________________
૧ર૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
માત્રથી અથવા અલ્પ સમજાવટથી એમની સમસ્યા હલ થઈ જતી. આ કુલકરોની ત્રણ નીતિ કહેલ છે. હકાર, મકાર, ધિક્કાર આવા શબ્દોના પ્રયોગથી આ યુગલ મનુષ્ય લજ્જિત ભયભીત અને વિનયોવનત થઈને શાંત થઈ જાય છે. આ વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરામાં થયેલા ૧૪ કુલકરોના નામ છે. (૧) સુમતિ, (ર) પ્રતિશ્રુતિ (૩) સીમંકર (૪) સીમંધર (પ) ક્ષેમકર (૬) ક્ષેમધર (૭) વિમલવાહન (૮) ચક્ષુષ્માન (૯) યશોવાન (૧૦) અભિચંદ્ર (૧૧) ચન્દ્રાભ (૧૨) પ્રસેનજીત (૧૩) મરૂદેવ (૧૪) નાભિ.
ત્યાર પછી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન પણ થોડો સમય કુલકર અવસ્થામાં રહ્યા. તેઓ ૮૩ લાખ પૂર્વ સંસારાવસ્થામાં રહ્યા. આ પ્રકારે પ્રત્યેક અવસર્પિણીના ત્રીજા આરાની મિશ્ર કાળની અવસ્થા તેમજ વ્યવસ્થા સમજવી જોઈએ. પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ - નાભી અને મરૂદેવી પણ યુગલ પુરુષ અને સ્ત્રી હતા. પરંતુ મિશ્રણ કાલ હોવાથી એમના અનેક વર્ષોની ઉંમર અવશેષ રહેવા છતાં ભગવાન ઋષભ દેવનો ઈક્વાકુ ભૂમિમાં જન્મ થયો હતો. તે સમય સુધી નગર આદિનું નિર્માણ નહોતું થયું. ૪૪ ઈન્દ્ર આદિ આવ્યા અને યથાવિધિ જન્માભિષેક કર્યો. બાલ્યકાળ બાદ ભગવાને યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો, કુલકર બન્યા પછી રાજા બન્યા. વીસ લાખ પૂર્વની વયે રાજા બન્યા. ૩ લાખ પૂર્વ સુધી રાજા રૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ સંસારાવસ્થામાં રહ્યા. તેમણે લોકોને કર્મ ભૂમિની યોગ્યતાના અનેક કર્તવ્યો, કાર્યકલાપોનો બોધ દીધો. પ્રભુએ પુરુષોની ૭ર કળા, સ્ત્રીઓની ૬૪ કળા, શિલ્પ, વ્યાપાર, રાજનીતિ આદિની વિવિધ નૈતિક સામાજિક વ્યવસ્થાઓ અને સંસાર વ્યવહારોના જ્ઞાન-વિજ્ઞાન પ્રદાન કર્યા. શક્રેન્દ્રએ વૈશ્રમણ દેવ દ્વારા દક્ષિણ ભારતના મધ્ય સ્થાનમાં વિનિતા નગરીનું નિર્માણ કરાવ્યું અને ભગવાનનો રાજ્યાભિષેક કર્યો. અન્ય પણ ગામ નગરોનું નિર્માણ થયું. રાજ્યોના વિભાજન થયા. ભગવાન ઋષભ દેવના ૧૦૦ પુત્ર થયા. એ બધાને અલગ-અલગ ૧૦૦ રાજ્ય આપી રાજા બનાવી દીધા. ભગવાનને બે પુત્રીઓ થઈ, બ્રાહ્મી અને સુંદરી. જેમનો ભરત અને બાહુબલીની સાથે યુગલરૂપમાં જન્મ થયો હતો.
ભગવાન ઋષભદેવની વિવાહ વિધિનું વર્ણન સૂત્રમાં નથી. વ્યાખ્યા ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે મિશ્રણ કાલના કારણે સુનંદા અને સુમંગલા નામક બે કુંવારી કન્યાઓના સાથે યુગલરૂપમાં ઉત્પન્ન બાળકોનું મૃત્યુ થવાથી તે કન્યાઓને કુલકર નાભિના સંરક્ષણમાં પહોંચાડવામાં આવી. તે બન્ને ઋષભદેવ ભગવાનની સાથે સંચરણ કરતી હતી. યોગ્ય વય થતાં શક્રેન્દ્ર પોતાનો જીતાચાર જાણીને કે “અવસર્પિણીના પ્રથમ તીર્થકરનું પાણિગ્રહણ કરાવવું મારું કર્તવ્ય છે.” ભરત
Jain Education International
For Private & Personal Use O
www.jainelibrary.org