________________
તત્ત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વનસ્પતિને ઉગાડવાની બીજ શક્તિ ઉત્પન્ન થશે. (૫) આના પછી રસ મેઘ પ્રકટ થશે તે પણ સાત દિવસ મૂસળધાર વૃષ્ટિ કરશે જેથી ભૂમિમાં વનસ્પતિને માટે તીખાં-કડવા મધુર આદિ રસ ઉત્પન્ન કરવાની શક્તિનો સંચાર થશે.
૧૩૩
આ પ્રકારે પાંચ સપ્તાહની નિરંતર વૃષ્ટિ બાદ આકાશ વાદળોથી સાફ થઈ જશે. ત્યારબાદ ભરતક્ષેત્રમાં વૃક્ષ, લતા, ગુચ્છ, તૃણ, ઔષધિ, હરિયાળી આદિ ઉગવા લાગશે અને ક્રમશઃ શીઘ્ર વનસ્પતિનો વિકાસ થઈ જવાથી તે ક્ષેત્ર મનુષ્યોનો સુખપૂર્વક વિચરણ કરવા યોગ્ય થઈ જશે. અર્થાત્ થોડા જ મહિના અને વર્ષોમાં ભરતક્ષેત્રનો ભૂમિ ભાગ વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે.
અહીં કેટલાક લોકો એવા ભ્રામક અર્થની કલ્પના કરે છે કે વૃષ્ટિ થતાં જ ભૂમિ વૃક્ષાદિથી યુક્ત થઈ જાય છે. એવું કથન અનુપયુક્ત છે કારણ કે વૃક્ષોથી યુક્ત થવામાં વર્ષો લાગે છે અને વનસ્પતિ ગુચ્છ ગુલ્મ લતા આદિને ફળ ફૂલ લાગવામાં પણ મહિનાઓ લાગે છે. કારણ કે તે પ્રાકૃતિક છે, કોઈ જાદુ મંતર યા કરામત તો નથી કે એક જ દિવસમાં ૪૨ હજાર વર્ષથી ઉજ્જડ બનેલી જમીનમાં વર્ષા બંધ થતા જ ફળ, ફૂલ, વૃક્ષ આદિ તૈયાર થઈ જાય. કાલાંતરે જ્યારે પૃથ્વી વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે ત્યારે વૈતાઢય પર્વતના ગુફાવાસી માનવ જોશે કે હવે અમારા માટે ક્ષેત્ર સુખપૂર્વક રહેવા વિચરવા યોગ્ય છે. આ ક્ષેત્રમાં જીવન નિર્વાહ યોગ્ય અનેક વૃક્ષ, લતા, છોડ, વેલ અને અનેક ફળ, ફૂલ આદિ વિપુલ માત્રામાં ઉપલબ્ધ થવા લાગ્યા છે, ત્યારે એમનામાંથી કોઈ સભ્ય સંસ્કારના માનવભેગા મળીને મંત્રણા કરશે કે "હવે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ થવા લાગ્યા છે તેથી હવે આપણામાંથી કોઈ માનવ માંસાહાર નહીં કરે અને જે કોઈ આ નિયમનો ભંગ કરશે તે અમારા સમાજથી દેશનિકાલ માનવામાં આવશે અને કોઈ વ્યક્તિ એ માંસાહારીની સંગતિ નહીં કરે. એની પાસે પણ નહીં જાય, બધા એને ઘૃણા નફરત કરશે. એના પડછાયાને સ્પર્શના પણ નહીં કરે. આ ઘટના મધ્યમ ખંડના આર્યભૂમિના કોઈ એક સ્થલના મનુષ્યો માટે સમજવી. છ ખંડમાં બધેય એમ થતું નથી. તીર્થંકરો વિચરે ત્યારે પણ સર્વત્ર એમ થતું નથી. આ પ્રકારની એક વ્યવસ્થાને માનવ કાયમ કરી જીવન યાપન કરશે. શેષ વર્ણન અવસર્પિણીના પાંચમા આરાના સમાન છે. ધર્મ પ્રવર્તન આ આરામાં નથી હોતું. તો પણ માનવ ચારે ગતિમાં જવાવાળા હોય છે. જ્યારે આની પહેલા ૪૨ હજાર વર્ષોમાં માનવ પ્રાયઃ નરક તિર્યંચમાં જ જાય. આ બીજા આરામાં ધર્મ પ્રવર્તન નથી હોતું તો પણ મનુષ્યોના નૈતિક ગુણોનો ક્રમિક વિકાસ થાય છે અવગુણોનો હ્રાસ થાય છે. આ પ્રકારે ૨૧ હજાર વર્ષના કાળનો બીજો આરો વ્યતીત થાય છે. ટિપ્પણ આ બીજા આરાની આગમિક સ્પષ્ટ વર્ણન વાળી નિરતર પાંચ સાપ્તાહિક વૃષ્ટિને સાત સાપ્તાહિક માની એવં કાલાંતરથી માનવ દ્વારા
·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org