________________
૧રર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજૈનાગમ નવનીત|
ઉત્તરાદ્ધ ભરત કૂટ (૯) વૈશ્રમણ કૂટ.
આ કૂટ યોજન ઊંચા છે અને મૂલમાં આટલી જ લંબાઈ, પહોળાઈ વાળા છે અને એમની ગોળાઈ(પરિધિ) પહોળાઈથી ત્રણ ગણી સાધિક છે. ઉપર ક્રમશઃ પહોળાઈ ઓછી હોય છે. અતઃ ગોપુચ્છ સંસ્થાનના આ કૂટ છે. એમની ચોતરફ વૈતાઢય પર્વતના શિખર તલ પર વનખંડ અને પદ્મવર વેદિકા છે. એવું કૂટના શિખર તલ પર પણ પદ્મવર વેદિકા એવં વનખંડ તથા વાવડીઓ સરોવર આદિ દેવોના આમોદ પ્રમોદના સ્થાન છે. કૂટ શિખરોના મધ્ય ભાગમાં એક એક પ્રાસાદાવતક છે જેમાં એ કૂટના માલિક દેવના રહેવા માટે પ્રાસાદ છે. તે એક કોશ ઊંચો અર્થો કોશ લાંબો પહોળો ગોળ છે. એની વચમાં ૫૦૦ ધનુષ્ય લાંબો, ર૫૦ ધનુષ પહોળો ચબૂતરો છે. એના પર સિંહાસન આદિ છે. એક પલ્યોપમ સ્થિતિના માલિક દેવ અહીં પોતાના પરિવાર સહિત રહે છે. એમને ચાર અગ્રમહિષી, ૪000 સામાનિક દેવ, ૧૬000 આત્મ રક્ષક દેવ, ત્રણ પરિષદ, સાત અનિકા (સેના) અને સેનાપતિ આદિ પરિવાર છે.
આ દેવોની રાજધાની દક્ષિણમાં અન્ય જંબુદ્વીપમાં એમની અંગતીથી ૧૨000 યોજન અંદર છે. રાજધાનીનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં વર્ણિત વિજયદેવની રાજધાનીની સમાન છે.
મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર આ ત્રણે લૂટ સુવર્ણમય છે, શેષ રત્નમય છે. બે ગુફાના નામવાળા કૂટોના માલિક દેવોના નામ કૃતમાલક અને નૃતમાલક છે. શેષ ૬ દેવોના નામ કૂટની સમાન છે. સિદ્ધ કૂટ પર વચમાં એક સિદ્વાયતન છે, જે એક કોશ લાંબુ, અર્ધી કોશ પહોળું અને એક કોશ ઊંચું છે. એના ત્રણ દ્વાર ત્રણ દિશામાં છે અને એક દિશા બંધ છે. જે તરફ સિદ્ધાયતનમાં ૧૦૮ જિન પ્રતિમા છે. એમની બન્ને બાજુમાં બે બે ચમર ધારક પ્રતિમા છે. પાછળ છત્ર ધારક બે-બે પ્રતિમાઓ છે. આગળ બન્ને બાજુમાં નાગ, યક્ષ, ભૂત આદિની મનોરમ મૂર્તિઓ છે, ઘંટ, કળશ, પુષ્પ, મયૂરપિચ્છો, ધૂપદાન આદિ પણ ત્યાં વ્યવસ્થિત રાખ્યા છે. સિદ્ધ કૂટ પર માલિક દેવ નથી હોતા. આ કૂટ મધ્યમાં દેશે ઉણા પાંચ યોજન પહોળા અને ઉપર તલ પર ત્રણ યોજન સાધિક લાંબા પહોળા હોય છે. , ગુફાઓ -વૈતાઢય પર્વતના પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ભાગમાં એમ બે ગુફાઓ છે જે વૈતાઢય પર્વતના ઉત્તરી કિનારાથી દક્ષિણી કિનારા સુધી ૫) યોજનની લાંબી છે, ૧૨ યોજન પહોળી છે અને ૮ યોજન ઊંચી છે. ગુફાઓની ઉત્તર દક્ષિણ બન્ને બાજુમાં એક એક દ્વાર છે, જેનો પ્રવેશ ૪ યોજનાનો છે. પૂર્વ ગુફાની અંદર પૂર્વી કિનારે અને પશ્ચિમી ગુફાની અંદર પશ્ચિમી કિનારે ક્રમશઃ ગંગા, સિંધુ નદી ભિત્તિની અંદર નીચે વહે છે. એની સામેની દિશાની ભિત્તિમાંથી ઉમગજલા અને નિમગજલા નામની બે નદીઓ નીકળે છે. જે પૂર્ણ ગુફાના ૧ર યોજન ક્ષેત્રને પાર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org