________________
૧ર૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત,
તરફનો ભાગ અને બીજો જમ્બુદ્વીપની બહારનો લવણ સમુદ્ર તરફવાળો વિભાગ. આ વેદિકાના વર્ણનમાં સ્તંભ આદિના પણ કથન છે. જેનાથી ખ્યાલ આવે છે કે ત્યાં અંદરના તેમજ બહારના બરામદા(પરસાળ)રૂપ વિભાગ પણ છે. જેમાં અનેક રૂપોના યુગલ જોડી બનેલા છે. વનખંડ :- આ પાવર વેદિકાના અંદરના અને બાહ્ય બન્ને વિભાગોમાં આ વેદિકાના મધ્યમાં બે યોજન પહોળાઈવાળા વનખંડ (બગીચા), બાગ છે. તેઓ પણ પરિધિમાં જગતી જેટલા છે. એવન મણિ તૃણોથી સુશોભિત છે. એ વનખંડોમાં જળસ્થાન, પર્વતગૃહ, મંડપ, બેસવા સુવાના આસન, શિલાપટ્ટ વગેરે પૃથ્વીકાયના છે. અહીં ઘણાં બધા વાણવ્યંતર દેવ ફરવા, મોજમસ્તી કરવા શોખથી આવે છે, ભ્રમણ કરે છે. વેદિકાના ગવાક્ષ કટક :– પઘવર વેદિકારૂપ આ ભિતિ પર ગવાક્ષ કટકની સમાન વિવિધ જાળિયા, જાળઘર છે યથા- હેમજાળ, ગવાક્ષજાળ, ખિખિણિ (ઘટિકા) જાળ, મણિજાળ, કનકજાળ, રાયણ જાળથી ચારે તરફ ઘેરાયેલા છે. આ જાળઘર વગેરે વિવિધ મણિરત્ન હાર આદિથી સુસજ્જિત છે. તેઓ પરસ્પર સ્પર્શ કરતા(અડીને આવેલા) નથી પરંતુ તેઓ એટલા બધા નજદીકમાં છે કે હવાની લહેરથી આપસમાં સ્પર્શ થતાં, ટકરાતા અત્યંત સુરીલો મધુર ધ્વનિ થયા કરે છે. પાવર વેદિકા પર અનેક વૃક્ષ એવં લતાઓ છે, અનેક પાકમળ ઘણી જગ્યા છે. તેથી તેને પાવર વેદિકા કહેવામાં આવે છે. આ પ્રકારે સુન્દર, ભવ્ય જંબુદ્વીપની આ જગતી સમભૂમિ પર ૧ર યોજન પહોળી, મધ્યમાં આઠ યોજન અને શિખરતળ પર ચાર યોજન પહોળી છે. અર્થાત્ ઉપરની તરફ જાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે. આઠ યોજન ઊંચાઈ સુધી આઠયોજન જાડાઈ ઘટતી ગઈ છે. તેને ગોપુચ્છ સંસ્થાન કહે છે. જગતીમાં ચાર દ્વાર :- જંબૂદ્વીપની આ જગતમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ચારે દિશાઓમાં ચાર દ્વાર છે. એમનું પરસ્પર અંતર ૭૯૦૫ર યોજન અને દેશોના બે કોશનું છે.
ચારે દ્વારોના વિજય દેવ આદિ એક-એક માલિક દેવ છે. એમની વિજયા આદિ એક-એક રાજધાની અન્ય જેબૂદ્વીપમાં છે. દ્વાર એવં માલિક દેવોના નામ એક સરખા છે. યથા– ૧.વિજય ર.વૈજયંત ૩. જયંત ૪. અપરાજિત. રાજધાનીના નામ વિજયા, વૈજયંતા, જયંતા, અપરાજિતા છે. ભરતક્ષેત્ર :– જંબૂદ્વીપના દક્ષિણી કિનારા પર ભરતક્ષેત્ર આવેલું છે. અર્થાત્ આપણે જે ક્ષેત્રમાં નિવાસ કરી રહ્યા છીએ તે આ ભરતક્ષેત્ર છે. તેના ઉત્તરી કિનારા પર ચુલ્લ હિમવંત પર્વત છે. શેષ ત્રણે દિશાઓના કિનારે ગોળાકાર લવણ સમુદ્ર છે. સમુદ્ર અને ભરતક્ષેત્રની વચમાં આઠ યોજનની ઊંચી જગતી છે. જગતીમાં રહેલા છિદ્રો દ્વારા સમુદ્રી જળ ભરતક્ષેત્રના કિનારા પર આવ્યા છે. આ સમુદ્રી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only