________________
તત્ત્વ શાસ્ત્ર : ઓપપાતિક સૂત્રા
|
|૧૦૦ |
૧૦૦
છતાં શ્રાવક વ્રતની આરાધનામાં કોઈ રુકાવટ ન આવી. કયારેક અંબડ પરિવ્રાજક એકલા પણ વિચરતા હતા.
એક વખત એબડના ૭૦૦ શિષ્યોએ કપિલપુરથી પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યું. ત્યારે સાથે લીધેલું પાણી વચ્ચે જ પૂરું થઈ ગયું. જેઠ મહિનાની સખત ગરમી હતી. બધા તૃષાથી સંતપ્ત હતા. શોધ કરવા છતાં સંયોગવશાતું. પાણી દેનારા કોઈ ન મળ્યા. બધાનો અફર નિર્ણય હતો કે આપકાળમાં પણ અદત્ત ગ્રહણ ન કરવું. તેઓ ગંગા નદીની નજીક પહોંચી ગયા. ગરમીના કારણે મનુષ્યનું આવાગમન બંધ હતું. અંતે બધાએ ગંગાની રેતીમાં પાદપોપગમન સંથારો લેવાનો નિર્ણય કર્યો.
તેમણે પોતાના ભંડોપકરણ–વસ્ત્રપાત્રાદિ ૧૪ ઉપકરણોનો ત્યાગ કર્યો. તેઓએ રેતીમાં જ પલ્યકાસને બેસી બંને હાથ જોડી સિદ્ધ ભગવાનને નમોત્થણના પાઠથી વંદના કરી. ત્યાર પછી બીજી વખત નમોત્થણના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા. ત્યાર પછી પોતાના ધર્મગુરુ ધર્માચાર્ય અંબડ સંન્યાસીને ભાવપૂર્વક વંદન કર્યા.
- ત્યાર પછી મોટેથી બોલ્યા કે— અમે પ્રથમ અંબડ પરિવ્રાજકની સમીપે જીવનભર સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહનો ત્યાગ કર્યો હતો અને સંપૂર્ણ મૈથુનનો ત્યાગ કર્યો હતો. હવે અમે શ્રમણ ભગવાન મહાવીર સમીપે(પરોક્ષ સાક્ષીએ) સંપૂર્ણહિંસા, જૂઠ, ચોરી આદિ અઢાર પાપનોપાવજીવન ત્યાગ કરીએ છીએ, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીએ છીએ, અતિપ્રિય આ શરીરનો પણ ત્યાગ કરીએ છીએ. આ પ્રકારે વિસ્તૃત વિધિપૂર્વક સંખનાના પાઠથી પાદપોપગમન સંથારો ધારણ કરી સમય વ્યતીત કરવા લાગ્યા. યથા સમયે આયુષ્ય પૂર્ણ કરી તે ૭૦૦ શિષ્યો પાંચમા દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિમાં ઉત્પન્ન થયા. તે એબડના શિષ્યો ધર્મના આરાધક થયા. કારણકે પરિવ્રાજક પર્યાયમાં રહેતા થકા નિષ્પાપ, નિરવ ધર્મને સમજ્યા હતા અને યથાશક્તિ પાલન પણ કર્યું હતું. (૧૪) અંબડ પરિવ્રાજક – અંબડ સંન્યાસી પરિવ્રાજકપણામાં એકલા જ વિચરણ કરતા હતા. સાથે શ્રાવકના બાર વ્રતનું પણ પાલન કરતા હતા. છટ્ટ છઠ્ઠનું નિરંતર તપ કરવાથી અને આતાપના લેવાથી તેમને અવધિજ્ઞાન અને વૈક્રિયલબ્ધિ ઉત્પન થયા હતા. પોતાના બળ અને શક્તિથી લોકોને આશ્ચર્ય પમાડવા એક સાથે સો ઘરે જતા. ગોચરી લેતા(ભોજન લેતા) અને રહેતા. આ વાતની ચર્ચા ગામમાં થઈ રહી હતી. ભિક્ષાર્થે પધારતા ગૌતમ સ્વામી એ પણ આ વાત સાંભળી હતી.
અંબડ સંન્યાસી નિગ્રંથ પ્રવચનમાં અતૂટ શ્રદ્ધા રાખતા થકા શ્રાવક પર્યાયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org