________________
તત્ત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સ્વભાવોમાં ક્રમિક ડ્રાસ(હાનિ) થતી રહે છે. એટલા માટે આ ૧૦ ક્રોડ ક્રોડ કાળ માનને અવસર્પિણી(હાયમાનકાળ) કહેલ છે.
૧૨૫
અવસર્પિણી કાલ :– તેના વિભાગો છે, જેમાં ક્રમિક હાનિ થતી હોય છે. આ વિભાગોને ૬ આરા કહે છે. આ ૬ આરાના નામ આ પ્રકારે છે– (૧) સુખમ સુખમ (૨) સુખમ (૩) સુખમ દુ:ખમ (૪) દુ:ખમ સુખમ (૫) દુ:ખમ (૬) દુઃખમ દુઃખમ.
(૧) ‘સુખમ-સુખમ’ પહેલો આરો :- આ આરો ૪ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આ કાળમાં ભરતક્ષેત્રના પૃથ્વી પાણી અને વાયુ મંડલના તથા પ્રત્યેક પ્રાકૃતિક પદાર્થોના સ્વભાવ અતિ ઉત્તમ, સુખકારી એવં સ્વાસ્થ્યપ્રદ હોય છે. મનુષ્યોની તથા પશુ પક્ષીઓની સંખ્યા અલ્પ હોય છે. જલ સ્થાનોની એવં દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષોની બહુલતા હોય છે. આ વિશિષ્ટ વૃક્ષ ૧૦ જાતિના હોય છે. એનાથી મનુષ્યો આદિના જીવન સંબંધી આવશ્યકતાની પૂર્તિ થાય છે. આ કાળમાં ખેતી, વ્યાપાર આદિ કર્મ હોતા નથી; નગર, મકાન, વસ્ત્ર, વાસણ આદિ હોતા નથી; ભોજન રાંધવાનું, સંગ્રહ કરવાનું હોતું નથી, અગ્નિ પણ આ કાળમાં ઉત્પન્ન થતો નથી. ઇચ્છિત ખાધ પદાર્થ વૃક્ષોથી પ્રાપ્ત થઈ જાય છે. નિવાસ અને વસ્ત્રના કાર્ય પણ વૃક્ષ અને વૃક્ષની છાલ, પત્ર આદિથી થઈ જાય છે. પાણી માટે અનેક સુંદર જલ સ્થાન સરોવર આદિ હોય છે. દસ વૃક્ષોનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ.
યુગલ મનુષ્ય :- આ સમયમાં સ્ત્રી, પુરુષ સુંદર એવં પૂર્ણ સ્વસ્થ હોય છે. એમને જીવન ભર ઔષધ, ઉપચાર વૈદ્ય આદિની આવશ્યકતા રહેતી નથી, માનુષિક સુખ ભોગવતા જીવનભરમાં એમને કેવલ એક જ યુગલ ઉત્પન્ન થાય છે. અર્થાત્ એમને એક પુત્ર અને એક પુત્રી એક સાથે જન્મે છે. ‘અમે બે, અમારા બે’નો આધુનિક સરકારી સિદ્ધાંત એ સમયે સ્વાભાવિક પ્રવહમાન હોય છે. એ યુગલ પુત્ર પુત્રીનું ૪૯ દિવસ માતા પિતા પાલન કરે છે. પછી તે સ્વનિર્ભર સ્વાવલંબી બની જાય છે. ૬ મહિના થાય ત્યારે તેમના માતા પિતા છીંક એવ બગાસાના નિમિત્તે લગભગ સાથે મરી જાય છે. પછી તે યુગલ ભાઈ બહેનના રૂપમાં સાથે સાથે વિચરણ કરે છે અને યૌવન વય પ્રાપ્ત થતાં સ્વતઃ પતિ પત્નીનું રૂપ ધારણ કરી લે છે.
યુગલ શરીર ઃ– તે સમયના મનુષ્યની ઉંમર ૩ પલ્યોપમની હોય છે અને ક્રમિક ઘટતાં ઘટતાં પ્રથમ આરાની સમાપ્તિ સુધી ૨ પલ્યોપમની થઈ જાય છે. તે મનુષ્યોના શરીરની અવગાહના ૩ કોશની હોય છે. સ્ત્રી પુરુષથી ૨-૪ અંગુલ નાની હોય છે. આ અવગાહના પણ ઘટતાં ઘટતાં પહેલા આરાના અંતમાં ૨ કોશ (ગાઉ) થઈ જાય છે. આ યુગલ મનુષ્યોના શરીર વજૠષભનારાચ સંહનન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org