________________
૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
દેવગુપ્ત, નારદ, આઠ ક્ષત્રિય પરિવ્રાજક- શીલધી, શશિધર, નગ્ન, ભગ્નક, વિદેહ, રાજરાજ, રાજરામ, બલ.
આ પરિવ્રાજક ચાર વેદ, ઇતિહાસ, નિઘંટુ, છ અંગોમાં નિષ્ણાત, વ્યાકરણ, જ્યોતિષ આદિ બ્રાહ્મણ યોગ્ય શાસ્ત્રો, ગ્રંથોમાં સુપરિપક્વ જ્ઞાન યુક્ત હોય છે.
આ પરિવ્રાજક દાનધર્મની અને સ્વચ્છતામૂલક ધર્મની પ્રરૂપણા વિશ્લેષણ કરી યુક્તિપૂર્વક સમજાવે છે. તેઓ એવું કથન કરે છે કે દરેક વસ્તુને માટી અને પાણીથી શુદ્ધ કરી પવિત્ર બનાવાય છે. સ્નાનાદિથી દેહને પવિત્ર બનાવી આપણે આપણા મતાનુસાર સ્વર્ગગામી થઈશું. (૧૨) પરિવ્રાજકોની આચાર પ્રણાલી :- (૧) વાવડી, તળાવ, નદી આદિમાં પ્રવેશ ન કરવો, માર્ગમાં વચ્ચે આવી જાય તો છૂટ (૨) વાહનોનો પ્રયોગ ન કરવો. (૩) હાથી, ઘોડા, ગધેડા, આદિની સવારીનો પણ ત્યાગ, પરવશતા તથા બળાત્કારનો આગાર. (૪) બધા પ્રકારના ખેલ, નૃત્ય, કુતૂહલ, મનોરંજન, વીણા, વાજિંત્ર અને દર્શનીય સ્થળો કે પદાર્થોને જોવા સાંભળવા કલ્પતા નથી. (૫) લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, તોડવી, કચડવી, પાંદડા, શાખા આદિને ઊંચાનીચા કરવા, વાળવા અકલ્પનીય છે. (૬) બધા જ પ્રકારની વિકથાઓ, હાનિપ્રદ વિકથા કરવી કલ્પતી નથી. (૭) તુંબડા, લાકડા તથા માટી આ ત્રણ સિવાયના અન્ય પ્રકારના પાત્ર કે પાત્રબંધન રાખવા કલ્પતા નથી. (૮) વીંટીથી લઈ ચૂડામણી પર્યત કોઈ પણ પ્રકારના આભૂષણ પહેરવાનો નિષેધ. (૯) ભગવા રંગના વસ્ત્ર સિવાય કોઈપણ રંગના વસ્ત્ર કલ્પતા નથી. (૧૦) કનેર(કરણ)ના ફૂલની માળા સિવાય બીજી કોઈપણ માળા ન વાપરવી. (૧૧) ગંગાની માટી સિવાય કોઈપણ જાતના ચંદન કે કેસરનો લેપ કરવો કલ્પતો નથી. (૧ર) પરિવ્રાજકોને પીવા માટે એક શેર પાણી અને હાથ, પગ, પાત્રાદિ ધોવા ચાર શેર(કિલો) પાણી ગ્રહણ કરવું કહ્યું છે. તે પણ સ્વચ્છ, નિર્મળ, વહેતું તથા ગાળેલું પાણી લેવું કલ્પ છે. તે જળ પણ કોઈ ગૃહસ્થ આપે તો જ લે, જાતે લઈ શકતા નથી.
આ પ્રકારના આચારનું પાલન કરતા થકા તે ઉત્કૃષ્ટ પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની દસ સાગરોપમની સ્થિતિ હોય છે. શુદ્ધ, નિષ્પાપ ધર્મથી અનભિજ્ઞ, અજ્ઞાત હોવાથી તેઓ ધર્મના આરાધક થતા નથી. (૧૩) અબડ પરિવ્રાજકના શિષ્ય – બ્રાહ્મણ પરિવ્રાજકોમાં અબડનું કથન છે. તે અંબડની કથા આ પ્રમાણે છે– અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય હતા. એકદા વિચરણ કરતા થકા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સમાગમ થયો. નિગ્રંથ પ્રવચનનું શ્રવણ કરી બાર વ્રત ધારણ કરવાની રુચિ જાગી. ભગવાને તેમને શ્રાવકના બાર વ્રત ધરાવ્યા. આથી અંબડ પરિવ્રાજક નિગ્રંથ પ્રવચનનો સ્વીકાર કરી શ્રાવકધર્મનું પાલન કરતા થકા પરિવ્રાજક પર્યાયમાં વિચરણ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org