________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
(૪) ‘દુઃખમ સુખમ’ ચોથો આરો ઃ– પ્રથમ તીર્થંકરના મોક્ષ જવાના ૩ વર્ષ, સાડા આઠ મહિના બાદ ચોથા આરાની શરૂઆત થાય છે. પૂર્વઅપેક્ષા પદાર્થોના ગુણ ધર્મમાં અનંતગણી હાનિ થાય છે. આ આરામાં મનુષ્યની અવગાહના અનેક ધનુષની અર્થાત્ ૨ થી ૫૦૦ ધનુષની હોય છે, ઉંમર આરાની શરૂઆતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનું હોય છે અને આરાના અંતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષ અર્થાત્ ૨૦૦ વર્ષથી કંઈક ઓછું હોય છે. ૬ સંહનન ૬ સંસ્થાન એવં આરાની શરૂઆતમાં ૩૨, અંતમાં ૧૬ પાંસળી મનુષ્યના શરીરમાં હોય છે. ૭૨ કળા, ખેતી, વ્યાપાર, શિલ્પકર્મ, મોહભાવ, વૈર, વિરોધ, યુદ્ધ, સંગ્રામ, રોગ, ઉપદ્રવ આદિ અનેક કર્મભૂમિજન્ય અવસ્થા હોય છે. આ કાલમાં ૨૩ તીર્થંકર ૧૧ ચક્રવર્તી થાય છે. એક તીર્થંકર અને એક ચક્રવર્તી ત્રીજા આરામાં થઈ જાય છે. ૯ બલદેવ, ૯ વાસુદેવ ૯ પ્રતિવાસુદેવ આદિ વિશિષ્ટ પુરુષ થાય છે. આ કાળમાં જન્મેલા મનુષ્ય ચાર ગતિમાં અને મોક્ષ ગતિમાં જાય છે. આ સમયે યુગલકાળ નથી હોતો તેથી હિંસક જાનવર એવં ડાંસ મચ્છર આદિ ક્ષુદ્ર જીવ જંતુ મનુષ્યોના માટે કષ્ટ પ્રદ હોય છે. રાજા, પ્રજા, શેઠ, માલિક, નોકર, દાસ આદિ ઉચ્ચ-નિમ્ન અવસ્થાઓ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દાદી, પૌત્ર, પ્રપૌત્ર માસી, ફૈબા આદિ ઘણાં સંબંધ હોય છે અને જે જે ભાવોનો પ્રથમ આરામાં નિષેધ કર્યો છે તે બધા ભાવ આ આરામાં મળી રહે છે.
૧૩૦
આ આરાના ૭૫ વર્ષ સાડા આઠ મહિના અવશેષ રહે ત્યારે ૨૪માં તીર્થંકરનો જન્મ થાય છે અને ૩ વર્ષ સાડા આઠ મહિના રહે ત્યારે ૨૪માં તીર્થંકર નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ આરો એક ક્રોડા ક્રોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાનો હોય છે .
।
(૫) ‘દુઃખમ’ પાંચમો આરો ઃ– ૨૪માં તીર્થંકરના મોક્ષ જવાના ૩ વર્ષ સાડા આઠ મહિના થયા પછી પાંચમા દુઃખમ આરાની શરૂઆત થાય છે. આ આરાઓના નામ સાથે સુખ દુઃખના સ્વભાવ પણ સ્પષ્ટ થાય છે. અર્થાત્ પહેલા બીજા આરા સુખમય હોય છે. દુઃખની કોઈ ગણના ત્યાં નથી હોતી. ત્રીજામાં અલ્પ દુ:ખ છે. અર્થાત્ અંતમાં મિશ્રણ કાળ અને કર્મભૂમિજ કાળમાં દુઃખ, કલેશ, કષાય, રોગ, ચિંતા આદિ હોય છે. ચોથા આરામાં સુખ અને દુઃખ બન્ને છે અર્થાત્ કેટલાક મનુષ્ય સંપૂર્ણ જીવનભર માનુષિક સુખ ભોગવે છે. પુણ્યથી પ્રાપ્ત અપાર ધન રાશિમાં સંતુષ્ટ રહે છે અને પછી દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરે છે. અધિક માનવ સંસાર પ્રપંચ, જીવન વ્યવસ્થા, કષાય, કલેશમાં પડયા રહે. આના અનંતર પાંચમો આરો દુઃખમય છે અર્થાત્ આ કાળમાં સુખની કોઈ ગણતરી નથી માત્ર દુઃખ ચોતરફ ઘેરો કરે છે. સુખી દેખાવાવાળા માત્ર દેખાવ પૂરતા હોય છે. વાસ્તવમ તે પણ ડગલે અને પગલે તન, મન, ધન, જનના દુઃખોથી વ્યાપ્ત હોય છે. પૂર્વને
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org