્યોની ઉંમર એક પલ્યોપમની હોય છે, અંતમાં એક કરોડ પૂર્વની હોય છે. તેમની અવગાહના પ્રારંભમાં એક કોશની હોય છે, અંતમાં ૫૦૦ ધનુષની હોય છે. તેમના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. એક દિવસે આહારની ઇચ્છા થાય છે. પુત્રપુત્રીનો ઉછેર ૭૯ દિવસ કરે છે. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે.
આ આરાના બે તૃતીયાંશ ભાગ સુધી ઉક્ત વ્યવસ્થામાં ક્રમિક હાનિ થતી હોવાનું વર્ણન સમજવું. પરંતુ પાછળના એક તૃતીયાંશ(કું) ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે અક્રમિક હાનિ વૃદ્ધિનો મિશ્રણ કાળ ચાલે છે. દસ વિશિષ્ટ વૃક્ષોની સંખ્યા ઓછી થવા લાગે છે. યુગલ વ્યવસ્થામાં પણ પાછું અંતર આવવા લાગે છે. આ રીતે મિશ્રણ કાળ ચાલતાં-ચાલતાં ૮૪ લાખ પૂર્વ જેટલો સમય આ આરાનો રહે છે, ત્યારે લગભગ પૂર્ણ પરિવર્તન થઈ જાય છે. અર્થાત્ યુગલકાલથી કર્મ ભૂમિકાળ આવી જાય છે. ત્યારે ખાવાપીવા, રહેણી કરણી, કાર્ય-કલાપ, સંતાનોત્પત્તિ, શાંતિ, સ્વભાવ, પરલોકગમન વગેરેમાં અંતર આવી જાય છે. ચારે ગતિ અને મોક્ષગતિ ચાલુ થઈ જાય છે. શરીરની અવગાહના અને ઉંમરનો પણ કોઈ ધ્રુવ કાયદો રહેતો નથી સંહનન સંસ્થાન બધા(છએ) પ્રકારના થઈ જાય છે.
કુલકર વ્યવસ્થા ઃ– પાછળના 3 ભાગમાં અને પૂર્ણ કર્મભૂમિ કાળના થોડા વર્ષ પૂર્વ વૃક્ષોની કમી વગેરેને કારણે અને કાળ પ્રભાવના કારણે કયારેક કયાંક પરસ્પર વિવાદ કલહ પેદા થવા લાગે છે. ત્યારે આ યુગલ પુરુષોમાં કોઈ ન્યાય કરવાવાળું પંચ કાયમ કરી દેવાય છે. તેમને કુલકર કહ્યા છે. આ કુલકરોની વ્યવસ્થા ૫-૭-૧૦-૧૫ પેઢી લગભગ ચાલે છે. ત્યાં સુધીમાં તો પ્રથમ તીર્થંકર ઉત્પન્ન થઈ જાય છે. કુલકરોને કઠોર દંડ નીતિ નહોતી ચલાવવી પડતી. સામાન્ય ઉપાલંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org